________________
૨૦૨
પ્રબંધ ચિતામણ જોશીએ શકુનના ખબર પૂછ્યા. શ્રી કપર્દીએ શકુનનું વર્ણન કરી તેની પ્રશંસા કરી ત્યારે તે વૃદ્ધ મારવાડીએ કહ્યું કે –
(૨૯) નદી ઉતરતી વખતે, માર્ગમાં ભૂલા પડતી વખતે, યે આવી પડયું હોય ત્યારે, સ્ત્રી કાર્યમાં, રણમાં અને વ્યાધિમાં માણસથી વિપરીતનાં વખાણું થાય છે. એ પ્રમાણથી તમારું મરણ પાસે આવ્યું છે તેથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે અને તમે પ્રતિકૂળને અનુકૂળ માને છે. આખલાને તમે સારૂં શકુન ગણો છો પણ તમારા મરણથી શંકરનો અબ્યુદય જોઈને તેના વાહનરૂપ એ આખલો ગર્જના કરતા હતા.”
તેના આ શબ્દોને શ્રી પદએ ગણકાર્યા નહિ એટલે તેની રજા લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યો ગયો. પછી શ્રો પર્દીને રાજાએ આપેલી મુદ્રા (મહામાત્યને સોંપાતી સીલની વીંટી) લઈને તે મોટા ઠાઠથી પિતાના મહેલમાં આવ્યો અને વિશ્રાંતિમાં બેઠે. ત્યાં રાજાએ તેને રાતમાં પકડા તથા તેની સમાન કક્ષાનાં માણસ પાસે તેનો તિરસ્કાર કરાવ્યો.
૩૦ જે સિંહ મોટા હાથીઓના કુંભસ્થળ ઉપર પગ મુકીને તેના માથાનાં મોતીને ભુક્કો કરી નાખતે; તે સિંહ આજે વિધિને વશ થઈને ચારે તરફથી શીઆળવાની પીડા સહન કરે છે.
વગેરે વિચાર કરીને કડાઈમાં નાખવા માંડો ત્યારે તે નીચેને લોક બોલ્યો –
(૩૧) માગણેને દીવાની સગ જેવું પીળું સેનું કરોડોમાં આપ્યું, વાદમાં વિરોધીઓની શાસ્ત્રાર્થથી ભરેલી વાણીને તેડી પાડી, ગાદી ઉપરથી ઉઠાડીને પાછા બેસાડેલા રાજાઓ વડે જેમ સોગઠાંથી રમત કરે તેમ રમત કરી, કરવા યોગ્ય બધું કર્યું; હવે વિધિને અમારી જરૂર હોય તે એમાં પણ તૈયાર છીએ.૫૮ - તે બુદ્ધિશાળી માણસ ઉપર પ્રમાણે છેલું કાવ્ય બોલતે હતા ત્યાં એને મારી નાખવામાં આવ્યા.
આ પ્રમાણે કપર્દી પ્રબંધ પુરે થયો. ૪૬ વળી પ્રબંધશતના કર્તા રામચન્દ્ર કવિને તે નીચ રાજાએ તપાવેલા તાંબાના પાટલા ઉપર બેસાર્યો ત્યારે તે બોલ્યો -
(૩૨) જે સૂર્ય સચરાચર પૃથ્વીને માટે ભાગે લક્ષ્મી (શભા) આપી છે તે દિનપતિ સૂર્યને પણ અસ્ત થાય છે, માટે થવાનું હોય તે લાંબે કાળે પણ થાય છે.
૫૮ આ શ્લોક જિનમંડનગણિએ કુમારપાલ પ્રબંધમાં કુમારપાલના મોઢામાં મુકયો છે. ( જુઓ ૫, ૧૧૫),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org