________________
પરચુરણ પ્રબંધે
૨૩૩
કુંડમાં મારું મરેલું શરીર પડયું કે તરત જ તીર્થના પ્રભાવથી મારું શરીર મનુષ્યની આકૃતિવાળું થઈ ગયું. પણ મારું માથું એમજ પડેલું છે અને તેથી હું વાનર મુખી છું. ” આ ઉપરથી શ્રી પુંજ રાજાએ તેનાં તે માથાને કુંડમાં નાખવા માટે પોતાનાં માણસો મોકલ્યાં. તેઓએ લાંબા વખતથી તે માથું એજ સ્થિતિમાં રહેલું જોઈને તે પ્રમાણે કર્યું. (તે કુંડમાં માથું નાખી દીધું ) એટલે તે શ્રીમાતાનું મોટું માણસ જેવું થઈ ગયું. તે વખતે માતાપિતાની રજા લઈને દશ કરોડ ગુણો જેનામાં રહેલી છે એવી તે શ્રી માતા તે આબુ પર્વત ઉપર જ તપ કરવા લાગી. ત્યાં એક વખત, કઈ આકાશમાં ફરતા ગીએ તેને જોઈ. અને તેના સૌન્દર્યથી જેનું હૃદય ખેંચાયું છે એવા તેણે આકાશમાંથી નીચે ઉતરી પ્રેમ વાર્તા કરીને “તું મને કેમ નથી પરણતી ?” એમ તેને પૂછયું. ત્યારે તેણે જવાબ આપે કે “ અત્યારે રાતને પહેલો પહેર વીતી ગયો છે, હવે ચોથા પહાર વખતે કુકડાઓ બેસે તે પહેલાં જે આ પર્વત ઉપર ચડવાના બાર રસ્તા કોઈ પણ વિદ્યાના બળથી બાંધી આપે તે તમને પસંદ કરું. ” તેનું આ વચન સાંભળીને તરત જ તે કામ માટે ચેટક અને પેટકને યોજીને બે પહેરમાં બધા રસ્તાઓ તૈયાર કરી દીધા પણ શ્રી માતાએ પોતાની
ગ શક્તિના બળથી એ વખત પહેલાં જ બેટા કુકડાઓ બોલાવ્યા. પરંતુ તેણે આવીને “ લગ્ન માટે તૈયાર થાવ ' એમ કહ્યું, એટલે શ્રી માતાએ કહ્યું કે તારે રસ્તાઓ તૈયાર થતા હતા ત્યાંજ કુકડાઓ બોલ્યા હતા. ત્યારે તે ગીએ જવાબ આપ્યો કે “ તમારી માયાથી થયેલા બનાવટી ફૂકડાના અવાજને નથી જાણતું ? ” પછી તેની બહેને નદીને કાંઠે લગ્નની બધી સામગ્રી તૈયાર કરી રાખી એટલે શ્રી માતાએ તેની બધી વિદ્યાનું મૂળ તેનું ત્રિશળ છે એમ જાણીને “એ ત્રિશળ અહીં મૂકીને પાણિ ગ્રહણ માટે ત્યાં (નદી કાંઠે ) આવો” એમ કહ્યું. અને પ્રેમથી તેનું મન હરાઈ ગયેલું હોવાથી એ ત્રિશળ મુકીને જે પાસે આવ્યું કે શ્રી માતાએ તેના પગ પાસે બનાવટી કુતરાઓને છેડી મુક્યા અને તેના હૃદયમાં ત્રિશળ મારીને તેને મારી નાખ્યો. આ રીતે નિસીમ શીલ પાળીને તેણે પોતાને જન્મ પૂરો કર્યો. તેના મરણ પછી શ્રી પુંજ રાજાએ ત્યાં (આબુમાં ) શિખર વગરનું મન્દિર બંધાવ્યું. કારણ કે છ છે માસે તે પર્વતની નીચે રહેલા અદ્ભુદ નામનો નાગ જયારે હલે છે ત્યારે પર્વતમાં કમ્પ થાય છે. માટે એ પર્વત ઉપર બધાં મંદિરો શિખર વગરનાં બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org