________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ૧ ૯
૧૮
( રૂ૭ )
૧૪ ૧૫ ૧૬ किं न क्लेशकरः परिग्रहनदीपूरः प्रवृद्धि गतः ॥४१॥
અર્થ-જેમ વૃદ્ધિ પામેલું નદીનું પૂર નિર્મળ જળને મલીન કરે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ મૂર્ણ મનુષ્યના ચિત્તને મલીન કરે છે. જેમ વૃદ્ધિ પામેલું નદીનું પૂર કાંઠે રહેલા વૃક્ષને ઉખેડી નાખે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ ધર્મરૂપી વૃક્ષનું ઉમૂલન કરે છે. જેમાં વૃદ્ધિ પામેલું નદીનું પૂર કમલિનીએને પીડા કરે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ નીતિ, દયા અને ક્ષમારૂપ કમલિનીને પીડા કરે છે. જેમ વૃદ્ધિ પામેલું નદીનું પૂર સમુદ્રને વૃદ્ધિ પમાડે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ લેભરૂપી સમુદ્રને વૃદ્ધિ પમાડે છે. જેમ વૃદ્ધિ પામેલું નદીનું પૂર કાંઠાઓને તેડી નાંખે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ ધર્મરૂપ મર્યાદાને તટરૂપ ચારિત્રને ઉખેડી નાખે છે. તેમજ વૃદ્ધિ પામેલું નદીનું પૂર જેમ હસેને ઉડાડી મૂકે છે, તેમ વૃદ્ધિ પામેલું પરિગ્રહરૂપી નદીનું પૂર પણ શુભ મનરૂપી હંસને ઉડાડી મૂકે છે. એવું જે નવવિધ પરિગ્રહરૂપી નદીનું પૂર, તે વૃદ્ધિ પામે છતે શું કલેશકારી નથી ? અર્થાત્ છે જ.
૧. ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, ફ, સેનું ત્રાંબુ, પીતળ, દીપદ અને ચપ૬.
For Private And Personal Use Only