________________
સત્સંગ-સંજીવની
सद्गुरु दयाळ
વસંતતીલીકા છંદ – શ્લોક
सर्वस्य आप्तस्य दयार्द्रह्दयमस्ति एकान्तति जगति यस्य कीर्तिः जायन्ते । सिध्यसि को, मे सद्गुरु राज्ञशशी नामाभिः पाणिभ्यां तुभ्यं महमहरहो नमामि ॥
38
55
પત્ર-૬
ખંભાત - અષાઢ વદ ૪, સોમ, ૧૯૫૦
સર્વનું હિત ઇચ્છનાર અને દયાથી પીગળેલું હૈયું છે જેનું, અને એક સરખી રીતે જગતમાં સંપૂર્ણત્વ યશ ફેલાયેલ છે જેનો, તે કોણ ? મારા સદ્ગુરુ રાજચંદ્રજી એવા નામે છે. હે ગુરૂ, બે હાથ જોડી હું આપને નમસ્કાર કરૂં છું.
ભો ભગવંત !
‘નિરાધાર કેમ મૂકી, શ્યામ મુને નિરાધાર કેમ મૂકી’ ?
આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરના દિવસ કેમ જશે. સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઇચ્છા રાખ્યા કરે છે.
આ સાથે મુની દેવકરણજીએ લખેલો પત્ર બીડ્યો છે. કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે કોઇ પણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયાથી કે આત્માના કોઇ અધ્યવસાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવાની દયા થશે તો પરમ મંગલકારી આનંદ થશે.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર (જવાબ વ. ૫૧૫)
પત્ર-૭
ખંભાત – ચૈત્ર વદ ૭, બુધ, ૧૯૫૧
સત્ પરમાત્મા શ્રી - ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાવંત, પરમ દયાવંત, અનંત કરૂણાસાગર, અનાથના નાથ, અશરણના શરણ, પ૨મ જ્યોર્તિમય, પરમ પુરુષોત્તમ સર્વજ્ઞ પરમાત્માશ્રીજી.
૧૬
આપના પવિત્ર કર-કમળનો લખેલો એક પવિત્ર(વ.૫૮૦) પત્ર મળ્યો, વાંચી આનંદ સાથે દર્શન તુલ્ય લાભ લીધો. એવીજ રીતે કૃપા કરી બાલક પ્રત્યે સંભાળ લેવા દયા કરશોજી.
હે નાથ ! આ અનાથ કેટલા દિવસો થયાં કેટલાંક પત્રો લખીને મૂકે છે પણ તે બીડવાની ઇચ્છા થતી નથી. કારણ કે શું લખવું ? તે કંઇ સૂઝતું નથી. તેમ આપના પવિત્ર અગાધ ઉપદેશ આગળ કંઇ પૂછવા યોગ્ય પણ રહ્યું નથી. જે છે તે માત્ર કરવા ઉપર રહ્યું છે. ત્યાં અનંત ઘણી મારી પોતાની ભૂલ ને અન્યને શું કહું ?