________________
GSSSS) સંત્સગ-સંજીવની {SER
પરમઉપગારી, પરમહિતકારી, પરમદયાળ, ક્ષમાસિંધુ, ભૂલ્યાને મારગના બતાવનાર, ચાર ગતિના દુ:ખથી મુક્ત કરનાર, યુગપ્રધાન, પરમ વૈદ્ય, અનંતજ્ઞાની, અનંત સુખી, અનંત આનંદી, સંસાર સમુદ્રથી તારનાર, તરણતારણ, ધર્મદેવ, કરૂણાસિંધુ, પરમસુખ પ્રગટ કરનાર, શુદ્ધ ચૈતન્યપણું પ્રગટ કરનાર, પરમ વીતરાગ, દેવાધિદેવ, અનંતગુણી, પરમ પુરુષ શ્રીમદ્ શ્રી શ્રી શ્રી શ્રી સદ્ગુરુદેવને સમયે સમયે નમસ્કાર હો.
લિ. બાળ અજ્ઞાની, પામર મૂઢ આત્મા અધમાધમ, અનંત દોષિત કીલાના વારંવાર નમસ્કાર પ્રાપ્ત થાય.
આ જીવે અત્યાર સુધીમાં મહાજ્ઞાની પુરુષની મને કરી, વચને કરી, કાયાએ કરી જે આશાતના કરી છે, જાણીને કે અજાણથી, જ્ઞાની પુરુષના બોધની આશાતના થઇ હોય, તેના દોષ બંધાયા હોય, તે ખોટું કરેલું નિષ્ફળ થવા ક્ષમા માંગું છું. તે મારા દોષને નિંદું છું. તે દોષે અવજ્ઞા, અશાતના, અભક્તિ કરી છે તે ક્ષમા ઇચ્છું . વારંવાર દંડવત્ નમસ્કાર કરી ભૂલની માફી માગું છું. હવે પછી કોઇ સંગ પ્રસંગે નહીં ભૂલ કરું એમ નિશ્ચય કરું . તે નિશ્ચય અખંડ રહો.
હે નાથ ! આપના ચરણમાં સદા નિવાસ રહેવા, સંતના સ્વરૂપનો અખંડ નિશ્ચય રહો. એ વિચાર હવેથી દઢ કરૂં છું.
હે પ્રભુ, પરમ ઉપગારી આપ કરૂણાસિંધુનો અનંત ઉપકાર છે. તે તુચ્છ બુદ્ધિ પામર જીવ લખવા કે વિચારવા સમર્થ નથી, તો હે નાથ ! બદલો આપવા સમર્થ ક્યાંથી હોય. હે નાથ, આ બાળ માર્યો ગયો હતો, હજુ માર્યો ગયો છે પણ દયાળુ પ્રભુ, અનંત દયા કરી આ બાળને બહુ ઉપકાર કર્યો છે. મિથ્યા આગ્રહાદિ નાના પ્રકારના જગતના લૌકીક મરણમાં જે મોહાદિ સંકલ્પ-વિકલ્પ, તે હે બાપ ! આપના બોધનો સહજ અંશ ધારવાથી ઉપકાર થયો છે. પણ જો વિશેષ બોધ શ્રવણ કરી, ધારી, આજ્ઞાનું આરાધન થાય તો અવશ્ય કલ્યાણ થાય. દુઃખથી મુક્ત થાય. પણ પામર અભાગિયાને હજુ બહુ જ પોતાપણું સ્ત્રી, કુટુંબ, ધન આદિમાં કરીને તેથી જીવની દશા સુધરતી નથી એમ વિચારમાં આવે છે. હે નાથ, આ ચપળ પામરને સંત સમાગમમાં બધી આસક્તિ મૂકી ચરણમાં પડવાને ક્યારે અવકાશ આવે ? સાહેબના આશ્રયે કલ્યાણ થશે. પરમ દેવ શ્રીયુત પ્રભુનો જો આશ્રય ન હોત તો આ પામરનો અનંત જન્મ-મરણ કરતાં નિવડો આવવા સંભવ નહોતો. અનંત દુ:ખ ભોગવતાં બહુ પશ્ચાત્તાપ થાત પણ હવે હે નાથ ! ચરણમાં સદા કાળ રહેવા નિશ્ચય થાય એજ કૃપાળુની કૃપાદષ્ટિ હો. મારા વિચાર દઢ રહો.
પરમકૃપાળુ નાથશ્રી પ્રભુના દર્શન અર્થે આપના ચરણકમળમાં આવવા મને તથા તેને (જલુબા) વિચાર થાય છે. અત્રે (વસોથી) આવ્યા પછી બહુ પશ્ચાત્તાપ થાય છે કે ન આવ્યા હોત તો ઠીક, પણ મૂઢને અપૂર્વ જોગ મૂકી-જાણી જોઇને માયાની પ્રવૃત્તિમાં પડ્યો છે. બહુ ભૂલ્યો. બહુ ચૂક્યો. હે પ્રભુ, મારા પ્રત્યે અનંતકૃપા કે બે દિવસને આંતરે દર્શનનો લાભ સ્વપ્રામાં પણ થયા જાય છે. તેથી કાંઇક શાંતિ રહે છે. કરૂણાસાગર છો. શું લખું ? હે પ્રભુ, કંઇ ઉપર લખાણું તે લૌકીક રીતિએ લખ્યું છે પણ હે દેવ, વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
દ: બાળ અજ્ઞાની પામરના ત્રણે કાળ, સમયે સમયે મહત્ સદ્ગુરુના ચરણમાં મૂકું છું. નમસ્કાર હો. નમસ્કાર હો.
ધન્ય છે પરમ કૃપાળુ જ્યાં વિચરે છે તે ભૂમિકાને, તે ગામને, તે કાળને ધન્ય છે, જે પુરુષો દર્શનનો લાભ પામ્યા છે તે અપૂર્વ બોધ સાંભળી પોતાના દોષને છોડી આત્માને નિર્મળ કરે છે, ભક્તિમાં, ચરણ સેવામાં જે ભાઇઓ રહ્યા છે તે સરવ ભાઇયુંને મારા નમસ્કાર. અલ્પજ્ઞ પામર કીલાના નમસ્કાર.
७४