________________
૨૪૬
પ્રબંધ ચિંતામણી એમ માની લઈ, તે શત્રુને રમતમાં મારી નાખી જેમ ગયું હતું તેમ પાછા આવ્યા. રાત પૂરી થઈ ને સવાર પડતાં પિતાના ધણીને મરણ પામેલ જોઈને શત્રુનું સૈન્ય ભાગી ગયું. અને એ મોટા મનવાળા તુંગ નામના સુભટે કોઈ વખત ઉપલી વાત રાજા આગળ કહી નહિ. હવે આ તુંગ રાજાને માની હોવાથી એના દીકરાની વહુ પણ રાજાને પરિચિત હતી. એટલે એને મંગળ સૂચક ચૂડી વગરની જેને એકદમ સંભ્રમથી રાજાએ તુંગ સુભટને પૂછયું પણ તેણે સમુદ્ર જેવી ગંભીરતા ધારણ કરીને મૌન રાખી કાંઇ ન કહ્યું, પણ રાજાએ પોતાના સેગન આપીને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે પિતાના ગુણની વાત કરવાનું પાતકારી લેવું દુષ્કર છે છતાં પણ ઘણને આગ્રહ છે તે કહું છું એમ કહીને પ્રયુપકારથી હીતા એ તુંગ સુભટે જે બન્યું હતું તે કહ્યું –
(૨૦) સામાના પ્રત્યુપકારની શંકાથી ઉપકાર કરીને નિસ્પૃહ રહેવું એ ઉચ્ચ બુદ્ધિવાળાની કઈક અલૌકિક અને મટી કઠોરચિત્તતા છે.
આ પ્રમાણે તુંગસુભટ પ્રબંધ પુરો થયો.
૧૮ આ પછી એક વખત તે મ્યુચ્છ રાજાનો પુત્ર (જે હવે રાજા થયા હત) પિતાનું વૈર યાદ કરીને સપાદ લક્ષના રાજા સામે લડવાની ઈચ્છાથી બધી સામગ્રી સાથે ચડી આવ્યા. પણ પૃથ્વીરાજના લશ્કરની પહેલી હરોલમાં ચાલતા વીર ધનુષ્યધારીઓનાં ચોમાસાના વરસાદની ઝડી જેવા બાણોના વરસાદથી તે પોતે અને તેનું સૈન્ય પાછાં ભાગ્યાં. અને પૃથ્વીરાજ એની પાછળ પડે. એ વખતે પૃથ્વીરાજના રસોડાના ઉપરી પંચકલે (અધિકારીએ) અરજી કરી કે “સાતસો સાંઢડીથી પણ રસેડાને બધે સામાન બરાબર ફરી શકતો નથી માટે થોડી સાંઢડી વધારી આપવા કપા કરો.” ત્યારે રાજાએ જવાબ આપે કે “આ મુસલમાન રાજાનો ઉચ્છેદ કર્યા પછી તમે માગેલી સાંઢડીઓ આપીશ.” આ પ્રમાણે જવાબ આપીને વળી મુસાફરી શરૂ કરી. એ વખતે સોમેશ્વર નામના પ્રધાને આગળ જવાની વારંવાર ના પાડી, પણ પૃથ્વીરાજે તે શત્રુના પક્ષમાં ભળી ગયા છે એવી ભ્રાન્તિથી તેના કાન કાપી નાખ્યા. આ ભારે અપમાનથી તે ધણી ઉપર ક્રોધ ચડતાં એ સોમેશ્વર મુસલમાન રાજાને જઈને મળ્યો. અને પોતે સહન
૨૦ મૂળમાં નિકાળવાતા શબ્દો છે પણ નિકળવા એ રીતે શબ્દો માની લઈને અર્થ કર્યો છે. સરખામણીમાં ટેનીએ સૂચવેલ વૈર યશતકને રિઝનુનથાપાતરિ એ કટક જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org