________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦ ) चित्तं रागादिभिः क्लिष्टं, अलीकवचनैर्मुखम् ।। जीवघातादिभिः काय,-स्तस्य गंगा पराङखी ॥१३०
અર્થ:-જેનું ચિત્ત રાગાદિ દોષોથી ક્લિષ્ટ થએલું છે, તેમજ જેનું મુખ અસત્ય ભાષણથી અપવિત્ર થએલું છે, તથા જેની કાયા જીવહિંસા કરવાથી અપવિત્ર થએલી છે, તેવા માણસથી ગંગા સદા ઉલટા મુખવાળી રહે છે. चित्तं शमादिभिः शुद्धं, वदनं सत्यभाषणैः ।
૧૨ ૯ ૧૦ ૧૧ ૮ ब्रह्मचर्यादिभिः कायः, शुद्धो गंगांविनापि सः॥१३१
અર્થ:-જેનું ચિત્ત સમતા આદિ સદ્ગણેથી અતિ પવિત્ર બનેલું છે, તેમજ જેનું મુખ સત્ય વાણીવડે શુદ્ધ થએલું છે, તથા જેનું શરીર બ્રહ્મચર્યાદિ વ્રતથી પવિત્ર થએલું છે, તે માણસ ગંગા વિના પણ અતિ નિર્મળ થાય છે. અર્થાત્ સદાના માટે તે પવિત્રજ છે. जंगम स्थावरं चैव, द्विविध तीर्थमुच्यते । - ૯ ૮ ૧૦ ૧૩ जंगमं ऋषयस्तीर्थ, स्थावरं तनिषेवितम् ॥१३२॥
અર્થ-જંગમ અને સ્થાવર એમ બે પ્રકારનું તીર્થ કહેવાય છે, તેમાં ત્રાષિમહાત્માએ જંગમતીર્થ છે, અને તેમનું સેવેલું તે સ્થાવરતીર્થ ગણાય છે.
For Private And Personal Use Only