________________
૨૪૮
પ્રબંધ ચિંતામણી
સમુદ્ર જેની આસપાર ખાઈનું કામ કરે છે તે શતાનન્દપુરમાં શ્રી મહાનન્દ નામને રાજા હતો, એને મદનરેખા નામની રાણી હતી.
विना जगद्देवमिमामवस्थां नीता निजैरेव परैरिवाहं । यत्र स्थिते वेत्रिणि शङ्कितैन द्विष्टैप्रविष्टं पुरि गुर्जराणाम् ॥
(-. સ. ૨ કરો. ) આ જગદેવ સિદ્ધરાજના સમયમાં હતું એમ છે કે સેમેશ્વરે નથી કહ્યું પણ પિતાના સમય પહેલાં હતાં એટલું જ કહ્યું છે પરંતુ એ સિદ્ધરાજને સન્માન્ય હતો એ મેરૂતુંગનું તથા લોકકથાનું કથન સાચું માનવામાં વાંધો નથી લાગતું. પણ મેરૂતુંગ એને સિદ્ધરાજ અને પૃથ્વીરાજથી હારનાર પરમર્દી બેયનો સમકાલીન ઠરાવે છે. તે બેસતું નથી. કારણ કે સિદ્ધરાજ ૧૧૯૯ માં મરણ પામ્યા. અને ચન્દલ પરમર્દીને વિ. સં. ૧૨૨૪ ને ઉત્કીર્ણ લેખ મળ્યો છે. એ રાજા વિ. સં. ૧૨૨૨ ની આસપાસમાં ગાદીએ બેઠે હશે. અને વિ. સં. ૧૨૩૯માં પૃથ્વીરાજે તેને હરાવ્યું છે. ( જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્રભા-પુ ૨૫૩) જ્યારે લોકકવિતામાં તો સંવત ૧૧૫૧ માં જગદેવે પોતાનું માથું પોતાને હાથે કાપી કાલીને આપી દીધું એમ કહેલું છે જુઓ –
સંવત અગ્યારસે એકાવન ચેત સુદી રવિવાર જગદેવ સીસ સમપ ધારા નગર પવાર
ધારરાજ્યના ઇતિહાસ પુ. ૪૫ પણ એક બીજે દુહો રણછોડભાઈ ઉદયરામે ઉતાર્યો છે એમાં સં. ૧૭૪ ની સાલ છે.
સંવત અગિઆર ચમતરે ચૈત્ર વીજ રવિવાર
શિશ કંકાળી ભાટને દિય જગદેવ ઉતાર. ( રાસમાળા ગુ. ભા. ત્રી. આ પૃ. ૧૭) પણ મેરૂતુંગે પરમદીની બાબતમાં ગડબડ કરી છે. પરમદીને કુંતલ દેશનો રાજા એ કહે છે. અને કુંતલદેશ એટલે પશ્ચિમી ચાલકને રાજ્ય પ્રદેશ-ભીમા અને વેદવતી નદી વચ્ચેને દેશ. એ ચાલુક્ય રાજાઓમાંના કેટલાકે પરમાદી બિરૂદ ધારણ કર્યું હતું. અને એમાંના એક વિક્રમાદિત્ય છઠ્ઠા (વિ-સં.-૧૧૩૬ થી ૧૧૮૨) ને એ સામંત હેય એ સંભવિત છે.
પણ કર્ણાટકના તથા ગેમના કાદંબોના ઉકીર્ણ લેખે તથા નીઝામ રાજ્યમાંથી હમણાં મળી આવેલ જૈનદને લેખ વગેરે જોતાં જગદેવ બે થઈ ગયા હોય એમ ચાકસ જણાય છે. એમાંથી એક અજુનવર્માનો પૂર્વજ માળવાના પરમાર રાજા ભોજો ભત્રીજો અને ઉદયાદિત્યને પુત્ર છે અને બીજે સાન્તરકુળનો જગદેવ સિદ્ધરાજની મા મીનળદેવીને સગો અને કુન્તલના ચાલુકય પેમ ( પરમદ) જગદેકમલ્લ (વિ. સં. ૧૧૯૪ થી ૧૨૦૬) ને મહામંડલેશ્વર હતે. લોકકથામાં આ બે જગદેવની ગડબડ થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org