________________
પરચુરણ પ્રબંધ
૨૪૫ આવી સ્તુતિઓ વડે જેની પ્રશંસા થતી હતી તે પરમદ રાજાએ લાંબા વખત સુધી રાજ્ય કર્યું.
૧૭ પણ તે રાજાને સપાદલક્ષના રાજા શ્રી પૃથ્વીરાજ સાથે લડાઈ થઈ, લડાઇમાં પિતાનું સૈન્ય હારી જતાં શું કરવું તે ન સૂઝવાથી ગમે તે દિશામાં તેણે ભાગવા માંડયું, અને ભાગતાં ભાગતાં પિતાની રાજધાનીમાં પિચ્યો. હવે તે રાજાએ જેને પહેલાં અપમાન કરીને દેશનિકાલ કરે
એ એક જન સેવક પૃથ્વીરાજની સભામાં ગયો. પ્રણામ કર્યા પછી તેને રાજા તરફથી પૂછવામાં આવ્યું કે “પરમર્દીના શહેરમાં લેકે ખાસ કરીને સકમ લેકે ક્યા દેવને પૂજે છે?” ત્યારે તેણે એ વખતને ચગ્ય નીચેનું કાવ્ય કહ્યું –
(૧૯) ચન્દ્રશેખર (શંકર)ની પૂજાને રસ મંદ થઈ ગયે છે, કૃષ્ણને પૂજવાની ઈચ્છા નથી, પાર્વતીને થતા પ્રણામો અટકી ગયા છે અને બ્રહ્માને ગ્રહ વ્યગ્ર છે (બ્રહ્માની પૂજામાં કેઇને આદર નથી) પણ આ તરણને મોઢામાં લેવાથી અમારા ધણી પૃથ્વીરાજ રાજ પાસે બચી ગયા છે એમ જાણીને એના શહેરમાં ખડની પૂજા થાય છે.
આ સ્તુતિથી ખુશી થયેલા રાજાએ તેને કાંઈક ઈનામ આપ્યું.
આ પૃથ્વીરાજે એકવીસ વાર મુસલમાન રાજાને પાછો કાઢ્યો હતો છતાં બાવીશમી વાર તે જ મુસલમાન રાજા પૃથ્વીરાજની રાજધાની ઉપર ચડી આવ્યો. અને પિતાના દુર્ધર સૈન્યથી તે શહેરને ઘેરે ઘાલ્યો. ઉડાડી મુકેલી માંખી જેમ વારંવાર પાછી આવે તેમ આ શત્રુ વારેઘડીએ પાછો આવે છે, એથી પિતાના રાજાના મગજમાં જે કંટાળો આવે છે તે સમજીને રાજાની અનહદ કૃપા જેના ઉપર હતી એવા અને પોતાનું બીજું રૂપ ન હોય તેવું અમાપ ક્ષત્રિય તેજ ધારણ કરનાર તુંગ નામના એક સુલટ શિરોમણિએ પિતાના પ્રતિબિંબ જેવા પુત્ર સાથે રાતને વખતે મુસલમાન રાજાના લશ્કરમાં પ્રવેશ કરીને જોયું તો તે શત્રુ રાજાના તંબુની આસપાસ ધગધગતા ખેરના અંગારાવાળી ખાઈ જોઈને પુત્રને તેણે કહ્યું. “આ ખાઇમાં હું પડું એટલે મારા ઉપર પગ મુકીને તું જા અને મુસલમાન રાજાને તું મારી નાખ” ત્યારે તે દીકરાએ જવાબ આપ્યો કે “આ કાર્ય મારાથી અત્યંત અસાધ્ય છે, અને જીવવાની ઇચ્છાથી બાપનું મરણ જેવું (મારાથી નહિ બને) માટે હું આમાં પડું છું અને તમે જ તેને નાશ કરે.” આમ કહીને તે ખાઈમાં પડ્યો, એટલે પિતાના ધણનું કાર્ય લગભગ થઈ ગયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org