________________
૨૬૦
પ્રબંધ ચિંતામણી ખાવાની ટેવ રાખે, જમતાં જમતાં પાણી ન પીએ, કાયમ ઓછું ખાય પણ ભૂખે ન રહે, અને વાયડા તથા ગરમ પદાર્થો ન ખાય, પહેલાં ખાધેલું પચી જાય ત્યારે જ બીજી વાર ખાય અને પૌષ્ટિક પદાર્થો ઓછા ખાય તે નીરોગી રહે).
(૨૮) જે વર્ષાઋતુમાં ઘેર રહે, શરદઋતુમાં પીવાયોગ્ય પદાર્થોનું પાન કરે, હેમન્ત અને શિશિરઋતુમાં સારી રીતે ખાય, વસંતઋતુમાં આનંદ કરે, અને ઉનાળામાં (બરે) ઉધે, તે, હે પક્ષી, નીરોગી રહે છે.
આ પ્રમાણે કહ્યા પછી તેઓ પાછા ગયા. વળી ત્રીજે દિવસે ગીન્દ્રનું ૨૫ લઇને તેને ઘેર ગયા અને નીચેનું વચન કર્યું. .
(૨૯) પૃથ્વીમાં જે ઉત્પન્ન થયું ન હોય, આકાશમાંથી પણ ન ઉતર્યું હાય, જેનો ભુકે ન થઈ શકે, તેમ જે પાણીમાંથી ન નીકળ્યું હોય તે ઔષધ કીયું એ, હે વૈદ્ય કહે.
વૈદ્ય તેના જવાબમાં કહ્યું –
(૩૦) પૃથ્વીમાંથી કે આકાશમાંથી ઉત્પન્ન થયું ન હોય તેમજ પાણી વગરનું હોય એવું પથ્થરૂપ પરમઔષધ તે પૂર્વાચાર્યોએ કહેલું લંઘન છે.
આથી મનમાં ખુશી થઈને તે બે વૈદ્યો પ્રત્યક્ષ દર્શન આપી તથા જોઇતું વરદાન આપી પિતાને સ્થાનકે ચાલ્યા ગયા.
આ પ્રમાણે વિવ વાગભટ પ્રબંધ પૂરે થયો. ૨૪ ધામણઉલી નામના ગામમાં રહેનાર ધાર નામને એક વેપારી જે લક્ષ્મીથી કુબેરની સ્પર્ધા કરતો હતો તે સંધને અધિપતિ થઈને આનંદથી પૈસા ખરચી માણસને જીવિતદાન આપતો પિતાના પાંચે પુત્ર સાથે ગિરનારની યાત્રા કરવા ગયો અને ગિરનારની તળેટીમાં છાવણું નાખીને રહ્યો. ત્યાં એ પ્રદેશના દિગંબરમાર્ગના અનુયાયી એક રાજાએ આ શેઠીઓ સિતાંબરમાર્ગને અનુયાયી છે એમ ગણીને તેને (પર્વત ઉપર ચડતાં) અટકાવ્યો. આથી રાજાનાં તથા શેઠીઆનાં લશ્કરો વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં દેવભક્તિથી જેના સાહસને ઉત્તેજન મળ્યું છે એવા તે શેઠીઆના પાંચે મુ યુદ્ધના અપ્રતિમ રસથી લડતાં, મરણ પામ્યા અને ત્યાંજ ક્ષેત્રપતિ થયા. ક્ષેત્રપતિ તરીકે તેઓનાં નામ નીચે પ્રમાણે પડયાં. (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (૩) ભૈરવ, (૪) એકપદ અને (૫) ત્રિલોક્યા . તીર્યને શત્રુને મારતાં મરેલા તે પાંચે પર્વતની આસપાસ વિજય પામે છે. આ પછી એકલો બાકી રહેલે તેને પિતા ધાર કાન્યકુબજ દેશમાં ગયા અને શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org