________________
કુમારપાલ પ્રબંધ
આવાં તેનાં નવીનતાભરેલાં વચનથી મનમાં ખુશી થયેલા રાજાએ તેની પાસે એજ દુહો વારંવાર બોલાવ્યો. ત્રણ વખત બોલ્યા પછી તેણે વિનતિ કરી કે “શું એકવાર બોલવા માટે એક લાખ આપશે?” એટલે તેને ત્રણ લાખ અપાવ્યા.
આ રીતે સોરઠના બે ચારણેને પ્રબંધ પુરે થયો.
૩૫ એક વખત શ્રી કુમારપાલ રાજાએ શ્રીસંઘના અધિપતિ થઈને તીર્થયાત્રા કરવાની ઇચ્છા કરી અને તે માટે મોટા ઉત્સાહથી શ્રીદેવાલયમાં પ્રસ્થાન કર્યું. ત્યાં પરદેશથી આવેલા દૂએ તમારા ઉપર ડાહલદેશને કર્ણ રાજા ચડી આવે છે” એમ ખબર આપ્યા. આથી જેને કપાળે પરસેવાનાં ટીપાં બાઝયાં છે તથા ભયથી જેનો સંઘના અધિપતિ થવાને મનોરથ ભાંગી પડ્યો છે એવા રાજાએ મંત્રી વાભેટ સાથે શ્રીહેમાચાર્ય પાસે આવી પિતાની નિન્દા કરી. પછી રાન ઉપર આવેલા આ મહાભય વિષે જરા વિચાર કરીને “ બારમા પ્રહરે તમને શાંતિ થઇ જશે” એમ કહીને હેમાચાર્ય રાજાને જવાની રજા આપી. પણ રાજા તે હવે શું કરવું એ ન સૂઝવાથી મૂઢ જે બેસી રહ્યો હતો ત્યાં હેમાચાર્યો કહેલો સમય થતાં આવેલા દૂએ “શ્રીકર્ણ સ્વર્ગમાં ગયો” એમ ખબર આપ્યા. એટલે રાજાએ ઝટ મોઢામાંથી પાન કાઢી નાખીને “કેવી રીતે ?” એમ પૂછ્યું અને તેઓએ જવાબ આપ્યો કે “હાથી ઉપર બેઠેલે શ્રોકર્ણ રાતે મુસાફરી કરતા હતા ત્યાં ઉંઘથી આંખ મીંચાઈ ગઈ અને ડેકમાં રહેલી માળામાં વડની ડાળ ભરાઈ જતાં તે લટકી રહ્યો અને મરી ગયો. તેને અગ્નિસંસ્કાર કર્યા પછી અમે નીકળ્યા.” આ સાંભળતાં જ રાજા એકદમ હેમચન્દ્ર પાસે પષધશાળામાં જઈ તેમનાં વખાણ કરવા લાગ્યો. ત્યારે કેવી રીતે? કેવી રીતે? એવા પ્રશ્નોને રોકી બેતેર સામો તથા આખા સંવ સાથે શ્રીહેમાચાર્યો જેને બે રીતે (ધર્મમાર્ગ તથા યાત્રામાર્ગ) માર્ગને ઉપદેશ કર્યો છે એ રાજા ધંધુકે આવ્યો. અને શ્રી હેમાચાર્યની જન્મગૃહની ભૂમિમાં પોતે
૪૪ ડાહલ દેશને રાજ કર્ણ કુમારપાળ ઉપર ચડી આવ્યાની તથા ઉપર પ્રમાણે મરણ પાયાની કથા જે જિનમડન ગણએ પણ ઉતારી છે ( જુએ. પુ. ૧૦૦) તે પાયા વગરની છે. કારણ કે કર્ણ રાજને સમય વિ. સં. ૧૦૯૮ થી ૧૧૫૪ સુધી લગભગ નિશ્ચિત છે. તે ભેજ અને ભીમનો સમકાલીન હોવાનું મેરૂતુંગજ કહે છે, પછી એ કુમારપાલના વખતમાં કયાથી હોય ? કુમારપાલના સમયમાં તે ગયકર્ણદેવ અને નરસિંહદેવ ડાહલની ગાદી ઉપર હતા. ગયક દેવને પણ વિ. સં. ૧૨૧૨ પહેલાં દેહાન્ત થઈ ગયો હતે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ, પ્રથમ ભાગ પૃ. ૪૬ થી પર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org