________________
પ્રકાશ પાંચમે.
પરચુરણુ બધે. હવે પહેલાં કહેવાઈ ગયેલાં મહાપુરૂષોનાં ચરિત્રમાંથી જે બાકી રહ્યાં તે તથા તે સિવાયનાં બીજાં આ પરચુરણ પ્રબંધમાં કહેવાને આરંભ કર્યો છે. તે નીચે પ્રમાણે –
૧ વહેતી શિપ્રા નદીના કાંઠા ઉપર આવેલા અવન્તી શહેરમાં પહેલાં વિક્રમાર્ક રાજા રાજ્ય કરતા હતા. તેમણે (એક વખત ) સાંભળ્યું કે ધર્મશાળામાં આવેલા પરદેશી લોકે જમ્યા પછી જ્યારે સુઈ જાય છે ત્યારે ઉંઘમાંજ લાંબી ( મરણની ) નિદ્રામાં પડી જાય છે. આથી મનમાં આશ્ચર્ય પામીને એ બનાવનું રહસ્ય જાણવાની ઈચ્છાથી ત્યાં જઈને એ મરણનિદ્રામાં પડેલા લોકેાનાં શરીરને કપડાંથી ઢાંકી દીધાં તથા એ વાતને પિતાના હુકમથી છાની રાખી. પછી નવા આવેલા મુસાફરોને એ જ રીતે જમાડી સંધ્યાકાળે તેના પગને માલીશ કરવા માટે તેલ તથા ગરમ પાણી મોકલ્યું. અને તેઓ એક પછી એક સુઈ ગયા ત્યારે મધરાતે હાથમાં તરવાર લઇને રાજા પોતે સંતાઈને ઉભો. એકાએક ત્યાં એક ખૂણામાં પહેલાં ધૂમાડો, પછી તેજરેખા અને છેવટ ફણાઓ ઉપરનાં પ્રકાશિત રત્નની પ્રભાથી ઝળહળ શોભતા હજાર ફણવાળા નાગને નીકળતે જોઈને એ દેખાવથી ચકિત થઈ ગયેલો રાજા જ્યાં હજી કુતૂહલથી જુએ છે ત્યાં તો તે સર્વેને રાજાએ તે દિવસે ત્યાં સુતેતાલાઓમાંના દરેકને ‘પાત્ર શું?” એ રીતે પ્રશ્ન પૂછ્યું. અને તેઓએ પાત્ર તરીકે ધર્મને, ગુણને, તપને, રૂપને, કામ (ઇચ્છા), કીર્તિને-વગેરે ને વિવિધપાત્ર તરીકે બતાવ્યાં અને પોતાના અજ્ઞાનથી તે સપને શાપ પામીને વેચ્છાથી એ લોકે મરણ પામ્યાં એવું જેને શ્રી વિક્રમરાજાએ તેની આગળ આવીને હાથ જોડીને કહ્યું કે -
(૧) હે સર્પરાજ ! જુદાજુદા ગુણના મેળને અનુસરીને સંસારમાં અનેક જાતનાં પાત્રો થાય છે પણ શ્રદ્ધાથી પવિત્ર થયેલું શુદ્ધ મને એ પરમ પાત્ર છે.
આ પ્રમાણે પિતાને જ આશય આ રીતે શ્રીવિક્રમ કહે છે એમ જોઈને સંતોષથી તેને વરદાન માગવાનું કહ્યું. અને શ્રીવિક્રમે “આ વટેમાર્ગુઓને ફરી જીવતા કર” એ રીતે વરદાન માગીને શેષને વધારે પ્રસન્ન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org