________________
પરચુરણ પ્રબંધ
૨૨૯
(૨) હે સુન્દરિ, તું છે તે કહે, તું દેવી જેવી છે, છતાં કેમ રૂએ છે? ગવન હું વલભીપુરનો વિનાશ સ્પષ્ટ દેખું છું. તમારા સાધુઓને ભિક્ષામાં મળેલું પાણું લેતીરૂપ થઈ જશે, પણ જ્યાં એ લોહી પાછું પાણી થાય ત્યાં મુનિઓએ સ્થિર થઈને રહેવું.
આ રીતે ઉત્પાત થવા લાગ્યા, મ્લેચ્છનું લશ્કર શહેરના પાદરમાં આવી પહોંચ્યું, દેશના નાશના કલંકની કાળી ટીલી જેને માથે ચોટી છે એવા રેકે સેનાની લાંચ આપીને પચશબદ વગાડનારાઓને ફેડી નાખ્યા હતા. એટલે શિલાદિત્ય રાજા જેવો ઘોડા ઉપર ચડવા તૈયાર થયો તે જ એ લોકોએ પિતાનાં વાઘોને એવો કઠોર અવાજ કરી મુક્યો કે તેને ઘોડે ગરૂડ પેઠે આકાશમાં ઉડી ગયો. અને એમ થતાં શું કરવું એ જેને સુઝતું નહતું એવા શિલાદિત્યને તેઓએ મારી નાખે.
અને પછી તેઓએ રમતમાં વલભીનો નાશ કર્યો.૯ (૩) વિક્રમનાં ૩૭૫ વર્ષ ગયાં ત્યારે વલભીને નાશ થયો. ૧૦
૮ પંચ શબ્દ એટલે પાંચ જાતનાં વાજાઓ. “ પંચ શબ્દ " સમfધતિ ઉઝમારા એ રીતે ઉત્કીર્ણ લેખોમાં પણ પુષ્કળ વપરાયેલો જોવામાં આવે છે. પુરાતણ પાઠકે પાંચ શબ્દમાં ઈંગ ( શીગડું – horn ), તતમ્, શંખ, ભેરી અને જયઘંટા, એ પાંચ ગણાવેલ છે. (જુઓ Indian Antiguary Vol. XII P. 96 ) જ્યારે ગ્રાઉઝેએ તંત્રી, તાલ, ઝંઝ, નગારું, અને શરણાઈ જેવું પાંચમું વાઘ. ( જુઓ 1. A. Vol V p. 354 ). વળી નીચેના શ્લોકમાં પંચ શબ્દ નીચે પ્રમાણે ગણાવેલ છે –
आहत अनाहतं दण्डकाराहतं वाताहतं कांसलादि कंठयं पटहादिकं वीणाવિ રમેરિ પરીમિદં કૃતમ || ( સાધુ કીર્તિની શેષ સંગ્રહ નામ માલા ૨ – ૧૪૧ –ટેની પૃ. ૨૧૪)
૯ અબીરૂની કહે છે (સચાઉનું ભાષાંતર ગ્રંથ ૧ પૃ. ૧૯૨ – ૧૯૩) કે કે પિતાના પિસાથી ખરીદેલું એક શહેર (વલભી) વલભીના રાજાએ પાછું ખરીદી લેવા ઈચછા કરી, કે ના પાડી પણ રાજાના ક્રોધથી ડરીને તે રંક અલમસૂરના રાજા પાસે ગયો. તેને પુષ્કળ નાણાંની ભેટ કરી, અને દરઆઈ લશ્કર વડે મદદ કરવાની તેની પાસે માગણી કરી. અલમસૂર રાજાએ તેની માગણી સ્વીકારી અને મદદ કરી. એટલે તેણે રાતમાં વલભીના રાજા ઉપર હુમલો કર્યો તેને મારી નાખ્યો અને તેની બધી વસ્તીને તથા ગામને નાશ કર્યો.
૧૦ ઉપર પ્ર. ચિ.માં તારિખ આપી છે તેથી જુદી જાતની અને ઐતિહાસિક પુરાવાને વધારે અનુરૂ૫ તારિખ જિનપ્રભ સૂરિના તીર્થ કલ્પમાં આપી છે. (જુઓ મૂળ પૃ. ૧૭૮ ટિઝ) ઉપરની તારિખ વલભી સંવતને વિ સ. ૩૭૫ માં આરંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org