________________
પ્રબંધ ચિંતામણી
કરાવેલા સત્તર હાથ પ્રમાણના ઝાલિકાવિહારમાં પ્રભાવના કરવાની ઇચ્છા કરી. પણ એમાં જન્મથી જ ચાડી કરનાર-કુટિલ બ્રાહ્મણેએ ઉભાં કરેલાં વિઘને જોઈને તેઓને દેશબહાર કાઢ્યા અને પછી પોતે શ્રી શત્રુંજય તીર્થે ગયા.
૩૬ ત્યાં “દુઃખને તથા કર્મો ક્ષય કરનાર” નમસ્કાર વાક બેલતા દેવની પાસે જુદી જુદી જાતની પ્રાર્થના કરતા હતા, એ વખતે એક ચારણે નીચેનું વચન કહ્યું.
(૨૭) એક કૂલ માટે, જે સ્વામી (મેક્ષરૂપ) સર્વ સિદ્ધિનું સુખ આપે છે, તે ભેળા જિનવરનો આશ્રય લેકે શા માટે (કઈ ઈચ્છાથી) કરે છે ?
આ પ્રમાણે ચારણને બેલનાં સાંભળે; તે નવ વાર બેલ્યો માટે રાજાએ તેને નવ હજાર આપ્યા. પછી ગિરનાર પાસે ગયા ત્યાં કાંઈ કારણ વગર એકાએક પર્વતનો કમ્પ થયો, એટલે શ્રી હેમાચાર્યે રાજાને કહ્યું કે “આ છત્રી પેઠે ટીંગાઈ રહેલી શિલા એક સાથે જે બે પુણ્યવંત માણસે એની નીચે આવે તો તેના ઉપર પડે એવી વૃદ્ધ પરંપરા છે. હવે આપણે બેય પુણ્યવાળા છીએ, એટલે જે આ ચાલી આવતી વાત સાચી હોય તે લોકાપવાદ આવે માટે રાજા જ દેવને ભલે નમસ્કાર કરે. હું નહિ કરું” પણ રાજાએ આગ્રહ કરીને શ્રી હેમાચાર્યને જ સંઘ સાથે મોકલ્યા. અને પોતે છત્રશિલાને માર્ગ છેડી જૂના કિલ્લાની બાજુમાં બીજે ઠેકાણે નવાં પગથી બાંધવા માટે શ્રીવાભટ્ટદેવનેષ આજ્ઞા કરી. બેય બાજુનાં ૪૬ પગથીઓમાં ૬૩ લાખનું ખર્ચ થયું.
આ રીતે તીર્થયાત્રા પ્રબંધ પુરો થયે.૪૭ ૪૫ ગિરનારનાં નવાં પગથી બંધાવવા માટે કુમારપાલે વાગભટને કહ્યું એમ પ્ર. ચિ. માં તથા પ્રભાવચરિત (હે. સૂ. પ્રબંધ લૈ. ૮૪૫) માં છે. પણ સમપ્રભાચાર્ય (સં. ૧૨૪૧) ના કુમારપાલ પ્રતિબંધમાં, જયસિંહસૂરિના કુમારપાલચરિતમાં અને જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધ (પૃ. ૧૦૫) માં શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર આ (દેશી નામ આંબડ કે આબક) કુમારપાલે નીમેલા સરાષ્ટ્રના અધિપતિ તરીકે એ પગથી બંધાવ્યાં એમ કહ્યું છે. આ આમ્રને પિતાને સં. ૧૨૨૨-૨૩ ને ખબુતરી ખાણ પાસે લેખ પણ મળે છે (જુઓ પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૫૦-પા તથા એ ઉ૫ર વિવેચન.)
- કુમારપાલ પ્રતિબોધમાં કહ્યું છે કે પોતે ગિરનાર ઉપર ચડી ન શક્યા માટે કવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની સૂચનાથી નવાં પગથી બંધાવવાની આમ્રને કુમારપાલે આજ્ઞા કરી. (સંક્ષેપ પૃ. ૧૩)
૪૬ મૂળમાં પચાયા: પક્ષ એમ શબ્દ છે રા. દી, શાસ્ત્રીએ એ શબ્દ છોડી દીધા છે, ટેનીએ two sides of the road એમ અર્થ કર્યો છે,
૪૭ આ પ્રબંધ જયસિંહરિના કુમારપાલ અસ્તિના નવમા સર્ગ માં વર્ણવેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org