________________
વિક્રમાર્ક પ્રબંધ ભાગ્યો. આ મકાનની બાબતમાં જેશીઓને તથા મેટા મીસ્ત્રીઓને વખતે વખત મહાદાનોથી મેં જે સત્કાર કર્યો તે મને નકામે દંડ થયો એમ મને લાગે છે. હવે આ બાબતમાં મહારાજ જે કહે તે સાચું (તેમ હું કરું.)
આ વાતને સારી રીતે વિચાર કરીને તેણે કહેલા ત્રણ લાખ કે તે ધવલસૃહની કિંમતના, તેને આપી દઈને સાંજના આમ દરબાર ૭ (સર્વાવસર-દીવાન-ઈ-આમ) પછી પોતે ખરીદી લીધેલા તે મહેલમાં જઈને શ્રી વિક્રમ ની રાતે સુઈ ગયા. અને જ્યારે “પડું છું' એમ વાણું સાંભળી ત્યારે પોતે અસાધારણ સાહસિક હોવાથી તરત પડ’ એમ કહેતાં જ પાસે પડેલા સુવર્ણ પુરૂષને પ્રાપ્ત કર્યો.
આ પ્રમાણે (વિક્રમને) સુવર્ણ પુરૂષની સિદ્ધિ થઈ.૧૮
૪ વળી એક વખત એક દરિદ્ર માણસ પિતાને હાથે લેઢાની દુબળી દરિદ્રતાની પુતળી બનાવીને દ્વારપાળની રજાથી અંદર આવીને રાજાને કહેવા લાગ્યું. “મહારાજ, આપ જેના ધણી છે એવી આ ઉજજયની નગરીમાં બધી વસ્તુઓ તરત જ વેચાઈ જાય છે તથા ખરીદાઈ જાય છે. એવી ખ્યાતિ સાંભળીને, અહીંના ચોરાશી ૧૯ ચૌટામાં વેચવા માટે આ દરિ
૧૬ આ રીતે દ્રવ્યસૂચક જે આંકડા આવે છે તે કમ્પસૂચક હોવા જોઈએ. કારણકે આજ ગ્રન્થમાં આગળ દીનાર અને દ્રગ્સ શબ્દ વપરાયા છે (જુઓ મૂળ પૃ ૮ તથા ૧૬ વગેરે) આ દ્રશ્ન છે કે સીક્કા માટે મૂળ ગ્રીક (Drachmae) ઉપરથી નીકળેલ સામાન્ય શબ્દ છે. પણ ગુજરાતમાં દ્રમ્ નામથી ઍલુકયા સમયમાં વપરાતા સીકાની કિંમત શું હશે એ પ્રશ્ન જરા વિકટ છે. આગળ જ્યાં દ્રશ્ન શબ્દ મૂળમાં આવે છે ત્યાં એની ચર્ચા કરી છે,
- ૧૭ સાંધ્ય સર્વાવસર શબ્દને રા. દી. શાસ્ત્રીએ તે “ સંધ્યાકાળ પછીનું સઘળું કૃત્ય કરીને ” એ પ્રમાણે અર્થ કર્યો છે પણ ટેનીએ અંગ્રેજી ભાષાંતરમાં આ પુસ્તકમાં વપરાયેલા સર્વાવસર શબ્દને અર્થ ઉર્દુ દીવાન-ઈ-આમ અથવા દરબાર-ઈ-આમ જે છે એમ તર્ક કર્યો છે (જુઓ અંગ્રેજી ભાષાંતર પૃ. ૮ ટિ. ૨) તે યથાર્થ લાગે છે.
૧૮ આ સુવર્ણ પુરૂષ સિદ્ધિની કલ્પના જૂના વખતમાં બહુ લોકપ્રિય હતી. વલ્લભીના રંકને આ સિદ્ધિ મળ્યાનું આ પુસ્તકમાં આગળ કહ્યું છે (જુઓ પ્રકાશ પાંચમો). શ્રીવિક્રમને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિની આ કથા જૈન સિંહાસન શ્રાવિંશિકામાં પણ મળે છે. બીજો પુસ્તકમાં શ્રી વિક્રમને સુવર્ણ પુરૂષની સિદ્ધિ બીજી રીતે કહી છે. પ્રબંધકોષમાં પણ શ્રી વિક્રમને સુવર્ણ પુરૂષની સિદ્ધિ પ્રાપ્ત હેવાનું કહ્યું છે.
૧૯ કોઈ પણ મોટું શહેર રાશી ઍટાવાળું જ કહેવાવું જોઈએ એમ આ કથા સાહિત્યની પ્રથા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org