________________
સત્સંગ-સંજીવની
મંગળકારી એવો જે આજનો સમય જે દેવની દિવાળીનો છે. તેમાં પણ વિશેષ પોતાના પ્રાણાધાર ગુરૂદેવનો આજે જન્મ દિવસ હોવાથી અમોએ ભાવથી સેવાભક્તિ ક૨ી આજનો દિવસ આનંદ મંગળમાં વ્યતીત કર્યો છે. અને અમારી લાગણી હમેશાં આ પ્રમાણે રહે એવી પરમગુરૂ પરમાત્મા પ્રત્યે વિનંતી છે.
શ્રીમાન ગણાધિપતિ, દેવાધિદેવ, પરમકૃપાળુ, મહાન તેજસ્વી, મોહવિદારક, ધર્મધુરંધર, પરમ જાગૃત, અધમોધારક, પતિત પાવન, અડીંગ જીતેન્દ્રિય, સકળજ્ઞાયક, સહજાત્મસ્વરૂપ સ્વામી પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી રાજ્યચંદ્રદેવ જયવંત વર્તો.
આ તીરછા રાજ્યલોકને વિષે ચંદ્રમાની પેરે શીતળકારીના આ બત્રીસમા વર્ષની આજે શરૂઆત થાય છે. તીછા લોકને વિષે આ પાંચમા આરામાં અનાવૃષ્ટિનો જે દુષમકાળ જે સમયે ધર્મ જાળવવો એ દૂધ૨માં દૂધર તે સમયને વિષે આપ પરમાત્મા ધોરીની માફક ધર્મનું વહન કરો છો. તેવા આપ પરમપૂજ્ય પરમાત્માને અનંતાનંત ધન્ય છે.
લોકને વિષે જે ઉત્તમ અને પૂજનિક એવા જે દેવ, તેમની જ્ઞાન પ્રકાશના સમૂહરૂપ જે દિવાળીનો દિવસ તેજ દિવસે આપ મહાન પરમાત્માનું પરમાર્થ કલ્યાણ માટે દેહ ધારણ કરવાનો જે જોગ થયો છે તે અતિશયનું કારણ છે. તે અતિશયે કરી આ બત્રીસમું વર્ષ નિર્નિઘ્ન જગતના હિતરૂપે પસાર થાઓ. વિનંતી.
આજ્ઞાંકિત દાસાનુદાસ બાળ ધારશી કુશળચંદના સાષ્ટાગ દંડવત્ શુદ્ધભાવથી સવિનય પ્રાપ્ત થાઓ. પૂ. શ્રી દેવકરણજી મહારાજના પત્રો
15 +
પ્રત્યક્ષ પ્રગટ શ્રી સદ્ગુરૂદેવને નમો નમઃ
પરમકૃપાળુદેવના ચરણકમળ પ્રત્યે વિનંતી પ્રાપ્ત થાઓઃ
પત્ર-૬૯
ભાદરવો, ૧૯૫૨
યથાવિધિ આજ્ઞાપૂર્વક અંબાલાલભાઇનો પત્ર મળ્યો. વરો કરતાં ભિખારીના વખતે ઘી ખૂટ્યું તે ભિખારીનો ભાગ્યોદય. જન્મીને જાળામાં નાખ્યા બરોબર મ કરજો. આટલો બધો કાળ પ્રતિબંધ જેવો આપે ગુજાર્યો. અને અમારા અંતરાય ! અમને આવા યોગે આવી વૃત્તિ થઇ. અકર્મીના પડીયા કાણા - એટલે નિર્જાગીના. તે કહેવત બરાબર છે. કાર્તિક પૂનમ પછી શું થશે તે મને કાંઇ ખબર નથી, તે આપ જાણો. અનંત દયા છતાં નિર્દય જેવા શું થાઓ છો. અપ્રતિબંધને વળી પ્રતિબંધ શ્યો ? આટલું તેમ તેટલું તમારો હજામ ખાય કેટલું ? અમારા જેવા પામર જીવો પર કરૂણા આણી થોડો પ્રતિબંધ વેઠશ્યો.
નિરાશ મ કરજો. ભાણે બેસાડી ગળું પકડી ઉઠાડી મ મૂકશો. આ દેહનો ધર્મ એકદમ સો ગાઉ ઉપર આવી ચરણમાં પડે તેવો નથી.
આ જીવે જ્ઞાનાવરણીય કર્મ ઘણાં બાંધ્યાં હશે ? કે આપ જ્ઞાનની મૂર્તિનાં દરશનનો અંતરાય પડવા જેવું કાગળથી માલમ પડે છે. કાગળમાં લખાણ આવ્યું જે ‘નિરાશ મ થાજો’, એટલી કંઇક આશાનું વળગણ છે. જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે. પંક્તિમાં પીરસતાં ભાગ્યહીનને ભાણે ઘીઇ ખૂટે - તેમાં નવાઇ શું ?
સહી દા. - અલ્પજ્ઞ દેવકરણજીના નમસ્કાર પ્રાપ્ત થાઓ.
99