________________
SSSSS) સત્સંગ-સંજીવની ) (2 (3) 03 ()
RE
પડાય તો સાર્થક છે તે વિના બીજો રસ્તો ત્રિકાળમાં નથી પણ તેવી દશા મારી નથી અને સ્વદોષ ઉપર લક્ષ વખતે રાખું છું. આપ પરભુના દર્શનથી દોષ જોવામાં આવે છે તે દોષ આપ પરભુના દરશનથી નાશ થઇ શકે તે વિના બીજો રસ્તો નથી. આપ પરભુના દરશન બે માસમાં ત્રીસ દિવસ દરશન થાય નહીં તિહાં સુધી અમુક વસ્તુનો ત્યાગ કરવા ઇચ્છા છે તો આપ પરભુ આજ્ઞા આપશો તે પરમાણે તે નિયમ લેવા વિચાર થયેલ છે. એજ, ઉપદેશ ચિંતામણીગ્રંથ મહાશય વૈજનાથભાઇ પાસેથી લાવી આપને મોકલેલા તે પહોંચ્યા તે જાણ્યું. મારા મુરબ્બી ભાઇ અંબાલાલભાઇ પાસેથી દાસબોધની ચોપડી એક મંગાવી હતી તે દન આઠ દસમાં આવી છે તે ભાઇ ખીમચંદભાઇને વાંચવા આપી છે તે નિવેદન કરું છું. મારી વતી પિતાશ્રી તથા માતુશ્રીને નમસ્કાર પહોંચે એજ વિનંતિ. સં. ૧૯૫૩ માગ. શુ. ૧૩ લી. શિષ્ય મનસુખના નમસ્કાર પુનઃ પુનઃ સ્વીકારશો.
પત્ર-૯૬
લીંબડી
ભાદરવા સુદ ૪, મું. રાળજ, ૧૯૫૨ સગરૂદેવ શ્રી રામચંદ્રભાઇની પવિત્ર સેવામાં. લીંબડીથી લી. પામર સેવક કેશવલાલ નથુભાઇની kiદના સ્વીકારશો. આજે વર્ષ પુરૂ થાય છે માટે પૂર્વકાળની ગુરૂ સમીપે રહીને માફી માગવી જોઇએ તેવી પ્રત્યક્ષ જોગવાઇ તો મારાથી બની શકી નથી. તો પણ મારું નિર્મળ અંતઃકરણ હશે તો આપની સમીપજ છું. કોઇ પ્રકારે દૂર છું એમ હું માનતો નથી. પરંતુ કિંચિત્ પણ મલીનતા છે તો નજીક છતાં પણ અનંત જોજન પર્યત દૂર જ છું. હે નાથ! સદ્ગુરૂ દેવ! આપ સાહેબની જે શક્તિ છે તેથી મંદ શક્તિ કલ્પી હોય, અથવા આપની કોઇ શક્તિ હશે તેને નહીં હોય તેમ કલ્યાણી હશે. વળી તેવી વાતચિત થઇ હશે, તેવા વિચાર આવ્યા હશે, તેની વાસ્ત આશાતનાનો દોષ લાગ્યો હશે ને ચૂનાધિક થયું હશે તેના વાસ્તે ક્ષમાપના ઇચ્છું છું. આપ સાહેબને લઇને અને ધર્મને કોઇ પણ સંસારિક કામમાં મેં પ્રવર્તાવ્યો હોય, ભૂલચૂકથી કે અનુપયોગથી થઇ હોય તો આત્મ પરિણામે કરીને ક્ષમાપના ઇચ્છું છું. આપ કૃપાવંત સાહેબની વિનય ભક્તિ તો હું કરી શક્યો નથી. જો કદીકને આપની સમીપે કાંઇ ઉઘાડી રીતે દેખવા માત્ર હશે પણ હજી હું ભક્તિમાર્ગમાં પેઠો હોઉં તેવું મને લાગતું નથી તે વિનયભક્તિની આશાતના થઇ હશે કારણકે જે વખતે કરવું જોઇએ ત્યાં શરીર ચોર્યું હશે, વખતે શરીરથી થયું હશે તો મન ચોર્યું હશે અથવા આંખ આડા કાન કર્યા હશે. આવા પ્રકાર બનીને આશાતના, અભક્તિ થઇ છે એમ નક્કી થાય છે. માટે હે નાથ ! આ માફીથી તો છુટાય તેવું તો મને લાગતું નથી, માટે ફરી ફરી આત્મભાવે ચિંતવીને ગુરૂદેવને ઠગ્યા છે તેમને આ હકિકત નિવેદન કરી આ એક મોટું ભયંકર પાપ સેવ્યું છે તેમ વારંવાર આત્મભાવથી વિચારી ક્ષમાપના ઇચ્છું છું. આપ કૃપાવંત સાહેબના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિમાં કોઇ પ્રકારનું મારાથી વિકલ્પ કે વિક્ષેપ લાવવા જેવું થયું હોય તો ક્ષમા ઇચ્છું છું.
આ મારા મુરબ્બી શ્રી સૌભાગ્યચંદ્રભાઇ તથા ડુંગરશીભાઇને બંને હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કરી તેમના વિશે કોઇ પણ અપરાધાદિ થયું હોય તેના વાસ્તે આત્મ પરિણતિએ કરી ક્ષમાપના ઇચ્છું છું. જ્ઞાનીના ચરણમાં નિર્મળ અંતઃકરણ અર્પણ કરનાર, સત્સંગના અંતઃકરણથી ઉત્સાહી એવા ભાઇઓની પૂર્વાદિ કારણના સંબંધે અપરાધાદિ થયાં હોય અથવા તે ભાઇઓની ભૂલ ન હોય અને મને ભાસી હોય તેનો મારા મનમાં ખેદકારક વિચાર ઉત્પન્ન થયો હોય તેમાં મારી મોટી ભૂલ ગણી તે ભાઇઓની ક્ષમાપના ઇચ્છું છું.