________________
૨૦૬
પ્રબંધ ચિંતામણી ૫૧ શ્રી ભીમદેવના રાજ્યને સર્વ ભાર ઉપાડનાર વ્યાઘપલ્લી-વાઘેલા નામથી પ્રસિદ્ધ શ્રી આનાકના પુત્ર લવણપ્રસાદે ઘણા વખત સુધી રાજ્ય કર્યું હતું પછી તેને પુત્ર સામ્રાજ્યના ભારથી શોભતા શ્રી વિરધવલ આવ્યા, તેની માનું નામ મદનરાણી હતું. એની બહેન મરી જતાં બનેવી દેવરાજ નામના પટ્ટકિલ (પટેલ)ને બહોળો ઘરવ્યવહાર નભતો નથી એ જોઈને તેને નિર્વાહ કરવા માટે પિતાના લવણપ્રસાદ નામના પતિની રજા લઈને મદનરારી બાળક પુત્ર વીરધવલને સાથે લઈને તેને ઘેર જઇને રહી; ત્યાં તેણે એ (લવણપ્રસાદની સ્ત્રી ) રૂપાળી અને પૃહણીય ગુણવાળી છે એમ જોઈને તેને પોતાના ઘરમાં પત્ની તરીકે રાખી, ૬૪ શ્રી લવણે આ બધી વાત સાંભળી એટલે તેને મારવા રાતે તેના ઘરમાં પોતે પેઠો. અને સંતાઇને વખત કયારે મળે એ શોધવા લાગ્યો. ત્યાં તે (પટેલ દેવરાજ) જમવા બેઠે પણ “વરધવલ આવે નહિ ત્યાં સુધી હું ખાઈશ નહિ.” એમ વારંવાર કહીને આગ્રહથી તેને બોલાવી એક જ થાળીમાં ખાવા લાગ્યા. બરાબર એ જ વખતે સાક્ષાત યમ જેવા પોતાના કાળ (લવણપ્રસાદ) ને એકાએક આવેલ જોઇને તેનું મોટું કાળું પડી ગયું. પણ લવણુપ્રસાદે કહ્યું કે “ખીશ નહિ, જો કે હું તમને મારવાજ આવ્યો હતો પણ આ મારા ભીમદેવને કાઢીને થોડા વખત માટે ગાદી ઉપર બેઠેલા જયસિંહ કે જયંતસિંહના વખતમાં વિ. સં. ૧૨૭૩ ની આસપાસમાં થઈ હશે. (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ, પ્રથમ ભાગ, પૃ. ૧૫૮, ૧૫૯.).
૬૩ પ્ર. ચિં.માં ઉપર પ્રમાણે ભીમને ઇતિહાસ પડતો મુકી એકદમ વિરધવલની અને વસ્તુપાલ તેજપાલની વાત ગ્રન્થર્તા શરૂ કરે છે, આનું કારણ તો જૈનધર્મના પ્રભાવક મંત્રીઓની વાત કહેવાની ધગશ છે. પણ એથી ઇતિહાસ ના અભ્યાસીને ઘણી ગડબડ થઈ જાય છે. વસ્તુપાલના પ્રબંધ લખનાર અરિસિંહ, સેમેશ્વર વગેરે સમકાલીન લેખકે કાંઈક એ ગડબડને ઉકેલે છે અને ઉત્કીર્ણ લેખે એ વખતને ઇતિહાસ ઉકેલવામાં થોડી મદદ કરે છે.
- કુમારપાલના માસીના દિકરા આનાકને લવણ પ્રસાદ નામનો પુત્ર થયાનું તે પ્ર. ચિંકારે વહેલાં કહેલું જ છે (જુઓ ચોથા પ્રકાશનો જ ચાળીસમો પ્રસંગ) એ લવણપ્રસાદનું જોર ભીમદેવ બાળક અને નબળો હોવાથી એના વખતમાં વધી ગયું, અને એજ ખરે રાજા થઈ પડયો, એમ પ્ર. ચિં ના “રાજ્ય ચિન્તાકારી” શબ્દોને અર્થ જણાય છે. છતાં એણે પાટણની ગાદી ઉપર નજર નથી કરી, ધોળકામાં જુદી ગાદી સ્થાપી છે. - ૬૪ આ પ્રમાણે બીજાની પત્નીને ઘરણું બેસારવામાં આવે અને એક ક્ષત્રિય એ સહી લે એ રજપૂતે માટે નવાઈ જેવી વાત છે, છતાં વિશ્વસનીય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org