________________
0 4 MORE) સત્સંગ-સંજીવની SCS
હે ભગવંત ! જે પાંચ વિષયાદિ દોષો આત્માને આવરણ કરવાવાળા તેને જ હું એવું છું. પ્રીતિ કરું છું. રસ સહિત ભોગવું છું. ત્યાં મને વૈરાગ્યનો ક્રમ આવી, વિચાર શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય? એમ જાણું છું. અને એમ બને પણ છે. જે જે વખતે કાંઇ વાંચવાથી, વિચારવાથી કે આપનો પવિત્ર પત્ર મળવાથી વખતે વખતે કાંઇક ઉદાસીનતાનો ક્રમ ઉદય થાય છે, તો તે વખતે તો પંચેન્દ્રિયના ભોગવવાવાળા સુખો કિંચિત્ ભાગે પણ રસ રહિતપણે અને અપ્રિયપણે ભોગવાય છે. તેમ તે દરમ્યાનમાં સહેજ પણ અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ ભાષા અને અલ્પ પરિચય આદિકની ઉપયોગાનુસાર વિશ્રાંતિ મલવાથી અધિકાધિક સર્વ સંગ પરિત્યાગી થવાનું સૂઝે છે, અને સુખ પણ તેમાં જ રહ્યું છે એમ ભાસે છે. તથાપિ તે ઉદાસીનતાનો ક્રમ લાંબો વખત રહેતો નથી. માત્ર થોડો થોડો એકાદ બે દિવસ સુધી – વખતે રહે છે. ત્યાં તેને વિચારી વૃદ્ધિ કરવાનું કારણ મેળવવાનો વખત લઉં છું કે કોણ જાણે એવું તો પ્રબળ કારણ આવી જ પડે છે કે ઉદાસીનતાનો ક્રમ મૂલથી જ નાશ થાય છે. આથી જ એમ રહે છે કે જેટલી વિશ્રાંતિ સર્વસંગ પરિત્યાગમાં મળવાની છે તેના અનંત ભાગે પણ આ કારાગૃહમાં રહીને મળવાની નથી. કારણ કે રસેન્દ્રિયાદિક દોષો પોતાનો અમલ કરવા આવે છે, અને લોકપ્રથા ઓછી રાખતાં છતાં પણ તે વખતે કોણ જાણે ક્યાંથી આવીને વળગે છે. અને તેમાં પડતાં પહેલાં તો વિચાર થાય છે જોજે, પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, માથે મરણ છે, એમ ખૂબ યાદ રાખી વર્તજે, એમ વિચારી તે રસેંદ્રિયાદિક લોકપ્રથાના કાર્યમાં મળતી વખતે પ્રથમનો વિચાર મંદ થઇ જઇ, તે ભોગવતા પદાર્થમાં તાદાભ્યપણું થઇ જાય છે. અને તેથી તે ઉદાસીનતાનો ક્રમ જતો રહે છે. જ્યારે તે ક્રમ નથી હોતો તેવા વખતમાં તો લખવા વાંચવા કે વિચારવામાં તો સાવ પ્રેમ પણ આવતો નથી એમ મને બને છે.
હે દિલના દરિઆવ, ગુણના સાગર, આ રાંકનું ચિત્ત અને વૃત્તિ શાંત નહિ હોવાથી અને મન વિકલ્પમાં પ્રવૃત્તવાથી આપ પરમાર્થી પુરુષ પ્રત્યે પત્ર લખવાનો વિલંબ થાય છે. બાકી આપના તરફથી કોઇ પ્રતિબંધ ધારી લખવાનું બનતું નથી તેમ નથી. આપ દયાળુ અને અનાથના નાથ એવા જગદિશ્વર તરફથી પત્ર વાટે કે પ્રત્યક્ષપણે બોધ આપવામાં કાંઇ પણ ખામી રાખી નથી તેમ ગણું તો લાકડીના પ્રહારરૂપ શિક્ષા પણ મળી ચૂકી છે.
આપ પ્રભુજીને આ બાલક પ્રત્યે કાંઇ લખવાનું કે કહેવાની ઇચ્છા હોય તે ખુશીની સાથે આ બાલક યોગ્ય ફરમાવવા કૃપા કરશો. કાંઈ ઉપદેશરૂપ હશે તો આ દીનને અત્યંત આનંદની વાત છે. તેમ કાંઇ પ્રસંગ જેવું હોય તો તેમ કરવામાં આ લેખક તરફની અડચણ નથી. કારણ કે વેપારાદિકનો બહુજ ઓછો પરિચય છે, એટલે તે તરફની ઘણું કરીને અહોનિશ નિવૃત્તિ જ રહે છે, અને નિવૃત્તિરૂપ જ છે. કદાપિ બહુ અગત્ય હોય તો બાર મહિનામાં એક માસ જેટલું કામ હોય તે પણ નહીં જેવું એટલે વખત ફુરસદનો જ રહે છે. આ એક સહેજે જ લખી જણાવ્યું છે.
અહોનિશ નિવૃત્તિ મળવા છતાં આ અનાથની ચિત્તવૃત્તિ અશાંતપણે રહે છે. એ અત્યંત આ દુષ્ટને ધિક્કારવા યોગ્ય છે. તેનો વિચાર કરતા, મુખ્ય કારણ દેહની શાતા ભજવાનું લાગે છે, અને તેના લીધે બીજા દોષો પણ નજરે થઇ આવે છે.
સત્સંગી ભાઇઓ પણ હાલમાં તો ઉપાધિમાં પડ્યા છે, કે તે લાભ પણ લેવાતો નથી. ઘણું કરીને અત્રે લખવામાં કે વાંચવામાં પણ અપ્રેમપણે કાળ ચાલ્યો જાય છે.
એ બધા દોષો છેદવાને માટે આ સંસર્ગમાં વિશેષ પરિચય ફળીભૂત થાય છે. તેથી પણ સુગમમાં સુગમ તો આપ દયાળુ નાથના ચરણ સમીપમાં સહેજે પણ દોષો ટળી જાય છે, એમ મને તો નિઃશંક લાગે છે. કારણ કે આપ સર્વજ્ઞ પરમાત્મા પાસે રહેવાથી એ બધા દોષો એની મેળે જ ભાગી જાય છે. માટે હે દયાળુ નાથ!
૧૭