________________
પરચુરણ પ્રબંધ
૨૪૭
કરેલા અપમાનની નિશાની બતાવીને તેને વિશ્વાસ મેળવી તેઓને પૃથ્વીરાજની છાવણી નજીક લઈ આવ્યા. અને પછી એકાદશીને ઉપવાસ કર્યા પછી પારણું કરીને પૃથ્વીરાજ સુતા હતા ત્યારે તેના ચોકી કરતા યોદ્ધાઓ સાથે લડાઈ કરીને મુસલમાને નીરાંતે સુતેલા પૃથ્વીરાજને બાંધીને મુસલમાન રાજાના મહેલમાં ઉપાડી ગયા. (અને ત્યાં કેદમાં પૂર્યો. ) આ પછી ફરીવાર એકાદશીના ઉપવાસના પારણાને દિવસે આવ્યો ત્યારે દેવપૂજા વખતે ઑછ રાજાએ પારણું કરવા માટે જે પકાવેલું માંસ એક વાસણમાં મોકલ્યું હતું તેને પિતાના તંબુમાં એક ઠેકાણે મુકાવી પોતે દેવપૂજામાં રોકાયેલ હતા ત્યાં કુતરું એ માંસને ઉપાડી ગયું એ જોઈને પહેરીગરેએ કહ્યું કે “તમે કેમ કુતરા પાસેથી એ રાકને નથી બચાવતા ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મારું રસોડું પહેલાં સાતસો સાંઢરીઓથી પણ ઉપડતું નહોતું તે હમણું દુર્દેવને લીધે આવી દુર્દશાને પામ્યું છે એ આશ્ચર્યકારક વિચારથી મન વ્યાકુળ થઈ જતાં જોયા કરું છું.” પછી તેઓએ પુછયું કે “શું હજી પણ તમારામાં કાંઈ ઉત્સાહશકિત છે?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “જે મારે ઠેકાણે જઈ શકું તે મારું પરાક્રમ બતાવું.” આ ઉપરથી પહેરીગરોએ કરેલી વિનતિથી તેના સાહસને જોવાની ઈચ્છાવાળા મુસલમાન રાજાએ પૃથ્વીરાજને તેની રાજધાનીમાં લઈ આવી જ્યાં રાજ્યાભિષેક કરવાની તૈયારી કરે છે ત્યાં રાજમહેલની ચિત્રશાળામાં મુસલમાનાને મારતાં ડુકકરોને ચિત્રેલાં જોઈને આ મર્મના ઘાથી અત્યંત પીડાએલા મુસલમાન રાજાએ પૃથ્વીરાજનું માથું કુહાડાથી કપાવી નાખી તેને મારી નાખે. - આ રીતે રાજા પરમર્દી, જગદેવ અને પૃથ્વીરાજને પ્રબન્ધ પૂરે થયે ૨૧
૨૧ (૨) જગદેવ પરમારની વાર્તા ગુજરાતની ઐતિહાસિક વાર્તાઓમાં અતિ પ્રસિદ્ધ છે. ભાટેની એ પ્રિય કથા છે (એ કયા માટે જુઓ રાસમાળા ગુજરાતી ભાષાંતર પ્રકરણ આડમું) એ કથાને વિસ્તાર થઈને આ જમાનામાં લાંબી વાર્તા અને નાટક લખાયેલ છે.
ભાટમાં ચાલતી આ દંતકથામાં જગદેવને માળવાના રાજ ઉદયાદિત્યને અણુ માનીતી રાણથી ઉતપન થયેલો ફટા કુંવર કહ્યો છે અને તેણે સિદ્ધરાજની ચાકરી અઢાર વર્ષ સુધી કર્યા પછી સિદ્ધરાજનો માળવા ઉ૫ર ચડવાને વિચાર છે એમ જણવામાં આવતાં સિદ્ધરાજની ચાકરી છોડી અને તે માળવે ગયે. એવે કથાનો સાર છે. આ જ દેવ વિષે ગુજરાતના પ્રબંધ લેખકોમાંથી પહેલો ઉલ્લેખ સામેશ્વરે કર્યો છે, ( તે પહેલાના હેમચંદ્ર બીલકુલ ઉલ્લેખ કર્યો નથી, જુઓ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org