________________
Sિ YEARS સત્સંગ-સંજીવની SSASSA ()
એમ ધારી લખ્યું નોતું. પણ આ પત્ર આવ્યા પછી વળી એક વિચાર થયો કે તેમ વર્તવું છે તો શ્રી સદ્ગુરૂને જણાવવામાં શું હરકત છે, જગત વ્યવસ્થા કરવાને, જગતને જણાવવાની જરૂર રાખી તો આત્માની વ્યવસ્થા કરવાને સત્યરૂષને જણાવવાની કાંઇ હરકત નથી એવો વિચાર થવાથી, હવે પછી જે જે વિચારો ઉદ્ભવતા હશે. તે તે પ્રકારે જણાવવાનું સ્મૃતિમાં રાખીશ.
જેને મળીયા શ્રી મોરાર, તેને મૂકાવ્યા ઘરબાર, હવે કોનો કાટું વાંક, ત્રિકમ તુજથી આડો આંક”
કોઇ પણ પ્રકારે અવિનય, અભક્તિ કે આશાતના થઇ હોય તો વારંવાર ત્રિકરણયોગે આત્મભાવે નમસ્કાર કરી ક્ષમાવું છું. છોરૂયોગ્ય કામસેવા ફરમાવવા કૃપા કરશોજી. લી. છોરૂના નમસ્કાર હો.
પત્ર-૬૦
શ્રી સં. ૧૯૫૫ શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ ત્રિકરણ યોગે સદૈવ નમસ્કાર.
સી. પરમ કૃપાવંત શ્રીમદ્ દેવાધિદેવ સદ્ગુરૂ પ્રભુના પવિત્ર પાદાબુજમાં અગણિત વાર નમસ્કાર પ્રાપ્ત થાય.
પરમકૃપાયુક્ત પત્ર પ્રાપ્ત થયો. (વ.૮૮૬) શ્રી પદ્મનંદી શાસ્ત્રના બે પુસ્તક ગઇ કાલે પ્રાપ્ત થયાં છે. તેમાંની એક પ્રત તુરત સારા સાથ જોગે વસો ક્ષેત્રે પવિત્ર મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરીશ, બે દિવસ ફેણાવ જવું થયું હતું તેથી પત્ર લખતાં વિલંબ થયો છે. જે માટે ક્ષમાપના ઇચ્છું છું.
પવિત્ર આશાનુસાર બળવાન નિવૃત્તિવાળા દ્રવ્ય, ક્ષેત્ર આદિ યોગમાં શ્રી પદ્મનંદીજી શાસ્ત્રનું અનુપ્રેક્ષણ કરીશ. શ્રી પદ્મનંદી શાસ્ત્રનું અનુપ્રેક્ષણ કરવા પહેલાં મારી વૃત્તિ બની શકે તો થોડો કાળ પરમ કલ્પદ્રુમની છાયા નીચે રહેવાની રહે છે. જેથી મને બળવાન ઉપકારભૂત થાય.
આ તરફ વરસાદ બીલકુલ નહીં હોવાથી ગરીબ અને મૂંગા પ્રાણીઓ રીબાય છે. તેમાં વળી મૂંગા પ્રાણીયોની સ્થિતિ અત્યંત અનુકંપા ઉપજાવે છે.
સેવક યોગ્ય કામ સેવાનો પવિત્ર લાભ પ્રાપ્ત થવાથી પરમકલ્યાણકારી આનંદ માનીશ. અલ્પજ્ઞ દીનદાસ સેવક અંબાલાલના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
(
પત્ર-૬૧ શ્રી આત્મસિધ્ધિજીના અર્થ : પૂ.શ્રી અંબાલાલભાઇએ લખેલ હસ્તાક્ષરમાંથી. પરમાર્થ પ્રકાશ - સંક્ષેપ. પૂર્વકાંડ દોહા મંગળાચરણ -
જે સ્વરૂપ સમજ્યા વિના.........”
સંક્ષેપ અર્થ:- જે આત્મસ્વરૂપ સમજ્યા વિના જન્મ, જરા, મરણાદિ અનંત દુઃખો આ જીવ અનાદિકાળથી પામ્યો, તે સ્વરૂપ જેણે સમજાવ્યું તે પરમ ઉપકારના કરવાવાળા એવા શ્રી સદગુરૂ ભગવાન તેને હું નમસ્કાર કરૂં .