________________
કુમારપાલ પ્રબંધ
૨૦૩
આમ કહીને દાંતની અણુથી જીભ કરડીને મરી ગયેલા તેને મારી નાખવામાં આવ્યું.
આ પ્રમાણે રામચન્દ્ર પ્રબંધ પુરે થ.૫૯ ૪૭ વળી રાજ પિતામહ શ્રી આદ્મભટનું તેજ ન દેખી શક્તા સામનોએ હવે વખત મળતાં (રાજાને) પિતાની સાથે પ્રણામ કરવાનું કહીને આક્ષેપ કર્યો ત્યારે શ્રી આદ્મભટે કહ્યું કે “દેવ બુદ્ધિથી વીતરાગને, ગુરૂબુદ્ધિથી શ્રી હેમચંદ્ર મહષિને અને સ્વામી બુદ્ધિથી કુમારપાલને–એટલાને જ આ જન્મમાં મારા નમસ્કાર છે.” જેન ધર્મ જેની સાત ધાતુ (રસ, રક્ત વગેરે વૈદકમાં કહેલ ધાતુઓ) એમાં પ્રસરી રહ્યો છે એવા આમ્રજટે ઉપર પ્રમાણે કહ્યું, એટલે રાજાને ક્રોધ થશે. અને “લડવાને માટે તૈયાર થઈ જા” એવી રાજાની વાણી સાંભળી શ્રી જેનમૂર્તિની પૂજા કરીને, અનશનનો નિયમ લઈને તથા લડાઈની દીક્ષા ધારણ કરીને પિતાના મહેલથી રાજાનાં માણસને પોતાના સૈનિકાવડ ફેતરને ઉડાડે તેમ વિખેરી નાખત ઘટિકાગૃહ સુધી પહોંચ્યો. ત્યાં એ (રાજાનાં માણસે) અપવિત્ર માણસના સંગથી પિતાનામાં આવેલા દોષ ધારા (તરવારરૂપ) તીર્થમાં
પક રાજશેખર સૂરિએ આ બાબતમાં લખ્યું છે કે શ્રી હેમચંદ્ર ઉપરના દ્વેષથી તેના શ્રી રામચન્દ્ર વગેરે શિષ્યને અજયદેવે તપાવેલા લોઢાના આસન ઉપર બેસારી મારી નાખ્યા. (ચતુર્વિશતિ પ્રબંધ નવીન સંસ્કરણ પૃ. ૨૦૧ ) શ્રી હેમચન્દ્ર ઉપર ઠેષ થવાનું કારણ રાજશેખર એમ આપે છે કે,–જ્યારે કુમારપાલ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા ત્યારે રાજાએ ગુરૂની તથા આભડની સલાહ પૂછી કે “હું તો અપુત્ર છું તે મારા પછી ગાદી કોને આપું?” ત્યારે ગુરૂએ કહ્યું કે તમારા હિત્ર પ્રતાપમāને આપો, કારણ કે એ તમે સ્થાપેલા જૈન ધર્મની સ્થિરતા રાખશે પણ અજયપાલથી તો તમારા થાપેલા ધર્મને ક્ષય થશે.” ત્યાં આભડે સલાહ આપી કે ગમે તે પણ પોતાનો હેય એ સારે.” હવે શ્રી હેમચન્દ્રના ગચ્છમાં બે તડાં હતાં એક તરફ શ્રી રામચન્દ્ર ગુણચન્દ્ર વગેરે અને બીજી તરફ બાલચન્દ્ર. આ બાવચન્દ્રને રાજાના ભત્રીજા અજયપાત્ર સાથે મૈત્રી હતી. એટલે તેણે ઉપરની હેમચન્દ્રની સલાહ અજયપાલને કહી દીધી. આ કારણથી અજયપાલને હેમચન્દ્રના ગચ્છના રામચન્દ્ર વગેરે ઉપર દ્વેષ અને આભડ ઉપર પ્રીતિ થઈ. (ચતુર્વિશતિ પ્રબંધ, નવીન સંસ્કરણ પૃ. ૨૦૦ )..
ચ. પ્ર.ના આ પ્રસંગમાં જે કુમારપાલના દૈહિત્ર પ્રતાપમનો ઉલ્લેખ છે તે સેમેશ્વરે (સ. ૨. . ૯૭ થી ૧૦૦ માં) “ભીમ બીજાના વખતમાં આમ શર્મા જગદેવ, પ્રતાપમea, વગેરે ન હોવાથી એ રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ” એ રીતે જેનાં વખાણ કર્યો છે તે જ હે જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org