________________
ભોજ અને ભીમના પ્રબંધે
૧૨૩ આ પ્રમાણે યુક્તિયુક્ત વાક્યથી તેના ગર્વને દૂર કર્યો. ૨૦ સિદ્ધરાજ સમુદ્રને કાંઠે ઉભા હતા ત્યાં એક ચારણે કહ્યું –
(૧૧) હે સ્વામી! તમારા મનને કોણ જાણી શકે છે? તમે ચક્રવર્તી પદ તે મેળવ્યું છે. હવે, હે કર્ણના પુત્ર, લંકાના ફળને લેવાનો માર્ગ શોધે છે કે શું?
આ રીતે સિદ્ધરાજની સ્તુતિ થતી હતી.
૨૧ આ રીતે રાજા સિદ્ધરાજ ) યાત્રામાં હતા, (પાટણમાં નહેતા) એ વખતે અવકાશ શોધતા માળવાના રાજા યશોવર્માએ ગુજરાત પ્રદેશમાં ઉપદ્રવ કરવા માંડે. ત્યારે સાન્ત મન્સીએ “તમે શી રીતે પાછા વળો ?” એમ પૂછયું, અને તે રાજાએ જવાબ આપ્યો કે “તમે જે તમારા રાજાની જાત્રાનું પુણ્ય મને આપો તે હું પાછું વળી જાઉં;” એટલે મંત્રીએ તે રાજાના પગ ધોઈ તેનું પુણ્ય આપવાના ચિહ્નરૂપે હાથમાં પાણી મુકયું અને આ રીતે (માળવાના) રાજાને પાછો વાળ્યો. પછી સિદ્ધરાજે જ્યારે આ વૃત્તાન્ત જા ત્યારે તેને મંત્રી ઉપર ક્રોધ ચડે. પણ તે મંત્રીએ “હે સ્વામી, જે મારા આપવાથી તમારું પુણ્ય ચાલ્યું જતું હોય, તે તેનું અથવા બીજા પુણ્યશાળીઓનું પણ પુણ્ય મેં તમને આપ્યું જ છે, (એમ સમજજે.) ગમે તે ઉપાયથી શત્રના સૈન્યને, પિતાના દેશમાં આવતું અટકાવવું જ જોઈએ.” આમ કહીને રાજાના મનનું સમાધાન કર્યું.
- ૨૨ પછી માળવાના રાજા ઉપરના ક્રોધના વેગમાંજ માળવા ઉપર ચડી જવા ઈચ્છતા સિદ્ધરાજે સચિવોને તથા કારીગરોને સહસ્ત્રલિંગ સરોવરરૂપી ધર્મસ્થાન બાંધવાના કામની સૂચનાઓ આપી. અને એ કામ એકદમ થવા માંડયું એટલે રાજાએ પ્રયાણ કર્યું. ત્યાં બાર વર્ષની લડાઈ થઈ તેમાં સિદ્ધરાજનો જય થયો પણ માળવાની રાજધાની હાથ આવી નહિ એટલે સિદ્ધરાજે એક દિવસ પ્રતિજ્ઞા કરી કે “આજે ધારા પયા પછી ભેજન લઈશ,” પણ સચિવોએ, પાયદળ લશ્કરે તથા પાંચ પરમાર રજપુતોએ પ્રાણ આપ્યા છતાં પણ સાંજ સુધીમાં રાજાની પ્રતિજ્ઞા
૩૬ મયણલ્લ દેવી સાથે સિદ્ધરાજ પણ જાત્રા કરવા ગયેલા એમ આ પ્રસં. ગના વર્ણનથી જણાય છે.
૩૭ સિદ્ધરાજ યાત્રામાં હતા ત્યારે ગુજરાત ઉપર ચડી આવનાર માળવાને રાજા યશોવર્મા નહિ પણ નરવર્મા હેવો જોઈએ. કારણ કે વિ. સં. ૧૧૯૦ સુધી નરવર્મા માળવાની ગાદી ઉપર હતા (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ ભાગ પહેલો ૫. ૧૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org