________________
કુમારપાલ પ્રબંધ
૧૩
પરિણામે આચાર્યની અકૃપા થવાથી તેને અધિકાર લઈ લેવામાં આવ્યું. એટલે તેણે અણહિલપુર આવીને પેઢા આવશ્યક (છ પ્રકારનાં આવશ્યક કર્મ) માં કુશળતા મેળવીને હેમાચાર્યની સેવા કરવા માંડી. એક વખત ચાતુર્માસ (ચોમાસાના ચાર મહિના સુધી કરેલા વ્રતના) ને પારણને દિવસે હેમાચાર્યના ચરણોની દ્વાદશાવર્તનથી વંદન કર્યા પછી તેણે કહ્યું. (પખચાણ કર્યું.)
(૨૨) હે નાથ ! તમારા ચરણ પાસે રહેવાથી કક્ષાના નાથદ્વારા વિકારરહિત થવા માટે ચોમાસાના ચાર માસ સુધી આ (રાંધેલા અન્નના ત્યાગરૂપ ?) વ્રત કર્યું. હવે હે મુનિઓમાં શ્રેષ્ઠ! તમારા ચરણમાં લેટવાથી જેનો કલિ નાશ પામ્યા છે એવા મારું પાણીથી ભીંજાયેલાં અન્ન વડે, ભલે પારણું થાય. એ રીતે તેણે વિજ્ઞપ્તિ કરી એટલે આચાર્યને પ્રસન્ન જોઈને, એજ વખતે ત્યાં આવેલા રાજાએ તેને ફરી તેને અધિકાર આપો.
આ રીતે બહસ્પતિગંડને ફરી અધિકાર આપવાને પ્રબંધ પુરે થયો.
૩૨ એક વખત દિવાને આમમાં આવેલા આલિગ નામના વૃદ્ધ પ્રધાનને રાજાએ પૂછ્યું કે “હું સિદ્ધરાજથી ઉતરતા છું, તેના સમાન છું કે તેનાથી ચડીઆતો છું?” ત્યારે તેણે પોતાના કથનને ગુન્હો ન ગણવાની શરતે કહ્યું કે “ શ્રસિદ્ધરાજમાં ૯૬ ગુણે અને બે દોષો હતા. જ્યારે આપનામાં બે ગુણ અને ૯૬ દોષો છે.” આ તેનાં વાક્યથી દોષમય જીવમાં વૈરાગ્ય આવવાથી જ્યાં આંખમાં છરી મારવા રાજા જાય છે, ત્યાં તેને આશય સમજનાર આલિગે વિજ્ઞપ્તિ કરી કે “શ્રી સિદ્ધરાજના છનું ગુણો તેના સંગ્રામમાં અસુભટતા (અશુરવીરપણું) અને સ્ત્રીલંપટતા એ બે દેષો વડે ઢંકાઈ ગયા હતા. ત્યારે લોભ વગેરે તમારા દે લડાઈમાં શુરવીરપણું અને પરસ્ત્રી સહોદરપણું એ બે ગુણોથી ઢંકાઈ ગયા છે.” આ તેનાં વચનથી તે રાજા સ્વસ્થ સ્થિતિમાં આવી ગયો.
આ રીતે આલિગ પ્રબંધ પુરો થશે. ૩૩ એક વખત શ્રી સિદ્ધરાજના રાજ્ય વખતે પાંડિત્યમાં (હેમાચાર્ય સાથે ?) સ્પર્ધા કરતા વામરાશિનામને વિપ્ર હેમાચાર્યની પ્રતિષ્ઠા સહન ન થવાથી નીચેનું વચન બેલ્યો
(૨૩) જેના કામળામાં (કોઈ દિવસ ન ધોવાવાથી) સો લાખ જૂઓની હારે ફરી રહી છે, દાંતોમાં બાઝેલા પુષ્કળ મળથી જેના મોઢામાંથી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org