________________
૨૧૨
પ્રબંધ ચિંતામણી આવશ્યક વંદના નિર્યુક્તિમાં કહ્યું છે કે
(૩૯) તીર્થંકરના ગુણે પ્રતિમામાં નથી એવું નિસંશય જાણનારા પણ જેઓ તીર્થંકરની પ્રતિમાને નમસ્કાર કરે છે તેઓ મોટું નિર્જર-મેટે કર્મને ક્ષય મેળવે છે.
(૪) જિને પ્રવૃત્ત કરેલી પ્રતિમાને જેઓ નમે છે તે પુષ્કળ કર્મને ય મેળવે છે. ગુણહીનને નમસ્કાર કરનાર પણ આત્માની શુદ્ધિ મેળવે છે.
આ પ્રમાણેના તેના ઉપદેશથી જેને સમ્યગ જ્ઞાનરૂ૫ અરીસો સ્વચ્છ થઈ ગયો છે. એ વસ્તુપાલ જૈનધર્મની પૂજામાં વિશેષ પરાયણ થઈને પિતાને સ્થાનકે ગયે.
૬. હવે વસ્તુપાલ તેજપાલના મોટાભાઈ . લૂણિગે મરતી વખતે, આબુના મંદિરમાં મારે યોગ્ય એક દેવકુલિકા કરાવવી, એ પ્રમાણે ધાર્મિક ખર્ચની પિતાને માટે માગણી કરી હતી. એટલે એના મરણપછી આબુના વિમલવસહિકા મંદિરના વ્યવસ્થાપકો પાસેથી એવી જગ્યા ન મળવાથી ચંદ્રાવતીના રાજા પાસેથી વિમલ વસહકા પાસે જમીન માગી લઈ તે ઉપર ત્રણે લોકનાં મંદિરના આદર્શ જેવું લૂણિગવસહ નામનું મંદિર કરાવ્યું. અને ત્યાં શ્રીનેમીનાથની પ્રતિમા બેસારી. પછી આ મંદિરના ગુણદોષ જાણવામાં કશળ એવા શ્રી યશોવીર૮ મંત્રીને જાબાલપુરથી તેડાવીને મંદિર વિષે અભિપ્રાય પૂછ્યું. ત્યારે તેણે મંદિર બાંધનાર કારીગર (સૂત્રધાર) શેભનદેવ ૯ ને કહ્યું. “રંગમંડપમાં પુતળીઓનાં જોડકાંના આવડા વિશાળ ઘાટ તીર્થકરના મંદિરમાં કરવા એ સર્વેથા અયોગ્ય અને વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ છે. તેમજ ગર્ભગૃહના પ્રવેશદ્વાર ઉપર સિંહનું તોરણ તે દેવની વિશેષ પૂજાને નાશ કરનારું છે. ત્રીજી પૂર્વજોની મૂતિઓવાળા હાથીઓનો મંડપ મંદિરની પછવાડેના ભાગમાં રાખે છે એ મંદિર કરાવનારના વંશવિસ્તારનો નાશ કરનારું છે. આ રીતે જેના હવે ઉપાય ન થઈ શકે એવા ત્રણ દોષો જાણકાર કારીગરને હાથે ઉત્પન્ન થયા તેને ભાવિ કર્મને જ દોષ ગણવો.” આવો નિર્ણય આપીને
૬૮ આ યશોવર જાબાલપુર (જાલોર)ના ચોહાણ રાજા ઉદયસિંહને મંત્રો હતા અને તેજપાલનો મિત્ર હતા. તેણે સં. ૧૨૪૫ માં વિમલ વસહિકામાં એક દેવ કુત્રિકા કરાવી હતી અને સં. ૧૨૯૧ ને તેને લેખ લૂણિગ વસહિકામાં મળે છે. ( જુઓ પ્રા. જૈન લેખ સંગ્રહ ભાગ ૨ લેખ નં. ૧૦૯ તથા ૨૧૩).
૬૯ આ સૂત્રધાર શેભન દેવને સં. ૧૨૮૮ ના લેખમાં ઉલ્લેખ મળે છે, (એજન લેખ નં. ૮૨) જિનપ્રભસૂરિએ તથા જિન હશે એનાં વખાણ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org