________________
O GR
8 સત્સંગ-સંજીવની )
કૃપા કરી આ અનાથને આપના ચરણ સમીપની સેવા પ્રત્યે રાખવા આ દીનને દયાની ખાતર કૃપા કરો. અને તેમ કરવામાં હજુ વિલંબ હોય ત્યાં સુધી આપની ઇચ્છા આવે તેવી રીતે વર્તવા આ બાળકને જણાવો કે તેમાં ઉદ્યમવંત થાય.
ચિત્તની અશાંતિપણે અને અનેક દોષોથી ભરેલ લખાયેલો આ પત્ર, તેમ અનંત અવગુણોથી ભરપૂર એવો આ દુષ્ટ લખનાર તેના દોષ તરફ નજર ન કરતા આપની દયાને ખાતર, એક રહેમની ખાતર જેમ આ બાળક પ્રાણીની, દેહની પ્રિયતા ઘટે, રસગારવાદિ દોષો મોળા પડે અને ચિત્તવૃત્તિ શાંત થઇ, સદા એકતારપણે, આપની પરમ પ્રેમ ભક્તિમાં જલદીથી જોડાય એવો ક્રમ, ઉદ્યમ કે પુરૂષાર્થ કરવા આ દીનને અનંત દયાની ખાતરી જણાવવા અનંત કૃપાવંત થશો. | હે કૃપાનિધિ, આપનો કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અપરાધ કે અભક્તિ કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવસાયથી કોઇપણ પ્રકારે થઇ હોય તો પુનઃ પુનઃ ક્ષમાવું છું. નમસ્કાર કરી ક્ષમાવું છું. મસ્તક નમાવી ક્ષમાવું છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
એજ અધમાધમ મૂઢના વારંવાર નમસ્કાર. (જવાબ વ. ૫૮૪)
પત્ર-૮
ખંભાત - વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૫૧ સત્ય પરમાત્મા શ્રી – ત્રિકાળ નમસ્કાર પરમકૃપાળુ પરમદયાળુ સર્વજ્ઞ પ્રભુ શ્રી,
હે દીનદયાળ, દીનાનાથ, આપ પરમકૃપાળુ સત્ પ્રભુશ્રીએ અનંત અનંત દયા કરી આપની પવિત્ર મૂર્તિના દેદાર કરાવવા આ અનાથ પ્રાણી પ્રત્યે અનંત કૃપા કરીને જણાવ્યું તે અત્યુત્તમ મંગળદાયક વાત છે. આ લેખકના ચિત્તમાં હાલ એમ નહોતું કે આપના પવિત્ર દર્શનનો લાભ હમણાં થાય. છતાં અણચિંતવ્યો લાભ મળવા આ અનાથ પ્રત્યે અનંત ઘણી દયા કરી છે.
આપ પરમાત્માશ્રીએ વૈશાખ વદમાં અથવા તે પછી તુરતમાં નિવૃત્તિ લેવા અર્થાત્ આ બાળકોને સમાગમ કરાવવા જણાવ્યું છે તો આપની ઇચ્છાનુસાર કરવા આ બાળક અત્યંત રાજી છે. આપની ઇચ્છા તે પહેલાં કદાપિ નિવૃત્તિ લેવાની હશે, તો તેમ કરવા આપની ઇચ્છાનુસાર જણાવવા દયા કરશો. - આ અત્યુત્તમ મંગળદાયક લાભ મળવાની રાહ જોઉં છું. અને આપ જણાવવાની કૃપા કરો તે વખતે આપના સમીપમાં આવવા તૈયાર છું. લિ. અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી.
પત્ર-૯
ખંભાત - ભાસૂદ સુદ ૬, સોમ, ૧૯૫૧ સેવ ભત્તે સેવ ભત્તે તમે સત્ય છો. હે પૂજ્ય, તમે સત્ય છો. તમને ક્ષમાવું છું. અત્યંત નમ્રપણે નમસ્કાર કરું છું.
- ૧૮