________________
હિS
) સત્સંગ-સંજીવની (2) SSC
થાય છે કે હું એ જાણતાં છતાં પણ પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત થયો છું. તેથી ભવભ્રમણ હજુ બાકી લાગે છે. કારણ સત્સંગ થયા પછી પણ અને શ્રી સદ્ગુરૂનો ઉપદેશ મુલ્યા પછી પણ જે અન્યથા પ્રવૃત્તિ છે તે બહોળા કર્મીપણું સૂચવે છે. વિશેષ શું ? આપ મારી કૃતિ તરફ ન જોતાં માત્ર કરૂણાથી મારું ભવભ્રમણ ઓછું થાય તેમ કરશોજી, વૈદ તરફથી ગુણકારી ઔષધ મળવા છતાં પણ કુપથ્ય કરી રોગ વધારનાર દર્દીના જેવી મારી સ્થિતિ છે. માટે આપને વિશેષ શું લખું? માટે દૃઢ સંકલ્પપૂર્વક આજ્ઞા પ્રમાણે વર્તવું તેજ ઉપાય મને લાગે છે.
| મારી મૂર્ખતાથી લાંબુ વર્ણન કરી આપને શ્રમ આપેલ છે. તેને માટે ક્ષમા યાચું છું. મારી મૂર્ખતા જેટલી લખું તેટલી ઓછી છે.
પૂ. મહાત્મા ડુંગરશી તથા શ્રી સૌભાગ્યશ્રીને વંદણાપૂર્વક મિચ્છામિ દુક્કડે દઈ મારાથી મન, વચન અને કાયાવડે થયેલા અપરાધોની ક્ષમા યાચું છું. એજ વિનંતી. લિઃ દાસાનુદાસ માંકુના દંડવત્ પ્રણામ
પત્ર-૧૦૧
સં. ૧૯૪૯ મહેરબાન મુરબ્બી જીવન્મુક્ત નાથ સાહેબજીની હજુ૨માં :લિ, શરણેચ્છક એજ્ઞાન બાળકનું પાયલાગુ મુરબ્બી શ્રી કૃપાસાગરજીની પવિત્ર સેવામાં અંગીકાર કરશો. એવી આ ગરીબ સેવકને આશા છે.
મુરબ્બી પ્રભુ ! બાલક પરગામ જવાથી હાલમાં મુદલ પત્ર લખી શક્યો નથી. માટે કૃપા કરી ક્ષમા આપશો. મહાનું પ્રભુ ! આપનું ગુજરાત તરફ ક્યારે પધારવું થશે? તે ગરીબ બાળકને તારીખ વાર જણાવશો એવી આશા છે. મુરબ્બી નાથ ! બાલકને દર્શનની ઘણીજ ઉત્કંઠા છે. તે મુરબ્બી પ્રભુ, પાર પાડે. - અસત્સંગીઓના અહર્નીશ સમીપ વાસવાળો, સત્સંગનો વિયોગી અનાથ બાળક, મહાન પ્રભુ ! માર્યો જાય છે. માટે કૃપા કરી ગરીબને અવગુણી છોરૂ ત્રફ દૃષ્ટિ લાવી સમીપવાસ રહેવા આજ્ઞા ફરમાન કરશો એવી દીન બાળકને આશા છે.
મહાન પ્રભુ ! આપના પવિત્ર દર્શન જ્યારથી થયા ત્યારથી આ બાળકને અત્રેનું ઘર, કુટુંબ વિગેરે ઉજ્જડ જંગલ જેવું લાગે છે. વળી અસત્સંગીઓના સહવાસથી બુદ્ધિ મુંઝાઇ ગઇ છે. વળી આપના દર્શન વિના તલખે છે. જેમ માછલું પાણી વિના તલખે છે તેમ. ચકોરપક્ષી ચંદ્રમાં વિના તલખે છે તેવી રીતે આ દીન બાળક લખી રહ્યો છે. માટે કૃપા કરી દીન બાળકને સમીપ રહેવા આજ્ઞા ફરમાન કરશો. પ્રભુ ! ધીરજ શી રીતે ધરૂં ? વિયોગ તો પીડા કરતો ને કરતો રહ્યો. આપ વિના મારી પીડા કોણ ટાળે ? અને સહાય કોણ કરે ? હે સ્વામી ! આપના વિયોગથી બાળકની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે. અને વિયોગતામાં ઘર બાર વિગેરે કંઇ પણ ગમતું નથી. અને દુષમકાળમાં આયુષ્યનો ભરૂસો નથી. માટે સર્વશ પ્રભુ !દયાળુ નાથ !દયા લાવી વિયોગ મટાડી અજ્ઞાન બાળકને આપ શરણે રાખશો એવી આશા છે.
બાળક તરફથી અવિનય, અભક્તિ, અશાતના ઇ. ઇ. કોઇ પણ પ્રકારથી થઇ હોય તો દયાળુ પ્રભુ ! ક્ષમા આપશો, એવી આશા છે. એ જ
૧૦૨