________________
હિS RSS સત્સંગ-સંજીવની SSC) SSC (
અંબાલાલભાઇએ ગાડીને તેડાવી હતી. અને સાહેબજી, હું તથા અંબાલાલભાઈ વિગેરે દરિયા તરફ ફરવા સારૂ પધાર્યા હતા. વ્યવહારિક પ્રસંગો ને કેટલાક સ્થળો રસ્તામાં આવતા તે વિષે સાહેબજી પૂછતા હતા. પછી રાતના ફરીને આવ્યા હતા. અને પરમકૃપાળુદેવ ઓરડીમાં પધાર્યા હતા. બીજે દિવસે હું સાહેબજી પાસે અંબાલાલભાઇના મકાને ગયો હતો. ત્યાં સાહેબજીનો ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થતો હતો. બાર વાગ્યા પછી અંબાલાલભાઈના આગ્રહથી સાહેબજી તથા હું વિગેરે મુમુક્ષુભાઇઓ સ્થાનકવાસીના ઉપાશ્રયે પૂ. મુનિશ્રી (પ્રભુશ્રી) ની જિજ્ઞાસાથી ગયેલા - પધાર્યા હતા. તેમની સમક્ષ કેટલાક સિદ્ધાંતોના અનુપમ અર્થ સાહેબજીએ કીધા હતા. અને તેથી તેઓ અને તેમના શિષ્યો આનંદ પામી ઉદ્ગાર કાઢેલા કે અહો ! આ ઘણા જ બુદ્ધિશાળી છે. તેમના આગ્રહથી સાહેબજીએ અષ્ટાવધાન કર્યા હતા. - પરમેશ્વરજીની સ્તુતિ અને કવિતા અષ્ટાવધાનની વચમાં રચાઇ હતી. તેથી બધા ઘણાજ આશ્ચર્ય પામ્યા હતા. તે પછી ત્રીજે દિવસે ગામ બહાર ઉપવનમાં – શ્રીનારેશ્વર બાગમાં ફરવા ગયા હતા. સાહેબજીની અમૃત સરખી વાણી અને બોધ સાંભળી સઘળાઓ અત્યાનંદ પ્રફુલ્લિત થયા હતા. પરમકૃપાળુદેવની સાથે સૌભાગ્યભાઇના ચિરણજીવી મણિલાલ હતા. ત્યાર પછી સાહેબજી મુંબઇ પધાર્યા.
પછી સાહેબજી ઉપર થોડાક દિવસ પછી એક પત્ર લખ્યો હતો. તેમાં મારી સ્મૃતિ મુજબ એવી રીતનું લખ્યું હતું કે હે કૃપાળુ શ્રી ! કલ્યાણ કેમ થાય ? તેવી રીતનો પત્ર લખ્યો હતો. પરમકૃપાળુદેવે પત્રનો જવાબ મારા પ્રત્યે લખ્યો હતો. તેનો સાર આ પ્રમાણે “આ,...ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત.”
એ પત્ર શ્રી વચનામૃતમાં - ૧૭૩ છપાયેલો હોવાથી અત્રે લખ્યો નથી.
સંવત ૧૯૪૭ની સાલમાં મારું તથા ભાઇ ત્રિભોવનદાસનું મુંબઇ જવાનું થયું હતું ત્યારે રેવાશંકરભાઇની પેઢી નાગદેવી સ્ટ્રીટમાં હતી. કપાળુદેવની પાસે અમે બંન્ને ગયા હતા. પછી અમો આડતીયાને ત્યાં ઉતર્યા હતા. તે વખતમાં અમોએ રેવાશંકરભાઇ સાથે આડતનું કામ શરૂ કર્યું હતું.
પરમકૃપાળુદેવની અત્યંત શાંત અને ગંભીર મુદ્રાનું અવલોકન કરતાં થોડું થોડું હજી સ્મૃતિમાં આવે છે, કે અદ્ભુત વીતરાગ દશા હતી.
એક દિવસે સાયંકાળ પછી ઉત્તર બાજુના ઓરડામાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં હું તથા ત્રિભોવનભાઇ બંને તેઓશ્રીની સમીપ બેઠા હતા. મને ઉદેશી જે (ઘણા ભાગે) કહ્યું કે “જો આ એક ભવ સન્દુરુષને અર્પણ કરી દો તો અનંતભવનું સાટું વળી જાય.” મેં કહ્યું જી સાહેબ. તે વખતે મારા અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્ય થઇ આવ્યો હતો. કેટલાક વિકલ્પો મંદ પડ્યા હતા. મને સ્મૃતિ છે કે થોડા વખત સુધી ઉપશાંત ચિત્ત થઇ ગયું હતું. અવ્યક્તભાવે દેહ આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. મેં પરમકૃપાળુદેવને પ્રશ્ન કર્યું હતું કે મારી વૃત્તિ આ પ્રમાણે ઉપશાંત થઇ હતી. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે : “જો તે સ્થિતિ ઘણો વખત રહી હોત તો શ્રેય હતું.”
ત્યાં અમે સાહેબજીના સમાગમમાં વખતોવખત જતા હતા અને વાતચીતનો પ્રસંગ થતો હતો. પણ હાલમાં સ્મૃતિ રહેલ નથી.
શ્રી પરમકૃપાળુદેવ સંવત ૧૯૪૯માં આસો માસમાં પધાર્યા હતા. અને મારા મકાન પર પધાર્યા હતા. ૧૮ દિવસ સુધીની સ્થિરતા કરી હતી. અમારા દરેક ઓરડામાં માણસો ભરાઇ ગયા હતા. ઘણાજ માણસો
૧૧૨