________________
કુમારપાલ પ્રધ
૨૧૧
નહિ ?”” એમ મંત્રીએ પૂછતાં એ તૈયાર થાય છે” એવું સાંભળીને અવિનયથી બ્હીતા મંત્રી હાર ઉભા કરેલા તખ઼ુમાં ગુરૂ સાથે રહ્યા. અને સવારે ગિરનાર ઉપર ચડી નેમીનાથના ચરણકમળને પૂછને પાતે કરાવેલા શત્રુ જયાવતાર ( શ્રી આદિનાથ )ના મંદિરમાં પુષ્કળ પ્રભાવના કરીને તથા ત્રણ કલ્યાણુ (જન્મ, દીક્ષા તથા કેવળજ્ઞાન)ના ચૈત્યમાં યાગ્ય પૂજા કરી મંત્રી ત્રીજે દિવસે ગિરનાર ઉપરથી નીચે ઉતરી જુએ છે તે! બે દિવસમાં પૌષધશાળા તૈયાર થઇ ગયેલી એટલે મંત્રી સાથે ગુરૂને પણ ત્યાં લઈ આવ્યા. ગુરૂએ એ ઝડપથી કરેલાં કામની પ્રશંસા કરી તથા ઇનામ આપી અનુગ્રહ કર્યાં.
૫૯ પ્રભાસક્ષેત્રમાં શ્રી સામનાથ પાટણમાં ચન્દ્રપ્રભ સ્વામીને પ્રભાવનાથી નમસ્કાર કરીને તથા યથાયેાગ્ય પૂજા કરીને પાતે કરાવેલા અષ્ટાપદ મંદિરમાં સાનાના કળશ ચડાવી ત્યાંના દાન આપવા યાગ્ય લોકેાને દાન આપ્યું પછી શ્રી હેમાચાર્યે શ્રી કુમારપાલને શ્રી સામેશ્વરનાં આખું જગત્ જાણે એમ પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં હતાં. એ વાત ત્યાંના એકસા પંદર વર્ષના ધાર્મિક પૂજારી પાસેથી સાંભળી, તેના ચરિત્રથી મનમાં ચકિત થયેલા મંત્રી પાછા ક્રૂરતા હતા તે વખતે લિંગધારી જૈન સાધુએનું ખરાબ આચરણ જોઇ તેમને અન્નદાન આપવાને નિષેધ ક્રર્યાં. આ તેઓને પરાભવ જોઇને વાયડ ગુચ્છના શ્રી જિનદત્તસૂરીએ પોતાના અનુયાયી શ્રાવક પાસેથી એ વખતે તે નભાવી લીધું અને પછી પાતાના દર્શન તથા વંદન માટે આવેલા મંત્રીને નીચે પ્રમાણે ઉપદેશ આપ્યા.
(૩૫) જે રીતે ખારાં પાણી અંદર ભરાવાથી રત્નાકર ( સમુદ્ર ) ગંભીરતાને ધારણ કરે છે, તે રીતે જૈનશાસન પણ લિંગધારીએ વડે ગંભીરતાને ધારણ કરે છે.
(૩૬) જે હિંગધારીઓનું મનમાં ક્ષુભિત થઇને પણ સાધુએ અનુકરણુ કરે છે તેની પૂજાની સંસારથી ખ્વીતા ધાર્મિક માણસોએ શા માટે ચર્ચા કરવી જોઈએ ?
(૩૭) ધૃણા પ્રતિમા ધારણ કરનારાએ પણ આની આગળ પચખાન ( અમુક વિષયાના ત્યાગના નિયમ ) લે છે. પછી પોતાના દેશમાં રહેનાર લિંગધારીઓની પૂજા ન કરવી એ વિરાધી વાત છે.
(૩૮) લિંગ ધારણ કરીને તે ઉપર આવિકા ચલાવનારના જે લોકમાં તિરસ્કાર કરે છે તે ખાટી બુદ્ધિવાળા જૈનધર્મના ઉચ્છેદના પાપથી લીંપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org