________________
SR SER S સત્સંગ-સંજીવની SR SER(
પરમકૃપાળુ દેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
આજે પત્ર ૧ શ્રી પરમ પૂજ્ય શ્રી સોભાગભાઇ સાહેબ પ્રત્યે લખ્યો છે. જલદીથી ચરણ સેવામાં જેવા યોગ્ય કારણ સમજું છું. છતાં થયેલા વિલંબ માટે વારંવાર વિકારું છું. મારી મનોવૃત્તિ પૂજ્ય શ્રી સોભાગ્યચંદભાઇ સાહેબ પાસે છે. છતાં અત્રે રોકાયો છું. કોઇ પણ પ્રકારે મારાથી અવિનય, અશાતના, અભક્તિ કે અપરાધ, અસત્કાર કે કોઇપણ પ્રકારનો દોષ મારા મનથી કે વચનથી કે કાયાથી થયો હોય તો વારંવાર ચરણ સમીપમાં પાદાંબુજથી નમસ્કાર કરી ક્ષમાપના ઇ છું. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય.
પત્ર-૩૪
ખંભાત
શ્રાવણ વદ ૧૩, રવિ, ૧૯૫૩ વર્તમાન કાળ, વર્તમાન સમયે, બિરાજમાન શ્રીમદ્ ભગવંત શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર.
પરમકૃપાળુનાથ, દેવાધિદેવ, અનાથના નાથ, પ્રજ્ઞાવંત શ્રીમદ્ સરૂદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદાય જયવંત વર્તો અને તેમના પવિત્ર ચરણાંબુજ આ લેખકના હૃયને વિષે સદાય સ્થાપન રહો.
પરમકૃપાનુગ્રહથી પરમ પત્ર (વ. ૭૯૧) પ્રાપ્ત થવાથી પરમોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો છે. સદેવ તેવીજ કૃપા કાયમ રહેવાની પાત્રતા આ બાળક ઇચ્છે છે. ઇચ્છા કર્યા કરે છે.
હાલમાં રાત્રિના સમાગમ થાય છે. સવારના બે કલાક શ્રી આનંદઘનજી મહારાજની ચોવીસીના અર્થની યોજના આ અલ્પજ્ઞ દષ્ટિથી કરવાનું ચાલે છે. તેમજ સ્તવનોની રાત્રિએ તથા બીજા વખતે પર્યટના ચાલે છે. પણ પ્રેમપૂર્વક વિચાર સ્થિતિ થઇ શકતી નથી, એ મહા ખામી રહ્યા કરે છે. , મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજના ચોવીસી સ્તવનોનો આશય અતિ ગંભીર સમજાય છે. હાલ મારી અલ્પ મતિથી પ્રથમના પાંચ સ્તવનના અર્થ કર્યા છે. તે વળી ફરીથી વિશેષ દષ્ટિએ વિચારું છું તો વળી વિશેષ સમજાય છે. અને જેમ જેમ આગળના સ્તવનો ઉપર લક્ષ આપું છું તો વળી તેથી પણ ફેર સમજાય છે. એવો મહાત્મા આનંદઘનજીનો આશય સમજવાને હું અલ્પમતિ યોગ્ય નથી. કોઇ કોઇ સ્તવનોમાં ભક્તિને પ્રધાન ગણી છે, કોઇ સ્તવનમાં જ્ઞાનને, કોઇ સ્તવનમાં વૈરાગ્યને મુખ્ય લીધો હોય એમ લાગે છે. વળી પરોક્ષ જ્ઞાની પુરુષોનો આશય લઇ પ્રત્યક્ષ સ્વરૂપને ગાયું હોય એમ સમજાય છે. પોતે લઘુત્વભાવ રાખતા ગયા છે. સ્વરૂપને વારંવાર વિચારતા ગયા છે. જગતના જીવોને ઉપદેશતા ગયા હોય એમ સમજાય છે. જે અર્થની યોજના પૂર્વાપર વિરોધપણું ન પામે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મુમુક્ષુઓ પોતાની યોગ્યતા પ્રમાણે લાભ લઇ શકે એવી એ સ્તવનોમાં ખૂબી મુકી હોય એમ લાગે છે. જેનો પરમાર્થ મારા જેવા દુષ્ટ અલ્પમતિથી સમજવામાં આવવો કઠીન પડે છે. તેમ શાસ્ત્રોનો પણ અજાણ હોવાથી યથાયોગ્ય શાસ્ત્રના દાખલા આપી શકાતા નથી. એકેક સ્તવનનો અર્થ વિશેષ વિચારે લખવામાં આવે તો પુસ્તક ઘણું મોટું થાય એવો એ દરેક સ્તવનમાં આશય રહ્યો હોય એમ લાગે છે. જેથી હું મતિ મંદ નથી ધારતો કે ચોવીસીના અર્થની યોજના મારાથી થઇ શકે. એ તો કોઇ મહાભાગ્ય ઉત્તમ દશાવાન પુરુષથી થઇ શકવા યોગ્ય લાગે છે. હાલ નિયમિત બીજાં પુસ્તકો વાંચવાનું થતું નથી. પ્રસંગે પ્રસંગે શ્રી યશોવિજયજીનું બનાવેલ સવાસો ગાથાનું સ્તવન તથા દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન
૩૯