________________
GSSSS સત્સંગ-સંજીવની SRESPER
સુખલાલભાઇના દર્શનનો લાભ થયો હતો. અમદાવાદ એક રાત્રિ વીશીમાં કાઢી હતી. મારે
પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇ સાહેબના વિદેહ થયા પછી વારંવાર તેમના પવિત્ર ઉત્તમોત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારૂં સ્ક્રય ભરાઇ આવે છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, દુ:ખ વેદવાની સહનતા, અનુકંપા, અસંગપણું, આત્માના શુદ્ધ ઉપયોગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નનો વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે અધિક કાળ મને ક્યાંથી હોય. હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. એવા પરમ પૂજવા યોગ્ય પુરુષની મારાથી કાંઇ પણ સેવા ભક્તિ થઇ નથી. અરેરે ! પૂ. શ્રી જૂઠાભાઇ અને પૂ. શ્રી સૌભાગ્યભાઇ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવોને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઇ. ખરેખર એવા પવિત્ર મહાત્માઓની મને બહુ જ ન્યૂનતા થઇ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે, તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. આ સર્વ કુટુંબ વર્ગ મૃત્યુના પ્રસંગે સમીપ હતું પણ સર્વનું ચિત્ત પરમ પ્રેમે પૂ. સૌભાગ્યભાઇની ભક્તિમાં હતું. છેવટના વખત સુધી તે પુરુષની સમાધિ દશા જોઈ સહર્ષ આનંદ વર્તાતો હતો. કોઇના મનમાં ખેદ કે સ્વાર્થસંબંધના લીધે મોહાદિ પ્રકારથી રડવું – કરવું કાંઇ હતું નહીં. અને શિષ્ય જેમ ગુરૂ પ્રત્યે વર્તે તેવી રીતે પુત્રાદિ સર્વ સંબંધીઓ વર્તતા હતા. આજ્ઞાનુસાર વર્તવામાં સર્વેને વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનો ગુરૂ પ્રત્યે ગુરૂપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનોથી દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા અને તેથી કુટુંબ વર્ગનો ભક્તિભાવ જોઇ મને ખેદ સાથે આનંદ થયો છે. - મને એક એવા પુરુષની ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ રહ્યા કરે છે. તેમાં વળી પૂ.શ્રી સૌભાગ્યભાઇ સાહેબની મારા પ્રત્યે જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારા જવાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી. પણ મારા પ્રત્યેનું અસંગપણું વિશેષ કરીને પોતાને થયું હતું. હું અલ્પજ્ઞ, એવા અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરૂં ? પણ મને તે પુરુષની બહુ જ ખોટ થઇ પડી છે એ હવે મને યાદ આવી મારું દય ભરાઇ જાય છે. શોકનો અવકાશ નથી મનાતો. ભાઇ મણીલાલ પાસેથી ઉપદેશ પત્રો ૫૦, આશરે, આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું. તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશ પત્રો ૩ એ રીતે અત્રે લાવ્યો છું. આત્મસિદ્ધિશાસ્ત્ર ભાઇ મણીલાલે હાલ આપ્યું નથી. પછી આજ્ઞા થયેથી મોકલાવીશ એમ કહ્યું છે. છોરૂ યોગ્ય કામકાજ ફરમાવશો.
અલ્પજ્ઞ પામર અંબાલાલના ભક્તિભાવે નમસ્કાર.
પત્ર-૪૮
કારતક સુદ, ૧૯પર - ખંભાત સર્વાત્મશ્રીને ત્રિકાળ નમસ્કાર
અક્રોધી, અમાની, અમાયિ, અલોભી, અષી, અરાગી એવા નિજસ્વરૂપમાં બિરાજમાન આત્મા, શ્રી પરમાત્મા બ્રહ્મચેતન્ય, જ્ઞાનસ્વરૂપ, સર્વજ્ઞ નાથશ્રી,
સ્થંભતીર્થ ક્ષેત્રથી અલ્પજ્ઞ મૂઢાત્માના સહજાત્મ પરિણામથી ત્રિકાળ નમસ્કાર. વિશેષ હાલમાં કેટલાએક દિવસ થયાં પત્ર લખતાં વિચાર થતો કે શું લખું ? કે શું ન લખું ? અને એ
પ૩