________________
પરચુરણ પ્રબંધ
૨૨૩ આ પ્રમાણે શ્રીવિકમાઈને પાત્ર પરીક્ષા પ્રબંધ પુરે થશે.
૨ એક વખત પાટલીપુર શહેરમાં અતિશય આનંદી નંદરાજા મરણ પામ્યા; પણ એ જ વખતે ત્યાં આવી ચડેલા એક બ્રાહ્મણે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની વિદ્યાના બળથી રાજાના દેહમાં પોતાનો અધિકાર જમાવ્યું. આ બ્રાહ્મણ સાથે પહેલાંથી થયેલા કરાર પ્રમાણે બીજા બ્રાહ્મણે રાજકારમાં આવીને વેદના (આશીર્વાદાત્મક) મિત્રો સંભળાવ્યા અને તે જીવતા થયેલા રાજાએ કોષાધ્યક્ષપાસે તેને લાખ સેનૈયા અપાવ્યા. આ વાત સાંભળીને મહામાત્યે વિચાર કર્યો કે નન્દરાજા પહેલાં તો લોભી હતી, અને આ ઉદારતા તેનામાં કયાંથી આવી? આમ બેલીને (-વિચાર કરીને) તે બીજા બ્રાહ્મણને પકડાવી તેની મારફત પારકાના શરીરમાં પ્રવેશ કરનાર પરદેશીના શરીરની શોધ કરાવતાં અમુક ઠેકાણે એક મડદાને અમુક માણસ સાચવે છે એવું સાંભળી તે મડદાને ચિતામાં બાળી નાખી, અનુપમ બુદ્ધિવૈભવથી તે નંદને પહેલાંની પેઠે તેના વિશાળ સામ્રાજ્યમાં નિભાવી રાખે.
આ પ્રમાણે નન્દ પ્રબન્ધ પુરે થશે.
૩ જૂના કાળમાં ખેડ નામના મોટા ગામમાં દેવદિત્ય નામના વિપ્રને એક દીકરી હતી જે બાળક અવસ્થામાં વિધવા થઈ હતી પણ અતિશય રૂપાળી હતી. તેનું નામ સુભગા હતું. તે દરરોજ સવારે સૂર્યને અર્ધ્વની અંજલિ આપતી; તેવામાં એને ખબર ન પડી એ રીતે સૂર્ય તેને ભોગવી અને એથી તેને ગર્ભ રહ્યો. જ્યારે કોઈક રીતે આ કલંક તેના માબાપના જાણવામાં આવ્યું ત્યારે તેઓએ શરમથી છુપી રાખવા જેવી આ વાત છે એમ તેને જણાવી પિતાનાં માણસ સાથે વલભી શહેરના પાદરમાં મુકી દીધી. ત્યાં તેણે દીકરો જ એ દીકરે ધીમે ધીમે મેરે થ. પછી સરખી ઉમ્મરના છેકરાઓ “ના” કહીને તેને તિરસ્કાર કરવા માંડયા. એટલે તેણે પિતાની માને પિતે કેને દીકરો છે તે પૂછયું, પણ તેણે હું જાણતી નથી એમ કહ્યું, એટલે પિતાના જન્મના કલંકથી વિરકત થઈને તેણે મરવાને વિચાર કર્યો. ત્યાં સૂર્ય પ્રત્યક્ષ દર્શન આપીને તેનું સાંત્વન કર્યું, તથા “તારી માતા સાથે સંબંધ કરનાર હું સૂર્ય છું” એમ કહી તેના હાથમાં કાંકરા આપ્યા અને “જે કે તેને કનડવા આવે તેની તરફ આ ફેંકવાથી એ શિલારૂપ થઈ જશે પણ કોઈ નિરપરાધી ઉપર ફેંકવામાં આવશે તે તને નુકસાન કરનાર થશે” એટલું કહીને સૂર્ય અદશ્ય થઈ ગયા. પછી પિતાને કેનેડનાર કેટલાક માણસોને આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org