________________
પરચુરણ પ્રબંધ
૨૫૩ ૨૧ એક વખત એવું બન્યું કે) ટંક નામના પર્વત ઉપર રણસિંહ નામના રાજપુતને ભૂપલ નામની એક પુત્રી થઈ, તેનામાં સુંદરતા નાગલોકની કન્યાઓ કરતાં પણ વધારે હતી. આ કન્યાને જોઈને તેના ઉપર અનુરાગ થવાથી વાસુકીએ તેને ઉપભોગ કરવા માંડયો. એમાંથી તેને નાગાર્જુન નામને પુત્ર થયા. પુત્રના સ્નેહથી જેનું મન મેહિત થયું છે એવા પાતાલના રક્ષક વાસુકીએ તે પુત્રને સર્વ ઔષધિઓનાં ફળ, મૂળ અને પાન ખવરાવ્યાં અને આ ઔષધિઓના પ્રભાવથી તેને મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તે સિદ્ધપુરૂષરૂપે પૃથ્વી ઉપર ફરવા લાગે. જોકે તે શાતવાહન રાજાને કળાઓ શીખવનાર ગુરૂ હતો અને તેણે મોટી પ્રતિષ્ઠા મેળવી હતી, છતાં આકાશમાં ઉડવાની વિદ્યા મેળવવા માટે તેણે પાદલિપ્તપુર (પાલીતાણુ)માં પાદલિપ્તાચાર્યની સેવા કરવા માંડી. હવે જમવા ટાણે પગમાં લેપ કરીને આકાશમાં ઉડી અષ્ટાપદ વગેરે તીર્થોમાં નમસ્કાર કરી આવી પિતાને સ્થાને આવેલા શ્રી પાદલિપ્તાચાર્યના પગ જોઈને, અભિમાનથી જેની બુદ્ધિ ઉશૃંખલ થઇ ગઈ છે એવા નાગાજુને સ્વાદ, રંગ, ગંધ વગેરે દ્વારા તે લેપમાં પડેલાં એક સાત ઔષધે ઓળખી કાઢ્યાં અને પછી ગુરૂની અવગણના કરીને તે લેપ પિતાને પગે લગાડી ઉડવા જતાં મોર અને કૂકડાપેઠે થોડું ઉડી ખાઈમાં પડી ગયો અને પડવાથી શરીરમાં અનેક ઠેકાણે વાગવાથી તેના શરીરને જર્જરિત થયેલું જોઈને ગુરૂએ પૂછ્યું કે “આ શું?’ એટલે જે બન્યું હતું તે બધું કહ્યું, ત્યારે તેની કુશળતાથી મનમાં ચકિત થયેલા ગુરૂએ તેના માથા ઉપર હાથ મુકીને કહ્યું કે “સાઠીચેખાના પાણીથી તે ઔષધોને ભીંજવી તેનો પગે લેપ કરવાથી તું આકાશમાં ફરી શકીશ.” આ રીતે શ્રી પાદલિપ્તાચાર્યની કૃપાથી એક સિદ્ધિ મેળવી, પણ એમનાજ મેઢાથી ભદ્રબાહ મહાવીર પછી ૧૭૦ વર્ષે ૭૬ વર્ષની ઉમ્મરે દેવગત થયા છે એમ મનાય છે (જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ પૃ. ૬૬૫). અર્થાત્ તેઓ વિ. સં. પૂર્વે ૩૦૦ વર્ષ ઉપર થઈ ગયા. રાજા નન્દના વખતમાં મેરૂતુંગે વરાહમિહિરને મુક્યા છે તે એમને ભદ્રબાહુના સમકાલીન ગણીને પણ જોતિષી તરીકે પ્રસિદ્ધ વરાહમિહિર વિ. સં. ૫૬૨ ની આસપાસમાં થઈ ગયા છે એ એમના ગ્રંથી ચેકસ ઠરે છે ( જુઓ શંકર બાલકૃષ્ણ દીક્ષિતનું ભારતીય જતિક શાસ્ત્ર, ઈ. સ. ૧૮૯૬ પૃ. ૨૧૨ ) એ વરાહમિહિર આદિત્યદાસના પુત્ર હતા, તેને સૂર્યને વર મળ્યું હતું, અને પોતે અવંતીના રહેવાસી હતા (મેરૂતુંગ કહે છે તેમ પાટલીપુત્રના નહિ) એમ તેઓએ હજજાતકના ઉપસંહારાધ્યાયમાં કહ્યું છે. એમણે જ્યાતિષની ત્રણે શાખા સંબંધી ગ્રંથ લખ્યા છે. આ મહાન જ્યોતિષીને બહસંહિતા નામનો ગ્રંથ પ્રખ્યાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org