________________
RER સત્સંગ-સંજીવની GBRAKERS
પ્રભુ આપનું શરણ મને ભવોભવ હજો.
આ ભવના ગત વર્ષે પ્રમાદ અને વિષય કષાયમાં ગુમાવી નાંખનાર હું આપ પ્રભુને શું વિનવવા યોગ્ય છું? આગળના અનંત ભવોને વિષે અને આ ભવને વિષે આપ શ્રી સદ્ગુરૂ પ્રત્યે અવિનય, અભક્તિ આદિ દોષ કરેલા હોય, આજ્ઞાનું પાલન ન કર્યું હોય, આપ પ્રભુના અપૂર્વ સ્વરૂપનું મહત્વ ન ગમ્યું હોય, એવા અનેક દોષોને માટે આ રંક બાળક આપ સર્વજ્ઞ સમાન પિતાશ્રી પાસે હાથ જોડી અતિ નમ્રભાવે ક્ષમાપના ઇચ્છું છું. અને આપ કૃપાસિંધુના ચરણનું શરણ લીધું ત્યારથી જ જન્મ થયેલ માનું છું અને વિનંતી કરું છું કે આપના ચરણની સેવા ભવોભવ મને આપશો. વીતરાગતાના જળનું મારા આત્મા વિષે સિંચન કરશો. અપૂર્વ એવું આપનું બાહ્ય અને આંતર સ્વરૂપ આ બાળકને વિષે દયમાં પ્રગટાવજો.
(જવાબ વ. ૮૮૯).
પદ્મનંદી પંચવિંશતી’ નો ગ્રંથ એક ફેરા વાંચી ગયો છું. અપૂર્વ વૈરાગ્ય તેમાં વાંચતા જણાય છે. તેની સ્થિરતા આ આત્મભાવમાં રહે એમ ઇચ્છું છું. તે ફરી વાંચવાની ઇચ્છા છે. સવારથી સાંજ સુધી પરવશપણે આજીવિકા માટે વખત ગાળવો પડે છે. રાત્રે ઊંઘ આદિ શત્રુઓ વિક્ષેપ આપે છે. તોપણ રાત્રે બે કલાક વાંચવાવિચારવામાં ગાળવામાં આવે છે. રજાના દિવસે પણ કંઇક જુજ બને. તે વિચારતાં આ નહીં જેવા પુરૂષાર્થથી મારાથી શું બનશે ? હું જન્મારો વ્યર્થ ગુમાવીશ ? આ જાપ રહ્યા કરે છે તે આપ સદ્ગુરૂદેવને નિવેદન કરું છું. માટે કૃપા કરી પ્રભુ, મારી બાંહ્ય ઝાલી હવે આ વિષય કષાયમાંથી ઉગારો. હે પ્રભુ, આ જીવને આપના ચરણારવિંદમાં રાખો, આશ્રય આપો. | પ્રવૃત્તિમાં વહેનાર આ જીવને આપ સદ્ગુરૂદેવ તરફથી કવિતારૂપે ટૂંકા ત્રણ ચાર વાક્યો કે જેમાં આપ શ્રી સદ્ગુરૂદેવને નમસ્કાર સાથે અપૂર્વ સ્વરૂપનું ભાન અને સંસારથી ઉદાસીનતા રહે એમ ધર્મની વિશેષ દઢતા. થાય એવી એક નાની કવિતા કૃપા કરી આ રંક સેવકને બક્ષીસ દેશો કે જેના સ્મરણથી જાગૃત દશા ભોગવાય. આપ પ્રભુ તરફથી થયેલ મંત્ર તરીકે તેનું પ્રતિક્ષણ સ્મરણ કરવામાં આવે. હે કૃપાસિંધુ ! ઉપરની વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરશો.
પત્ર નં.૭૯
પ્રાર્થના ગીત (રાગ - મનમાં આવજો રે નાથ) ગુરૂવર નિજ શીશુ જાણી, દરિશન દેશો દ્ધયે આજ. ખારા આ સંસારમાં રે, છે મિષ્ટ તમારું રૂપ.. સદ્ય પ્રભુ દર્શાવી તે, ટાળો વિરહ ભવ કૂપ.... ગુરૂવાર સુખ સઘળાં દુ:ખ ભાસતા, આ આપ વિના જગરાય, બહિરંતરની શૂન્યતા, કો પ્રતિ નવ કહેવાય.... ગુરૂવર વર્ષ ઉપર વર્ષ વીતતાં આ, મૃત્યુ નિકટ ભળાય, વિરહ પ્રાણ પતી જતાં, અપયશ વિશ્વે થાય.... ગુરૂવાર આપ સ્વરૂપ જે વાળવું, આ તેનુમાં એ ધરી આશ, સ્મરણ કરી દિન ગાળીએ, ધરીને દઢ વિશ્વાસ.... ગુરૂવર
૮૩