________________
૨૦૦
પ્રબંધ ચિંતામણી
પછી શ્રીહેમાચાર્યને કચ્છના રાજા લાખાની માતા જે મહાસતી હતી તેના “મૂળ રાજના વંશમાં જન્મેલાઓને લૂતારોગ થશે.” એવા શાપના સંબંધથી કુમારપાલે ગૃહસ્થને ધર્મ સ્વીકારતી વખતે શ્રીહેમાચાર્ય પાસેથી રાજ્યભાર લીધેલ હોવાથી તે છિદ્રધારા લૂટારગે શ્રીહેમાચાર્યમાં પ્રવેશ કરીને તેમને પીડ કરવા માંડી. એમના દુઃખથી રાજલક સાથે રાજા પણ દુઃખી રહેવા લાગ્યા. ત્યારે ધ્યાનથી પોતાના આયુષ્યને પ્રબળ જોઈને શ્રી હેમાચા અષ્ટાંગ યોગાભ્યાસથી તે. રોગને રમતમાં ઉખેડી નાખ્યો.પ૩
૪૨ એક વખત કેળના પાન ઉપર બેઠેલા કોઈ ગીને જોઈને આશ્ચર્યચક્તિ થયેલા રાજાને આસન બંધથી જમીનથી ચાર આગળ ઉચે રહીને બ્રહ્મરંધ્રમાંથી નીકળતો તેજનો પુંજ શ્રીહેમાચાર્યો બતાવ્યો. હવે પિતાનું આયુષ્ય ૮૪ વર્ષનું થતાં પિતાને મરણ દિવસ નક્કી જેઈને અનશનપૂર્વક છેવટની આરાધન ક્રિયા શ્રી હેમાચાર્ય શરૂ કરી; દુઃખથી ચંચળ થઈ ગયેલા રાજાને શ્રી હેમાચાર્યે કહ્યું કે “હવે તમારું પણ છ માસનું આયુષ્ય બાકી છે. અને તમને સંતતિ નથી માટે જીવતાં જ તમારી ઉત્તરક્રિયા કરી લેજે.” એ પ્રમાણે ઉપદેશ આપીને દશમા દ્વાર (બ્રહ્મરંધ્ર)થી પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમાચાર્યને છેલ્લા સંસ્કાર કર્યા પછી એની ભસ્મ પવિત્ર ગણુને રાજાએ એમાંથી તિલકને બહાને નમસ્કાર કર્યા. પછી બધા સામેતેએ ભસ્મ લીધી, છેવટ નગરના લોકોએ ત્યાંની માટી લીધી પરિણામે ત્યાં પડેલા ખાડે હજી સુધી હેમખંડ નામે પ્રસિદ્ધ થયા છે."*
૪૩ પછી આંખમાં આંસુંવાળા અને શ્રી હેમાચાર્યના શેકથી જેનું મન વિકળ થઈ ગયું છે એવા રાજાને પ્રધાને વિનતિ કરી ત્યારે રાજાએ કહ્યું કે “પિતાના પુણ્યથી જેઓ ઉત્તમલેકને પ્રાપ્ત થયા છે તે પ્રભુને મંદિર બંધાવ્યાં એમ કહ્યું છે ) અને પાટણ બહાર એટલાં બધાં મંદિર બંધાવ્યાં કે તેની સંખ્યા ન ગણી શકાય. પાટણ હારની વાત કુમારપાલના વખતના જેનોએ બંધાવેલા મંદિરને લક્ષીને કહેલી જણાય છે.
૫૩ આ લુતરોગનું પ્રકરણ વિચિત્ર છે, શ્રી હેમાચાર્યને તારેગ થયા પછી લાખાની માતાને શાપની વાત પણ જોડાઈ હોય એમ લાગે છે. પ્ર. ચિં. ની પહેલી આવૃત્તિના પાઠ પ્રમાણે તથા ચા. સુ. ગણિના કહેવા પ્રમાણે પહેલાં ધૂતારેગ કુમારપાલને થયો અને પછી કુમારપાલે હેમચંદ્રને ગાદી ઉપર બેસારવાથી એમને થયું અને સૂરિએ છેવટ યોગબળથી દૂર કર્યા. (પૃ. ૩૪)
૫૪ હેમાચાર્યના મરણનું વૃત્તાન્ત જિ. મણિને કુ. પ્ર. માં પણ આ પ્રમાણે છે. પ્ર. ચ. માં કાંઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org