Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 275
________________ . ૨૫૪ પ્રાધ (ચ'તામણી શ્રી પાર્શ્વનાથની આગળ, સ્ત્રીનાં સર્વ લક્ષણાથી યુક્ત પતિવ્રતા સ્ત્રી પાસે મર્દન કરાવી સિદ્ધ કરેલા રસ કૅાર્ટિલેધી થાય છે એમ સાંભળ્યું, હવે ત્રિકાળજ્ઞાની શ્રી નેમીનાથના મેાઢાથી અતિશય મહિમા સાંભળીને જૂના કાળમાં સમુદ્રવિજય નામના યાદવે પાર્શ્વનાથની જે રત્નમય પ્રતિમા કરાવી હતી અને દ્વારકાના મંદિરમાં પધરાવી હતી અને દ્વારકા મળી ગયા પછી સમુદ્રમાં ડુબી જતાં જે પ્રતિમા સમુદ્રમાંજ જ પડી રહી હતી, પછી કાન્તી શહેરના ધનપતિ નામના વહાણવટીનું વહાણુ દેવના મહિમાથી ( એ સ્થળે ) અટકી જતાં આકાશવાણીથી ‘અહીં જિનપ્રતિમા છે' એવું જાણીને ખારવાઓને સમુદ્રમાં ઉતારી, સાત કાચા તાંતણાથી એ પ્રતિમાને બાંધી મ્હાર કાઢી, આ અણુચિતવ્યા લાભ થતાં પેાતાના શહેરમાં મંદિર બંધાવી તે મૂર્તિને ધનપતિ રોડે ત્યાં પધરાવી. આ સર્વોત્કૃષ્ટ પ્રતિમાનું પેાતાના રસની સિદ્ધિ માટે અપહરણ કરી તેને સેઢી નદીને કાંઠે સ્થાપી તેની આગળ રસ સિદ્ધ કરવા માટે શ્રીશાતવાહનની ચન્દ્રલેખા નામની રાણીને સિદ્ધ ન્યન્તરની મદદથી હમેશાં ત્યાં લઇ આવી તેની પાસે રસનું મર્દન કરાવવા માંડયું. આ રીતે વારંવાર ત્યાં આવવા જવાનું થતાં રાણીએ નાગાર્જુનને ભાઇ જેવા ગણીને આ ઔષધિઓને પોતાની પાસે મર્દન કરાવવાનું કારણ પૂછ્યું. અને તેણે પણ કાર્ટિલેધી રસ તૈયાર કરવાની પેાતાની કલ્પનાની બધી વાત કહી. વળી તેને ન વર્ણવી શકાય એવા સત્કાર કરીને તેના તરફ અસાધારણ સૌજન્ય નાગાજી ન બતાવતા હતા. હવે એક વખતે તે રાણીએ પેાતાના પુત્રાને આ વાત કહી એટલે તે રસના લાલચુપુત્રા રાજ્ય છેોડીને નાગાર્જુન જ્યાં રહેતા હતા ત્યાં પામ્યા અને કપટથી છુપાવેષમાં રહીને તે રસ લેવાની દચ્છાથી જ્યાં નાગાર્જુન જમતા ત્યાં તેની રસાઇ કરનારીને પૈસા આપીને ખુશી કરી રસની વાત પૂછવા માંડી અને રસાઈ કરનારીએ એ વાત જાણવાની ઈચ્છાથી નાગાર્જુન માટે ખારી રસેાઈ કરવા માંડી, આ રીતે છ મહીના વીતી ગયા ત્યારે એક દિવસ તેણે રસાઇ તે ખારી છે એમ ડંપા આપ્યા. આ ચિહ્નથી હવે રસ સિદ્ધ થઇ ગયા એવું તેણે તેને કહ્યું. પછી તે રસ લેવાના લાલચુ નાગાર્જુનના માનેલા ભાણેજોએ નાગાર્જુનનું મૃત્યુ ભાંકુરથી છે એવા વાસુકીએ કહેલો નિર્ણય પર પરાથી ચાલતી વાતા દ્વારા જાણી લઇ એજ શસ્ત્રથી એજ રીતે તેને મારી નાખ્યા. પણ તે રસતા દેવતાથી અધિષ્ઠિત હાવાથી તથા પ્રતિષ્ઠિત પ હાવાથી ૨૫ આ શબ્દો જરા અસ્પષ્ટ છે. પાઠાંતર (જીએ મૂળ પુ, ૧૯૭) પ્રમાણે સ'પ્રતિષ્ઠિત દેવતાથી અધિષ્ઠિત હાવાથી એવા અ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322