________________
D CROSS RS સત્સંગ-સંજીવની SSA SSC ()
મહામુનિને તથા બીજા કોઇ મુમુક્ષુભાઇયો પ્રત્યે કાગળ લખવો પડે તો તેની આજ્ઞાની ઇચ્છા રાખું છું.
આપ સાહેબ જે પ્રમાણે આજ્ઞા ફરમાવશો તો તે પ્રમાણે આ બાળજીવ વર્તશે.
આ પત્રનો જવાબ ફુરસદ મળે બનતી જોગવાઇએ સુખલાલભાઇ પ્રત્યે જણાવશો. તો તેઓ મને જણાવશે. વળી અહો પ્રભુ ! વારંવાર મુનિરાજનું કહેવું પણ મને એજ હતું કે તમારે હરકોઇ કામ કરવું અગર ક્યાંય જવું આવવું પડે તથા કાગળ પત્રો લખવાને માટે અમો કાંઇ પણ તમોને કહેતાં નથી પણ મહાપ્રભુને જણાવી એમની આજ્ઞાને અનુસરી વર્તો તો તે તમોને તથા અમોને બહુ ફળદાયક થાય, અને એજ શ્રેષ્ઠ છે, એવું ધારી કાગળ લખવા હિંમત ચલાવી છે, માટે ગાંડુઘેલું અને સમજણ વગરનું જે કાંઇ વાક્ય લખાયું હોય, તેને માટે બે હાથ જોડી માફી ઇચ્છું છું. એજ વિનંતિ
તારીખ ૧૯-૩-૯૯ સં. ૧૯૫૫ લી. અલ્પજ્ઞ દીનદાસી બાઇ નાથીના સપ્રેમ ભક્તિથી નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૧૦૯ તા. વીરમગામ, તા. ૨૯-૬- ૧૯00
જેઠ, શુક્ર, ૧૯૫૬ નિર્મળ - નિર્મળ - શુધ્ધ આત્મા જયવંત વર્તે છે તે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂના ચરણકમળને ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર ! અંતરદાહને નિર્મળ કરવાનો રસ્તો બતાવનાર, નિર્મળ કરનાર પત્ર દર્શનનો લાભ થયો. આપની શરીર પ્રકૃતિની અમારી વૃત્તિ શાતાકારી ઇચ્છે છે. તે પ્રતિકુળ જણાવાથી મન વિક્ષેપ પામે જ. જિજ્ઞાસા બાહ્ય સુખાકારીના સમાચાર આપ તરફથી મળે એમ રહ્યા કરે છે.
અંતર આપનું અચળ પરમ વીતરાગ ભાવનારૂપ છે, એટલું તો નિઃસંશય છે. તે પરમભાવને અમે જોઇ શકતા નથી. પણ બાહ્ય શરીર જ પરમ ઉપકારી છે તે અંતર ભાવને જણાવી આપવાનું નિમિત્ત અમને છે, એમ જાણી અંતરને ભજતાં સહેજે જ બહારના ઔદારીક શરીર પર દૃષ્ટિ પૂજ્ય ભાવે રહે છે જ.
નીચેના વિકલ્પ હમણા જ ઊઠવાથી પત્ર લખેલ છે. બાળવચન માટે ક્ષમા ઇચ્છું છું.
૧.- અંધારામાં અજવાળા માફક વસ્તુનું દેખાવું કેમ થતું નથી ? ક્યા કર્મના આવરણ ઇંદ્રિય તથા આત્માને રોકે છે. ?
૨.- આત્માર્થી જીવોને હાલ સર્વત્ર શરીર પીડા તેમ બીજા ઉપદ્રવ કેમ વિશેષ જણાય છે ?
૩.- વગર જાણે વગર જોયે સહુરૂષ ઉપર જગતમાં ગણાતા વિચક્ષણ તેમજ અજ્ઞાની પુરૂષોને અરૂચિ કેમ પ્રગટે છે ? અરે પણ વગર કારણે કેમ નિંદે છે ? કાળનું કંઇ આ મહાભ્ય હશે ?
‘‘સમભાવ કર્તવ્ય છે,” એમ જાણી અલ્પજ્ઞ છોરૂ પ્રભુચરણનું સ્મરણ કરી શાંત થાય છે. લિઃ દીન સેવક સુખલાલના પુનઃ પુનઃ નમસ્કાર હો ! પરમ પૂજ્ય મહાત્માશ્રી રામચંદ્ર રવજીભાઇની સેવામાં – મું. વવાણીયા બંદર (જવાબ વ. ૯૩૨)
૧૦૯