________________
GRESS સત્સંગ-સંજીવની CSR ROAD
આપના ઉપદેશરૂપી અમૃતની હાલ આવશ્યકતા વિશેષપણે છે. આશા છે કે આપ તે લાભ આપશો. વ્યવહાર જાળવવાની ઇચ્છાનો રોધ કઇ રીતે થઇ શકે તે જણાવશો. કાર્ય ફરમાવશો. કૃપા રાખશો.
(જવાબ વ. ૭૨૯)
પત્ર-૯૪
RAXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
પુજ્યપાદ પરમાત્માદેવ શ્રીમદ્ સરૂદેવશ્રી રાયચંદ્રભાઇની પવિત્ર સેવામાં શ્રી મુ. મુંબાઇ બંદર આજ્ઞાંકિત સેવક કેશવલાલ નથુભાઇની સવિનય વંદના સ્વીકારશોજી.
આપ દયાળુદેવ શ્રી મુંબઇમાં આનંદમાં બિરાજો છો એવા ખબર ભાઇશ્રી ભાઇચંદભાઇના પત્રથી જાણી ખુશી થયો છું. વળી આપ સાહેબ તરફથી સમાચાર આવ્યેથી વિશેષ જાણીશ.
... હે નાથ! આપનો પ્રતાપ અનંત છે. સદ્દગુરૂના સમાગમનું ફળ નિષ્ફળ જતું નથી એ પ્રત્યક્ષ જણાઈ આવ્યું છે. આ રાંક કિંકર મુંબાઇ આવી આપના સમાગમમાં કિંચિત્ રહેવાથી જે તેના લાભનો થોડો થોડો અનુભવ થાય છે તેવો આગળ જણાયો નથી.
કર્મગ્રંથ વાંચવા શરૂ કર્યો છે. તે વાચતા વાંચતાં તેના ઉપર પ્રીતિ વધતી ગઇ, ઉલ્લાસ આવ્યો. આગળ મને કોઇકજ વાર આવ્યો હશે પણ આ વખતે તો ઘણો ઉલ્લાસ આવ્યો વળી ત્રણ કર્મગ્રંથ વાંચી ચોથો વાંચવો હાલ મોકુફ રાખ્યો. તેમાં પણ કંઇ ખેદ વર્તાણો પણ મોક્ષમાર્ગ પ્રકાશ આવેલ છે તેને ક્યાં સુધી રાખી મૂકવો, આવો વિચાર આવ્યા કર્યો. ને છેવટ તે વિચારનું બળ નહીં છતાં પરાણે બળ કરી મોક્ષમાર્ગ-પ્રકાશ વાંચવો શરૂ કર્યો. તેને આજે ચાર દિવસ થયા છે. આ ગ્રંથ વાંચતાં પણ મને આનંદ વર્તાય છે. તેમાં પણ ઉલ્લાસ આવે છે પરંતુ મારા પરમાર્થના ઉલ્લાસનો મેં રોધ કર્યો તેનો ખેદ કાંઇક મનમાં હજા ખટકે છે. આ ગ્રંથ હું ઘણા વખત સુધી વાંચતો નથી. ફક્ત કલાક ને બહુતો ૨ કલાક બે વખત થઇને વાંચું છું.
પણ જ્યારે જ્યારે મને બીજા કામોની ઉપાધિ ઓછી હોય છે તે વખતે વાંચેલાના સંબંધનાજ એટલે કર્મ પ્રકૃતિ, આત્માના અધ્યવસાય, આત્માનું આત્માના ગુણ પ્રત્યે પ્રવર્તવું ને તેથી જ કર્મની પ્રકૃતિ વિચ્છેદ કરે, વળી કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા વળી આ વખતે જીવ કયે ઠેકાણે પ્રવર્તે છે આ બધું ઓળખવાની બહુ જરૂર છે. અને આગળનાં મુનિરાજોએ, ઉપાધ્યાયજીએ અને આચાર્યોએ પરમ ઉપકાર બુધ્ધિ દર્શાવી છે તે ખરેખરૂં પરમાર્થકાર્ય કરી ગયા છે. આવા પરમકૃપાળુ મહાદયાસાગર આવા આવા પુરૂષોને અનંત અનંત નમસ્કાર હો! નમસ્કાર હો! કે જેનાં વાક્યો વાંચવાથી મહા શાંતિને આપે છે. મતિ અને શ્રુતજ્ઞાનના સંબંધમાં હું આગળ ઘણો મુંઝાણો હતો પરંતુ આ બે ગ્રંથો વાંચતાં કેટલેક દરજ્જ ગેડ બેસે છે.
કર્મગ્રંથમાં આ બે આશ્રી સારી રીતે વિવેચન કર્યું છે, પરંતુ મોક્ષમાર્ગ-પ્રકાશમાં આ બેનું નિરૂપણ કંઈક ટૂંકામાં છે તો પણ કર્મગ્રંથ કરતાં વિશેષ બળવાનપણે ને સ્પષ્ટ સમજી શકાય તેમ વળી અનુભવ થઇ શકે તેવી રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનું ઘણું ટૂંકું પણ સૂક્ષ્મ વિચારને દોરવે અને યથાર્થ સમજણમાં આવે તેમ વિવેચન કર્યુ છે તે વાંચવાથી હું તો પરમ ઉલ્લાસ પામ્યો હતો. હાલમાં તો એમ રહે છે કે આ બે ગ્રંથો પુરા થયા બાદ ફરીને પાછા બન્ને ગ્રંથો વાંચવા. મોક્ષમાર્ગના આશરે ૧૨૫ પાના વાંચ્યા છે. હવે આમાં મનનો સંબંધ જ્યાં આવે છે ત્યાં મનનું આઠ પાંખડીનું કમળ છે એમ કહ્યું છે. આ વાત યોગશાસ્ત્રમાં વાંચી છે પણ બીજા ગ્રંથમાં