________________
કુમારપાલ પ્રબંધ
૧૭૧
તાથી જેના મનને આશ્ચર્ય થયું છે એવા શ્રી હેમાચાર્ય પ્રભુએ “ગાયન કળાની હદ શું”? એમ પૂછ્યું. ત્યારે તેણે તદ્દન સુક્કા લાકડાને પણ ફગા ફુટે એ પોતાની કળાની હદ બતાવી. “ ત્યારે એ આશ્ચર્ય બતાવે ” એમ આદેશ થતાં આબુ પર્વતમાંથી વિરહ૧૩ નામનું ઝાડ લઈ આવી તેની સુકી ડાળના લાકડાને રાજ મહેલના આંગણમાં કુંવારી મારીને ક્યારે કરાવી, તેમાં રેપી પિતાની નવીન ગાયન કળાથી એકદમ તેને ફણગા ફુટેલા બતાવી, રાજા સાથે શ્રી હેમચન્દ્ર સ્વામીને પણ ખુશ કરી દીધા.
આ પ્રમાણે આશ્ચર્યકારક સલાકને પ્રબંધ પૂરો થયો.
૮ હવે એક વખત દિવાન-ઈ-આમમાં બેઠેલા સોલંકી રાજાએ કાકણ દેશના મલ્લિકાર્જુન નામના રાજાનું, કેાઈ ચારણને મોઢે “ રાજપિતા મહ” અવું બિરૂદ સાંભળ્યું. તે સહન ન થવાથી તેણે રાજસભા સામું જોયું. એટલે રાજાનું મને સમજનાર મંત્રી આંબડે બે હાથને સંપુટ કરીને બતાવ્યો. આ જોઇને ચકિત થયેલા રાજાએ સભાનું વિસર્જન કર્યા પછી તેને હાથ જોડવાનું કારણ પૂછ્યું એટલે તેણે કહ્યું કે “આ સભામાં એવો કોઈ માણસ છે કે જેને મોકલીને ચતુરંગ સેનાવાળા રાજ જે ડોળ કરતા તે મિથ્યાભિમાની મલ્લિકાર્જુનને આપણે નાશ કરી શકીએ? એમ તમારા મનને આશય જાણીને તમારે હુકમ ઉપાડવા માટે સમર્થ એવા મેં હાથ જોડયા.” તેની આ વિનતિ સાંભળીને તરત જ તે રાજા સામે લશ્કરને ઉપરી બનાવીને પંચાંગ પ્રસાદ ( શરીરમાં પાંચે અંગે માટે પોષાક) આપીને બધા સામો સાથે તેને મોકલ્યા. તે બીલકુલ રોકાયા વગર મજલ કરીને કોકણ દેશમાં પિઓ અને ન ઉતરાય એવા પૂરવાળી કલવિણ ૪ નામની નદી ઉતરીને સામે કાંઠે પડાવ નાખે છે ત્યાં તેને લડાઈ માટે તૈયાર (થઇને આવેલે ) ધારીને મલ્લિકાર્જુન રાજાએ તેના લશ્કરને મારીને વીખેરી નાખ્યું. આ રીતે તેનાથી હારેલે તે સેનાપતિ મોટું કાળું કરી, કાળાં વસ્ત્રો પહેરી, માથે કાળી છત્રી ઓઢી કાળા તંબુમાં રહેતા (પાટણ આવી પહોંચે. ) સોલંકી રાજાએ આ જોઈને “ આ કાના લશ્કરની છાવણી છે” ? એમ પૂછયું. ત્યારે કોકણથી પાછા ફરેલા હારેલા આંબેડ સેનાપતિની આ છાવણી છે એમ જવાબ મળતાં, તેની શરમથી મનમાં ચકિત થયેલા રાજાએ
૧૩ કોઈ ઝાડનું વિરહક નામ જાણવામાં નથી.
૧૪ કલવિણી નદી એ ચીખલી અને વલસાડમાંથી વહેતી કાવેરી, જુઓ સુંબઈ ગેઝેટીઅર પુ. ૧ ભા. ૧, ૧૮૫ ટિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org