________________
O REVERSY સત્સંગ-સંજીવની SS SYS (9
શાંતિ રહ્યા કરતી હતી. પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઇપણ અપૂર્વ પદાર્થના વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો, તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સદ્ગ૨ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા હતા. જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તેજ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર, આત્મચિંતવન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન, વચન, કાયાના યોગ પણ આત્મવિચારમાં જ વર્યા કરે. એટલું જ મારી અયોગ્ય દષ્ટિથી સમજાય છે. વિશેષ સમજવા આપશ્રી સદ્ગુરુ દયાળુ દેવ પાસેથી ઇચ્છા રાખું છું. એમાં કોઇપણ રીતે મારાથી સ્વચ્છંદપણે લખાયું હોય તો પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું.
દશા વગર વિશેષ વાતચીતથી જે કંઇ પણ, અલ્પ પણ લાભ નથી થઇ શકતો જેથી જે સદાચરણાદિક, વૈરાગ્ય ઉપશમની સહજ દશાવાળા પુરુષથી પણ સામાને વિશેષ લાભ થઇ શકે છે, એ વાત લક્ષમાં રાખવા કલ્યાણમય દયા કરી છે. તે યથાતથ્ય છે. પ્રમાણ વચન છે. સત્ય કરી તે વચનને માથે ચઢાવું છું. . હાલમાં મારી ચિત્તવૃત્તિ સામાન્યપણે બાહ્ય પદાર્થોના વિષે વર્યા કરે છે, અને આત્મવિચારમાં અજાગૃતપણું રહ્યા કરે છે, જે માટે પરમ શોક થાય છે. જે દશા લાવવા પરમ આનંદકારી લાભ પ્રાપ્ત થાય એવા શ્રી કલ્પદ્રુમની છાયા નીચે આપ પરમાત્માશ્રીની છાયા નીચે રહેવાની હાલ વિશેષ વિશેષ ઇચ્છા રહ્યા કરે છે. તે આપ સદ્ગુરુદેવની કૃપાનુસાર દયા થયે પરમ લાભ પ્રાપ્ત થશે.
ના કોઇપણ પ્રકારે અવ્યવસ્થિત ચિત્તના કારણે કોઇપણ પ્રકારે મારાથી લખાણ દોષ થયો હોય, તેમ અવિનય, અસત્કારાદિ દોષ, મારાથી ત્રિકરણયોગે કે આત્મધ્યવસાયથી થયો હોય તો વારંવાર મસ્તક નમાવી ત્રિકરણયોગથી સાષ્ટાંગ દંડવત્ કરી પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું. મારા
...પરમ કૃપાથી ભરેલો, પરમ કલ્યાણકારી પત્ર (વ. ૭૪૨) પ્રાપ્ત થયો છે. વાંચી પરમ મંગળકારી, કલ્યાણકારી આનંદ થયો છે. સંસ્કૃત અભ્યાસ કરવાની પરમકૃપા થવાથી અભ્યાસ ચાલુ રાખ્યો છે. વિશેષ અઘરું હોવાથી વખતે કંટાળો આવી જાય છે. પણ આપ પરમકૃપાળુ દેવની પરમ કૃપાનુગ્રહથી મારી ઇચ્છા પાર પડશે. પત્ર લખતાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું.
પરમકૃપાળુ, કૃપાનાથ, દેવાધિદેવ, સ્વામીશ્રીને ત્રિકરણ ત્રિકાળ નમસ્કાર
શ્રી ત્રિભોવનના સિરનામાથી પરમકૃપાવંત પત્ર (વ. ૭૪૪) પ્રાપ્ત થયો હતો. વાંચી પરમ કલ્યાણકારી આનંદ પ્રાપ્ત થયો છે.
અત્રે શ્રી ધોરીભાઇ શુક્રવારે પધાર્યા છે. સમાગમ યોગ ચાલે છે. સવારના સંસ્કૃત અભ્યાસ ચાલે છે. બપોરના ૧ થી ૨ કલાક સુધીનો વખત બધા મુમુક્ષુઓના સમાગમમાં કર્મગ્રંથ વાંચવાનું ચાલે છે. રાતના સમાગમમાં તે વાત વિગેરે ચર્ચાય છે. તે સહજ જાણવા લખ્યું છે. શ્રી લલ્લુભાઇ પાટીદાર તથા શ્રી હરજીવનદાસ મુમુક્ષુઓ રાત્રીના સમાગમમાં મળે છે. તેમણે સવિનય વિશેષે કરીને નમસ્કાર લખવાનું જણાવવાથી તેમના વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
અત્રે બાકીના વખતમાંથી કેટલોક વખત ધોરીભાઇના સમાગમમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિચારવાનું ચાલે છે.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિ સમય નમસ્કાર પ્રાપ્ત થાય.
૩૪