________________
પરચુરણ પ્રમધા
૨૫૧
મંડળને બતાવે. ” એમ વરદાન માગ્યું એટલે તેને પેાતાના વિમાનમાં ખેસાડી ત્યાં (આકાશમાં) લઈ ગયા અને એક વર્ષ સુધી ગ્રહેાના વજ્ર, અતિચાર, ઉદય, અસ્ત વગેરે ભાવાની પ્રત્યક્ષરૂપે પરીક્ષા કરીને જ્યારે તે પાહે આવ્યા ત્યારે મિહિર ( સૂર્ય ) ના પ્રસાથી આ જ્ઞાન મળેલું હાવાથી તે વરાહ મિહિર નામથી પ્રસિદ્ધ થયા. અને નન્દરાજા આગળ ધણું માન પામવા લાગ્યા; તેણે વારાહી સંહિતા નામનું નવું જ્યેાતિઃ શાસ્ત્ર પણ રચ્યું. તેણે પોતાના પુત્રના જન્મ વખતે ઘરમાં ઘડી માંડીને શુદ્ધ જન્મકાળનું લગ્ન નક્કી કરી જતા ગ્રન્થને અનુસરી તેનુ ફળ કાઢ્યું. પોતે ગ્રહચક્રનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું તેના જેરે આ છેાકરાનું સેા વર્ષનું આયુષ્ય નક્કી કર્યું. આ પુત્રના જન્મના મહેાત્સવમાં એક તેના નાના ભાઇ શ્રીભદ્રબાહુ નામના જૈન આચાર્ય શિવાય રાજાથી માંડીને ગામનાં સર્વ માણસામાંથી કાંઇક ભેટ સાથે તેને ધેર ન ગયું હામ એવું કાઇ નહેતું. તે જોષીએ જૈનધર્મી શકટાલ મંત્રીને શ્રી ભદ્રં બાહુ ન આવ્યા તેનું નિન્દાત્મક કારણુ કહ્યું. તે મંત્રીએ એ વાત તે મહાત્માને કરી, ત્યારે સંપૂર્ણ શ્રુતજ્ઞાનથી હાથમાં રાખેલા આમળાં પેઠે જે ત્રણે કાળને જોઇ શકે છે એવા તેઓએ તે બાળકનું વીસમે દિવસે મીંદડાથી મરણુ છે એમ કહ્યું અને એજ કારણથી પાતે ન ગયા એ પણ સમજાવ્યું. વરાહમિહિરને તેએએ કહેલી વાત કહેવામાં આવી એટલે તે દિવસથી તેના કુટુંબે અવશ્ય આવી પડવાની વિપત્તિ રાકવાની ઇચ્છાથી તે બાળકનું મીંદડાથી રક્ષણ કરવા માટે સેંકડા ઉપાયેા કર્યાં છતાં નક્કી કરેલે દિવસે મધરાતે એકાએક બાળકના માથા ઉપર આગળીઓ પડીને તે મરણ પામ્યા. આ બનાવ બન્યા પછી તેના મનના શાકરૂપ શંકુને દૂર કરવાની ઇચ્છાથી શ્રીભદ્રબાહુ ગુરૂ જ્યાં તેને ઘેર આવ્યા ત્યાં ઘરના આંગણામાં જ્યાતિષને લગતાં બધાં પુસ્તઢ્ઢા એકઠાં કરવામાં આવેલાં અને તેને બાળી નાખવાની તૈયારી થઇ રહેલી; એ જોઇને “ આ શું?” એમ પૂછ્યું; એટલે તે જોષીએ દેખાથી તે જૈનમુનિના તિરસ્કાર કરીને કહ્યું કે “ જેણે મને પણ ખેત તે સંદિગ્ધ અર્થ કહેનાર આ શાસ્ત્રને ખાળી નાખું છું " આવું નિર્વેદ સાથે જ્યારે તેણે કહ્યું ત્યારે મુનિએ પેાતાના વિદ્યાજ્ઞાનના બળથી તેની જન્મકુંડલી તેને બરાબર ખતાવી, સમદષ્ટિથી તેના ગ્રહનું બળ જણાવી વીશ દિવસનું જ આયુષ્ય થાય છે એ બતાવ્યું. આ રીતે તેને વૈરાગ્ય દૂર થતાં તે જોષીએ કહ્યું કે “ તમે જે મીંદડાથી મરણુ થશે એમ કહેલું તેજ ખાટું પડે છે એટલે તે આગળીઓને ત્યાં મમાવી એના ઉપર ક્રાતરેલા બિલાડા બતાવ્યા
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org