________________
સત્સંગ-સંજીવની
વિષે પ્રવર્તવું દુર્લભ છે એમ કહી ગયા છે તે પણ યથાતથ્ય લાગે છે કારણકે અનાદિકાળના અધ્યાસમાં પ્રવર્તી રહેલું એવું જે મન શુધ્ધ ઉપયોગમાં સ્થિર રહ્યા વિના પાછું વળી શક્યું નથી અને તેથીજ માર્ગની દુર્લભતા બતાવી છે તો પણ હે પરમદયાળુ નાથ! હવે આપ કૃપાનાથ, કૃપાવંત સહાયક બનો. આપનો અપૂર્વ યોગ થયો છે તો આ લેખકનો પણ જય થશે એમ આશા છે. પણ મારી યોગ્યતા નથી, આપનો મોટો આધાર છે અને શ૨ણજ સહાયકારી છે. દયા કરશો તો પણ કલ્યાણ થશે.
સંસ્કૃત ભણવા વિચાર રહે છે અને તે વાત આપે શ્રીમુખે ઉચ્ચારી હતી પણ આ લેખકને ભણવા માટે ઉચ્ચારી હોય એમ સમજ્યામાં ન હતું પણ પાછળથી એમ સમજવામાં આવ્યું હતું. માટે દીનદયાળ પરમકૃપાળુની સહાયથી હે સ્વામિ! આપ સાહેબની આજ્ઞા વાંછું છું.
હે ભગવાન! કીંકર સ્થિતિ છે. તે પ્રમાણે આજ્ઞા થયેથી પરમ કલ્યાણકારી માનીશ અને ‘તહત્ત વચનમ્’ અંગીકાર કરીશ, અમુક વખત તેમાં ગાળવાનો નિયમ રાખીશ.
આ દેહની અશાતાના લીધે પત્ર લખતાં વિલંબ થયો છે માટે પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના વાંછું છું. એજ લી. અલ્પન્ન દીશામૂઢ પામરના વારંવાર નમસ્કાર પવિત્ર સેવામાં સ્વીકારશો.
પત્ર-૫૪
શ્રી ધોરીભાઇએ પૂછાવ્યું છે કે આપ પરમકૃપાળુનાથશ્રીના આણંદ અને નડીયાદ ક્ષેત્રના પવિત્ર સમાગમમાં મને જણાવેલું કે જેમ તું પૂર્વે કરતો હતો તેમ કર્યા કરવું. માત્ર લોકને અર્થે કે ફળની ઇચ્છાને અર્થે કે માન પૂજાદીક અર્થે કંઇ પણ કરવું નહીં. માત્ર આત્મહિતાર્થે ક૨વું. એમ કરવાથી બીજા જીવોને પરમાર્થ પ્રાપ્ત થવાના કારણ મળે અને તને અપૂર્વ હિત થાય એમ શ્રીમુખે ઉપદેશથી જણાવેલું. જે આજ્ઞાનુસાર મને તે ક્રિયાદિકમાં ફીકાશ લાગવાથી અને તેમાં રસ નહીં આવવાથી મારાથી તે ક્રિયા કરવાનું બની શક્યું નથી. કવચિત્ ભાગ્યે જ તે થાય છે જે માટે હું વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. અને મારે કેમ પ્રવર્તવું એ જેમ યોગ્ય લાગે તેમ પવિત્ર આજ્ઞા થયે પરમ કલ્યાણકારી લાભ થયો સમજીશ.
વળી આત્મદ્રવ્યમાં અગુરૂલઘુપણું રહ્યું છે તેનો શ્તે પરમાર્થ હોવો જોઇએ? તે જાણવાની ઇચ્છા છે. વળી મારા જેવા બાળ જીવને વિશેષ સ્પષ્ટતાથી સમજી શકાય તેવો ખુલાસો જાણવાને ઇચ્છું છું. પ્રત્યુત્તર મળતાં સુધી અત્રે મારી સ્થિતિ થવાનો સંભવ છે એમ શ્રી ધુરીભાઇના કહેવા પ્રમાણે જણાવ્યું છે. જેથી તેમના નમસ્કાર પ્રાપ્ત થાય, હાલ એજ. કામ સેવા ઇચ્છું છું.
Fichis The
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. (જવાબ વ. ૭૮૫)
પત્ર-૫૫
ખંભાત – બીજા જેઠ સુદ ૧, ૧૯૫૨
શ્રીમદ્ પ્રભુ મહાત્મા શ્રી રાયચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર.
અનાથના નાથ, અશરણના શરણ, પરમકૃપાળુ નાથ, સ્વસ્વરૂપ, વિલાસી, સદા આનંદી, અનંત દયામય, સર્વજ્ઞ પ્રભુશ્રીની ૫૨મ પવિત્ર શુભ સેવા પ્રતિ
વિનંતી કે અલ્પજ્ઞ છોરૂના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી.
૫૯