________________
૧૭૦.
પ્રબંધ ચિંતામણી ૭ આ પછી કૃતિમાં શિરોમણિ એવા સોલંકી રાજાએ આલિંગ ૧ નામના કુંભારને સાતસે ગામનું વિચિત્ર ચિત્તોડનું પરગણું આપ્યું. પણ તેના કુળના લોકે પિતાના કુળથી શરમાય છે અને હજી સુધી “સગા” એમ કહેવાય છે. જેઓએ કાપેલાં કાંટાનાં ઝાડમાં રાખીને રાજાની રક્ષા કરી હતી તેઓને પિતાના અંગ રક્ષક તરીકે રાખ્યા.
હવે સોલાક નામના એક ગયાએ એક પ્રસંગે પિતાની ગાવાની કળાથી રાજાને ખુશી કરી, તેની પાસેથી ૧૧૬ કમ્મ મેળવ્યા હતા,૧૨ પણ તેણે તેમાંથી મિષ્ટાન્ન ભેજન કર્યું તથા બાળકોને (પ્રસાદ વહેંચી ) ખુશી કર્યો. આ ગવૈયાને રાજાએ ક્રોધ કરીને રજા આપી. પછી તે પરદેશ ગયો. અને ત્યાં (કોઈ) રાજાને પિતાના ગાયનથી ખુશી કરી તેની પાસેથી બે હાથી ઇનામ તરીકે મેળવ્યા અને પાટણ ) લઈ આવી એ હાથીઓ સોલંકી રાજાને ભેટ કર્યા એટલે તેણે તેને પાછો રાખ્યો. પછી એક વખત કાઈક પરદેશી ગવૈયો “ હે લુંટાઈ ગયે, લુંટાઈ ગયે ” એમ તાણીને બુમ પાડતે આવ્યો. ત્યારે રાજાએ “ કાણુ લુંટી ગયું ? એમ પૂછ્યું, એટલે તેણે જવાબ આપ્યો કે “મારાં ગીતની ખુબીથી એક હરણ પાસે આવીને ઉભું, એટલે મેં એના ગળામાં, રમત ખાતર, સોનાની માળા નાખી, પણ ત્યાં સિંહથી ડરીને એ હરણ ભાગી ગયું; આ રીતે હું લુંટાઈ ગયે છું.” પછી રાજાએ તે સોલાક નામના પિતાના શ્રેષ્ઠ ગવૈયાને આજ્ઞા કરી અને તેણે જંગલમાં ફરતાં ફરતાં પિતાની સરસ ગાયન કળાની આકર્ષણ વિદ્યાથી જેના ગળામાં સેનાની સાંકળી છે એવા હરણને શહેરમાં લઈ આવીને રાજાને બતાવ્યું. પછી તેની કળાની કુશળસં. ક. કે. વ. વિ. સુ. કી. ક, મેહપરાજય વગેરે અનેક ગ્રન્થોમાં એને ઉલ્લેખ મળે છે. પણ ચિત્તોડના કિલ્લાને કુમારપાલનો પિતાને લેખ એ વર્ણનોની કસોટી તરીકે ઉપયોગી છે અને એ જોતાં મેરૂતુંગે ઉપર આપેલું વર્ણન મેટે ભાગે કલ્પિત લાગે છે. અલબત્ત આ લડાઈ કુમારપાલ ગાદીએ બેઠા પછી તરતમાં થઈ હોય એમ એ તથા બીજા ઉત્કીર્ણ લેખેથી જણાય છે ખરું.
૧૧ પહેલાં જે આલિંગને મુખ્ય પ્રધાન બનાવ્યો એમ કહ્યું છે તે આ કે જુદે? અને ૩૨ માં પ્રબ ધવાળે આલિંગ તે કેણ?
૧૨ કુમારપાલે ખુશી થઈને માત્ર ૧૧૬ કમ્મજ આયા, એ તેનું ૩૨ મા પ્રબંધમાં કહેલું કૃપણુપણું દેખાડે છે. ટેનીએ આ નેપ્યું છે, પછી ગવૈયાએ એ એકસો સેળ દ્રશ્ન ઉડાડી નાખ્યા માટે રાજાએ તેને કાઢી મુક એમ તેનીએ અર્થ કર્યો છે, પણ મૂળમાંથી એ અર્થ કાઢવાની જરૂર મને નથી લાગતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org