________________
૨૩૮
- પ્રબંધ ચિંતામણી આ લોકમાં કહેલ ઘેરણ પ્રમાણે ક્રોધ કરીને રાજાએ તેને રજા આપી. પછી એક વખત તે રાજા સ્વારીમાંથી પાછા ફરતા હતા ત્યારે તેણે ખરાબ સ્થિતિમાં એકલા ઉભેલા અને કાંઈ પણ ઉપાય વગરના તે પ્રધાનને જોયે, એટલે ક્રોધ કરીને માવત પાસે એના ઉપર હાથી હંકાવ્યું પણ તેણે માવતને કહ્યું “ હું રાજાને કાંઈક વાત કરી લઉં એટલી વાર ફક્ત હાથીને રોકી રાખ ” એના કહેવાથી માવતે તે પ્રમાણે હાથીને રોક એટલે ઉમાપતિધરે રાજાને નીચેને લેક સંભળાવ્યો:
(૧૧) જાતે નાગા ફરે છે, શરીર ઉપર ધુળ ( ભસ્મ) ચોળે છે, બળદની પીઠ ઉપર બેસે છે, સર્પો સાથે ખેલ કરે છે, અને હાથીનું લોહી નીગળતું ચામડું ઓઢીને નાચે છે; હર(મહાદેવ)ને આચાર (ધર્મ શાસ્ત્રોક્ત સદાચાર ) થી વિરૂદ્ધ આવાં આચરણમાં રાગ છે એનું કારણ એ છે કે જેને ગુરૂજને સત્ય ઉપદેશ નથી કરતાં તેનાં આચરણો આવાં જ થઈ જાય છે.
આ રીતે તેણે આપેલા જ્ઞાનના અંકુશથી જેને મન રૂપી હાથી વશ થયા છે એવા રાજાએ પોતાના ચરિત્ર વિષે થડે પશ્ચાત્તાપ કરીને પોતાની ખૂબ નિન્દા કરી અને ધીમે ધીમે એ વ્યસન છોડી દઈને તેને પાછો પ્રધાન બનાવ્યા.
આ રીતે લક્ષ્મણસેન અને ઉમાપતિધરને પ્રબંધ પુરે થયો.૧૩ ૧૩ આ પ્રબંધમાં કહેલ લક્ષ્મણુસેન બંગાળનો સેનવંશી રાજા હતે, એ બલ્લાલસેનને પુત્ર થાય અને એની પછી ગાદીએ બેઠા હતા. ઉપર પ્ર ચિં. માં આપેલી દંતકથામાં એના ચરિત્રની નિંદા કરેલી છે. પણ પં. વિશ્વેશ્વરનાથરેલ એ રાજા જાતે કવિ, વિદ્વાનોને આશ્રયદાતા, દાની અને પ્રજાપાલક હતું એમ કહે છે. એના નામથી કેટલાક શ્લેકે સદક્તિકર્ણામૃત, શાધર પદ્ધતિ વગેરમાં મળે છે. ગીત ગોવિંદના કર્તા કવિ જયદેવ, પવન દૂતના કર્તા બેયી, આર્યાસપ્તશતીને કર્તા ગોવધન અને શરણ તથા ઉમાપતિધર એ પાંચ બલાલસેનની અને લક્ષ્મણસેનની સભાનાં રત્ન હતાં. એમાંથી ઉપરની દંતકથામાં જે ઉમાપતિધરનું નામ આવે છે તેને વિષે કવિ જયદેવ લખે છે કે વાવ પઢવયસ્કુમારૂતિ એ ઉપરથી આ ઉમાપતિધર કવિ હતા અને જ્યદેવના સમકાલીન હતા, એમ નિશ્ચય થાય છે. તેણે કઈ સળંગ પ્રબંધ લખ્યો જણાતું નથી. માત્ર એનાં મુક્તકો પદ્યાવલિ વગેરે સંગ્રહમાં મળે છે. એને ઉપર અમાય કહ્યો છે એ વાતને શ્રી ભાગવતની ભાવાર્થ દીપિકા ટીકાની વૈષ્ણવતે બ્રિણ નામની ટીકાના શ્રી નવરંઢળ મત્તાનમાણેન મંત્રીવાળ ૩મતિધ એવા શબ્દોથી ટેકો મળે છે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્રથમ ભાગ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org