________________
સત્સંગ-સંજીવની
નિરૂપણ કરતા હતા કે તે અર્થ અપૂર્વ હતા. તે વખતે આઠ રૂચક પ્રદેશ વિષે વાત થઇ હતી.
HIDES
શ્રી પરમકૃળુદેવે જણાવ્યું હતું, “જે આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તે અવરાયેલો છે. તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે....” (વ. ૧૩૯)
કૃપાળુદેવ કેટલીક વખત ખંભાતના વન ઉપવનમાં બહાર ફરવા જતા હતા. તેઓશ્રીના સમાગમથી મુમુક્ષુભાઇઓને ઘણોજ આનંદ થતો હતો, ત્યાર પછી બીજે વર્ષે હું મુંબઇ ગયો હતો ત્યાં રેવાશંકરની પેઢી, ગોડીજીના દેરાસરજીની ચાલીમાં હતી.
પરમકૃપાળુદેવની વીતરાગતા મને ભાસતી હતી. તેઓશ્રી મને ફરવા સાથે લઇ જતા હતા એવી મને સ્મૃતિ છે. ખીમજીભાઇ સાથે હતા અને ચરનીરોડની બાજુમાં સમુદ્રની સપાટીમાં પરમકૃપાળુદેવની સમીપમાં હું, ત્રિભોવનભાઇ તથા ખીમજીભાઇ બેઠા હતા. પરમકૃપાળુદેવે કહ્યું કે :
“શ્રીમદ્ મહાવીર સ્વામી પણ શરીરે, આંગળીના ઇશારાથી બતાવ્યું કે આવા હતા. આવી જમીનોમાં પુઢવી શીલા ઉપર બેસતા હતા.’’ તેઓશ્રીએ ચર્નીરોડની બહાર આગળ કહ્યું હતું કે, ‘‘જેવી વૃત્તિ જીવો કરે છે તેવી વૃત્તિરૂપ જીવો બને છે. અને તેવીજ વૃત્તિઓ સ્ફુર્યા કરે છે.’’
તેઓશ્રીની અદ્ભુત વીતરાગતા આજે સ્મૃતિમાં આવે છે પણ વાણીમાં કહી શકાતી નથી યા લખવા હું સમર્થ નથી. મુંબઇમાં એક વખતે દિગંબર સંપ્રદાયના શ્રી શાંતિનાથજીના દહેરાસરે સાહેબજી સાથે હું તથા ત્રિભોવનભાઇ ગયા હતા. દહેરાસ૨ના મેડા ઉપર જઇને અમે બેઠા હતા. પરમકૃપાળુદેવ શ્રી કુંદકુંદસ્વામીનું રચેલ સમયસાર નાટક વાંચતા હતા,
ઘણે ભાગે સાયંકાળનો વખત થતાં પરમકૃપાળુશ્રીએ પુસ્તકજી બંધાવી મૂકી ઊઠ્યા. અને તેઓશ્રીની સાથે અમો બંને ઊઠ્યા અને બાજુના હોલમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમાજીના દર્શન કર્યાં. હું તેમની સમીપ જ ઊભો હતો. મને બાજુમાંથી હાથ ગ્રહી સંબોધીને કહ્યું કે : “જુઓ, જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે. !!'’
તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યો હતો. દેહને આત્માનું ભિન્ન સ્વરૂપ તાદૃશ્ય લાગતું હતું. અહો ! તે પ્રભુનો કેટલો બધો ઉપકાર, મને એવો ભાસ કરાવ્યો ? કે હજુ તે વાત મને સ્મૃતિમાં છે પણ વાણીમાં આવતી નથી. એક વખત હું મુંબઇ ગયો હતો. ત્યાંથી મારે ખંભાત તરફ આવવાનું હતું. અને વચમાં સુરત ઉતરવાનું હતું. તે વખતે પ.કૃ.દેવ ઉપર મુનિશ્રી લલ્લુજી સ્વામીનો પત્ર આવ્યો હતો. તેમાં એવો ભાવાર્થ હતો કે મુનિશ્રી દેવકરણજી સ્વામી યોગવાસિષ્ઠ વાંચતા હતા. અને - તેથી તેમને અહમ્ બ્રહ્માસ્મિપણું પોતામાં પરમાત્માપણાની માન્યતા થયેલી તે વિષે પ.કૃ. દેવે પત્ર લખી મને આપ્યો અને મને કીધું કે તમે વાંચી જુઓ. મેં તે પત્ર વાંચ્યો તેમાં ભાવાર્થમાં મને યાદ રહ્યું છે કે સંપૂર્ણ રાગદ્વેષ જાય નહીં ત્યાં સુધી પરમાત્માપણાનો સંભવ નથી (વ.૫૮૮) તે પત્ર ઘણો લંબાણમાં લખેલ હતો. પછી એ પત્ર મને આપ્યો અને કીધું કે આ પત્ર તમે સુરતમાં મહારાજને આપશો. પછી હું સુરત ઉતર્યો હતો. અને મુનિશ્રીને પત્ર આપ્યો હતો. મુનિ મહારાજે મારી રૂબરૂમાં એ પત્ર વાંચ્યો હતો જેથી તેમને જે ખોટી માન્યતા થઇ હતી તે માન્યતાનું સમાધાન થયું હતું અને તેઓશ્રીએ તેવા ઉદ્ગારો દર્શાવ્યા હતા. ત્યાર પછી હું ખંભાત આવ્યો હતો.
સં. ૧૯૫૨માં, કૃપાળુદેવ કાવિઠા પધાર્યા. ત્યાંથી રાળજ પધાર્યા હતા. રાળજમાં પજુસણ દરમ્યાન રહ્યા હતા. પછી વડવા પધાર્યા હતા. ત્યાં લગભગ અઠવાડીયું અદ્ભુત બોધ થયો હતો.
૧૧૪