________________
CASSESS સત્સંગ-સંજીવની RESEAR
નથી. માટે એવો જ ગ્રંથ સરળ ભાષામાં હોય તો બહુ ઉપકાર થાય. માટે આપ કૃપાળુશ્રીના જાણવામાં હોય તો લખશો. નહીં તો અહીં બનતા પ્રયત્ન સમજવા યત્ન કરીશ. કર્મગ્રંથના ચાર ભાગ પૂરાં કર્યાં છે. બાકીના વાંચવા પર પ્રયત્ન છે. જોઇએ તેવું સૂક્ષ્મ સમજી શકાતું નથી. ભાઇશ્રી વેલશીભાઈ સાથે વાંચું છું.
- પુરૂષાર્થનો ત્યાગ કરેલ દેખાતાં છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરૂષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ સ્વાર્થરહિત અને સંસાર સાગરમાં બુડતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્માશ્રી સૌભાગ્યચંદ્રભાઇને સાદર દયે મારા | સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.
પત્ર-૮૨
વીરમગામ, રાત્રીના ૧૦
માગશર વદ ૭, શનિ, ૧૯૫૩ પરમકૃપાળુ નાથશ્રીને ત્રિકાળ નમસ્કાર
સર્વજ્ઞ પ્રભુશ્રીના ચરણાર્વિદમાં થોડા દિવસ પહેલાં એક પત્ર મોકલેલ છે. પ્રત્યુત્તર મેળવવાની દશાને હું હજુ યોગ્ય થયેલ નથી. આથી મને હે નાથ ! ખેદ બહુ જ થાય છે. સંસાર વિષયોના મોહપાશથી ઘેરાયેલો, પૂર્વે બાંધિત કર્મ યોગે તેમાં લુબ્ધ થયેલ આપની કૃપા વિના શું પુરૂષાર્થ હું કરી શકવાનો છું ? કંઇ જ નહીં. | મારાથી માત્ર જે પુરૂષાર્થ અત્રે થાય છે તે માત્ર આપ પ્રભુશ્રી પાસે પત્ર દ્વારા હાથ જોડી રડી યાચકની માફક આપની કરૂણા માગું છું.
હે ગુરૂદેવ ! આપે મારી બાંહ્ય પકડી છે માટે આ દુઃખાબ્ધિમાંથી તારો. વિષયોમાં જાતી મોહમાયામાં લપટાતી મારી આંખો, મારી વૃત્તિઓનો નાશ કરો. સત્પરુષોનો અહીં જોગ બનતો નથી. આ જીવ જાણે અભય હોય તેમ સ્વછંદે વ્યવહારમાં વહ્યો જાય છે. અને જગતની સાથે હંમેશ માટે ભ્રમણ કરવા જોડાયેલ છે એમ વાતથી નહીં પણ કામથી સાબીત કરી આપે છે. કૃપાનાથશ્રી પાસે હોવા છતાં જાણે આ જીવને કોઇ પણ માયાબળ જોર કરી પુરૂષાર્થહીન કરી નાંખે છે. મહાપુન્યોદયથી પણ મળવો મુશ્કેલ એવા આપ કૃપાનિધિના ચરણાવિંદમાં પડવાનો લાભ લેવા સમર્થ થતો નથી. આપ નડીયાદ પધારેલ છતાં, યાદ આપ્યાં છતાં માયાના બળને હણી આપશ્રી સરૂના દર્શન ન પામ્યો. ત્યારે મારા જેવો હીનભાગ્ય કોણ હશે ? | હે ગુરૂ ! આ રંક ઉપર દયા કરો. સૌરાષ્ટ્રમાંથી મુંબાઇ પધારો ત્યારે રંક જાણી એકાદ દિવસ વીરમગામ પધારો. ચરણસ્પર્શ ભક્તિનો મને લાભ આપો. આપના દર્શનથી મને નિશ્ચય છે કે મારી વૃત્તિઓ દોર ઉપર
આવશે જ. પુન્યનો આવિર્ભાવ થઇ આપના પ્રેરક રસ્તે મારા વિચારોનું વહન થશે. અને સર્વ સંસારોપાધિથી | મુક્ત થઇશ. ' હું વિચારું છું ત્યારે કોઇ પણ પ્રકારે આપની દયાનું હું પાત્ર નથી. એમ છતાં બાળ જેમ રડીને માવતર પાસે ઇચ્છિત વસ્તુ લેવા કરે તેમ હું આપ સર્વજ્ઞ પિતા પાસે હાથ જોડી, રડી આપના ચરણની ભક્તિ માગું છું કે જે ભક્તિથી સંસાર વિષયોનો મોહ મારો ઓછો થઇ આપના ચરણાવિંદ સિવાય મારું મન ન ભટકે. આપ | સર્વજ્ઞ પ્રભુની ઇચ્છાથી આપ નાથશ્રીના શિષ્યવર્ય શ્રી અંબાલાલભાઇ પત્ર દ્વારા બોધ આપ્યા કરે છે તેમ છતાં પણ આ કર્મજાળમાં ઘેરાયેલ ભાગ્યહીન પુરૂષાર્થ કરી આપના ચરણાવિંદના પણ દર્શન કરી શકતો નથી. આડાં
૮૬