________________
GSSS સત્સંગ-સંજીવની SROSSIP
આવ્યું છે. જે સમાધિ રાખવાનો જોગ આવતો જ નથી. અને હજુ કેટલાક દિવસનો ભોગવટો છે. જો આમ ને આમ જો છેવટ મરણ આવશે ત્યાં સુધી રહેશે, તો જેવી આત્માને સમાધિ રહેવી જોઇએ તેવી કેમ રહેશે ? એમ પણ વિચાર થાય છે. અને તે બાબત પરથમ પણ આપને લખેલ છે. તેનો ખુલાસો છેવટનો મળ્યો નથી. જો લખવા ઘટારત હોય તો લખશો. કેટલાક વખતે લીંમડીમાં બે વિચાર ધાર્યા પરમાણે આ ફેરા ઉતર્યા એટલો જોગ કાંઇ સુધર્યો હોય તેમ જણાય છે. તે
૧. દુકાનની તકરાર વિષે ઘરમેળે સમાધાન થયું. - ૨. પાંચ વર્ષ થયાં ઠાકોર સાહેબની ખાનગી મુલાકાત કરી જ્ઞાન વિષે વાત કરવાનો વિચાર હતો તે ધાર્યા પ્રમાણે એકાંત મળી અને ઇચ્છા પરમાણે વાતચીત થઇ છે. તેમણે એક વરતીથી (વૃત્તિથી) સાંભળીને મનમાં વિચાર કર્યો છે ને તે ઉપરથી તેમની પોતાની ખુશી મને વરતાણી છે. આટલું કામ ધાર્યા પરમાણે આ ફેરા ઉતર્યું બાકી તો જેમ છે તેમ ચાલ્યું આવે છે.
આપ સર્વે વાતમાં જાણ છો. સંસારમાં પૂર્વના યોગ વિના બધી તરફથી સમાધિ ક્યાંથી હોય. ભગવત ઇચ્છા હશે તેમ બનશે. આપ ખુશી રાખશો. હું પણ આત્મભાવે ખુશી છું.'
- આ દુનિયામાં અનેક શાસ્તર છે. અનેક મત છે. શાસ્ત્રની વાતમાં કેટલીક વાત અનુભવ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નથી. અનેક જાતની જુક્તિથી વાત કરેલ તેથી વિશ્વાસ રાખીએ તો જ્ઞાની પુરુષ જૂઠું બોલે નહીં અને પોતાની તેવી બુદ્ધિ નહીં કે તેમણે જે અભિપ્રાયે કહ્યું હોય તે સમજી શકાય. તેથી શાસ્ત્ર ઉપર ઉદાસી આવી એક જે થોડી વાત જ્ઞાન વિષેની પકડી “મૌનપણું” રાખવા ઇચ્છા રહ્યા કરે છે ને જો તેમ વિચાર ન કરીએ તો પાર આવે તેવું નથી. હવે સત્સંગમાં રહેવા ઇચ્છા ઘણી થાય છે. પણ તે જોગ મેળવવાના સાધન કરતાં છતાં હજુ સાધન ફળીભૂત થતું નથી. તો અંતરાય જણાય છે.
લીમડીવાળા કેશવલાલ, મગનલાલ, મનસુખ, છગનલાલ, વિ. ને આપ ઉપર પ્રતિભાવ સારો છે ને સમાગમ ઇચ્છે છે. તેમજ ખંભાતનો કાગળ કાલે અંબાલાલનો આવ્યો હતો. તેમાં આપનો સમાગમ હવે જલદીથી થાય તેવો ઉપાય કરવા વિષે લખે છે. આપનો કોઇ પત્ર જ્ઞાન વિષેની વાર્તાનો મારા ઉપર વિગતથી આગળની પેઠે આવે તો તે પત્ર ઠાકોર સાહેબને વંચાવવા જેવા મને જણાય તો ખીમચંદભાઇએ કીધું છે કે મને બીડજો એટલે તેમને વંચાવીશ.
ઠાકોર સાહેબને બોધની પ્રાપ્તિ થાય તેવા તેમનામાં લક્ષણો છે. અને જો બોધ પામે તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મનમાં રહે છે. જેમ બને તેમ જલ્દી તેમને બોધ કરવા ઇચ્છા રાખો એમ મારા વિચારમાં રહે છે. પછી આપની મરજી. એ જ વિનંતી.
કાગળ એક કેશવલાલનો બીડ્યો છે તે તેને આપશોજી. લિ. સોભાગ પૂ. શ્રી કીલાભાઇનો પત્ર
પત્ર-૬૪
ભાદરવા વદ ૯, ૧૯૫૪ શ્રી સહજાત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી, શ્રીમદ્ શ્રી રાજચંદ્રદેવ શ્રી સદ્ગુરુદેવ નમઃ નમ:
૭૩