________________
૨૧૬
પ્રબંધ ચિંતામણી ૬૩ એક વખત ચિતામાં પડેલા મન્ની જમીન તરફ જોતા હતા ત્યાં તે ઠેકાણે આવેલા સેમેશ્વરદેવે સમયને યોગ્ય નીચેનું પદ્ય કહ્યું –
(૪૫) હે સરસ્વતીના મુખારવિન્દના તિલકરૂપ વતુપાલ! તમે એકજ આખા વિશ્વ ઉપર ઉપકાર કરે એવા છે એવી સજજનોની વાણી સાંભળીને તમે શરમથી માથું નીચું કરી જમીન તરફ જુઓ છો તેની મતલબ હું જાણું છું. તમે પાતાલમાંથી બલિને ઉધારવાની ઈચ્છાથી વારંવાર ત્યાં જવાનો રસ્તો શોધે છે.૩
મંત્રીએ આ કાવ્યના પારિતોષિકરૂપે આઠ હજાર આપ્યા. ૬૪ વળી
(૪૬) કણે ચામડી, શિબિએ માંસ, જીમૂતવાહને જીવ અને દધીચિએ હાડકાં આપ્યાં.
એ પ્રમાણે ત્રણ પદે પડિતોએ કહ્યાં ત્યાં છે. જયદેવે–પણું વસ્તુપાલે તે વસ (પૈસા) આપ્યું એમ સમસ્યા પૂર્તિ પેઠે કહ્યું અને મંત્રી પાસેથી ચાર હજાર મેળવ્યા.૭૪
૬૫ વળી સૂરીઓનાં દર્શન કરવાને વખતે કોઈ ખરાબ સ્થિતિમાં આવી પડેલા દ્વિજાતિએ યાચના કરવાથી એ કામ માટે રાખેલાં માણસોએ કૃપા કરીને એક કપડું આપ્યું તે લઈને મન્કીને નીચેનું સમયોચિત વચન તેણે સંભળાવ્યું:–
હે દેવ ! ક્યાંક રૂ નીકળ્યું છે, કયાંક તાંતણે નીકળ્યા છે અને ક્યાંક કયાંક કપાશમાં દેખાય છે. તમારા શત્રુઓની સ્ત્રીઓનાં ઝુંપડા જેવું અમારું કપડું છે.
એના ઇનામમાં મંત્રીએ પંદરસો આપ્યા. ૬૬ વળી પબાલચન્દ્ર નામના પંડિતે શ્રીમંત્રીને કહ્યું કે –
(૪૭) હે મંત્રીશ્વર, તારા તરફ ગૌરી (પાર્વતી તથા ગૌરઅંગવાળી સ્ત્રી) ને પ્રેમ છે, તારા ઉપર વૃષ (શંકરનો પિઠીઓ તથા ધર્મ) ને આદર છે. તમે ભૂતિ (ભસ્મ તથા લક્ષ્મી)થી યુક્ત છે, તમારામાં ગુણો શોભે છે અને
૭૩ આ ૪૫ મો લેક સોમેશ્વરે કહ્યો એમ અહીં તથા વસ્તુપાલ ચરિતમાં કહ્યું છે. પણ ચતુર્વિશતિ પ્રબંધમાં અને ઉ. ત. માં નાનાક કવિએ કહો એમ છે અને ઈનામમાં સુવર્ણ જીહા આપી એમ ઉ. ત. માં છે.
૭૪ ઉપદેશ તરંગિણમાં જયદેવને બદલે જયંતદેવ નામ છે. ૭૫ આ બાલચન્દ્ર વસ્તુપાલ વિષે વસંત વિલાસ નામનું કાવ્ય લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org