________________
કુમારપાલ પ્રમધ
૧૮૧
',
આપેલી હાવાને લીધે દેવતત્ત્વ સંદિગ્ધ છે માટે મુક્તિ આપે એવા કયા દેવ છે એ વાત તમે આ તીર્થમાં મને સાચેસાચી કહી દ્યો.'' આના જવાબમાં શ્રી હેમાચાર્યે બુદ્ધિપૂર્વક થાડા વિચાર કરીને રાજાને કહ્યું કે “પુરાણા કે દર્શનાનાં વચનેાને રહેવા ઇને શ્રી સામેશ્વરનાં જ પ્રત્યક્ષ દર્શન તમને કરાવું છું. જેથી તેની પાસેથી જ મુક્તિના માર્ગ કયા છે તે તમે જાણી શકશે।.” આ વાક્યથી આશ્ચર્યચકિત થયેલા રાજાએ “શું આ વાત પણ બની શકે છે ?' એમ પૂછ્યું. ત્યારે શ્રી હેમાચાર્યે જવાબ આપ્યા કે “અહીં દેવતત્ત્વ તિાહિત છે એ ચેાસ છે, તેા પછી આપણે ગુરૂએ બતાવેલ રીત પ્રમાણે નિશ્ચલ આરાધના કરીએ તેા એ રીતે દ્વન્દ્વ (આપણા ધ્યેયનાં કાર્ય)ની સિદ્ધિ થતાં દેવના આવિર્ભાવ સહેલા છે. હવે હું ધ્યાન કરૂં છું અને તમારે કાળા અગર નાખ્યા કરવા (ધૂપદાનમાં) અને ત્ર્યંબક(શંકર) પ્રત્યક્ષ દર્શન આપીને ના પાડે ત્યાં સુધી નાખવાનું ચાલુ રાખવું. ” પછી એ એચે એ પ્રમાણે કરવા માંડતાં, ધૂપના ધુમાડાથી ગર્ભગૃહમાં અંધારૂં થઈ ગયું, અને નક્ષત્રમાળા (એક પ્રકારની દીવી)ના દીવાએ ઠરી ગયા ત્યારે એકાએક સૂર્યના તેજ જેવા પ્રકાશ ફેલાઇ રહ્યો અને રાજાએ સંભ્રમથી આંખ ચાળીને જોયું તેા જલાધારી ઉપર ઉત્તમ સુવર્ણના જેવી કાંતિવાળા, જેનું સ્વરૂપ ચર્મચક્ષુઓવાળાંને દેખાવું મુશ્કેલ, અપ્રતિમ તથા કલ્પી ન શકાય એવું છે તેવા ત્તપસ્વીને જોયા. પછી તેને પગના અંગુઠાથી તે જટા સુધી પેાતાના હાથથી સ્પર્શ કરીને એ દેવતાજ આવ્યા છે એમ નિશ્ચય કરીને, ભક્તિપૂર્વક પેાતાનાં પાંચે અંગેાવડે જમીનને અડીને તેને પ્રણામ કર્યા અને પછી રાજાએ નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ‘“હે જગદીશ ! આપનાં દર્શનથી આ નેત્રા કૃતાર્થ થયાં, હવે ઉપદેશથી આ કાનને કૃતાર્થ કરા' આ રીતે વિજ્ઞપ્તિ કરીને રાજા મેાલતા બંધ થયા કે મેાહરૂપી રાતને દૂર કરવામાં સૂર્ય જેવા તેના મુખમાંથી નીચેની વાણી નીકળી. હે રાજા ! આ મહર્ષિ સર્વદેશના અવતાર છે. તેઓ જરાય પડદા વગર પરબ્રહ્મને જોઈ શકે છે તથા હાથમાં રાખેલા મેાતીપેઠે ત્રણે કાળનું સ્વરૂપ એના જાણુવામાં છે. તેએ મુક્તિના જે માર્ગના ઉપદેશ કરે તેને મુક્તિના ચોક્કસ માર્ગ જાણવા.” આટલા ઉપદેશ આપીને ભૂતપતિ (શંકર) અંતર્ધ્યાન થઇ જતાં અને રાજા જાગૃત થતાં, પ્રાણાયમથી રાકેલા પવનનું જેણે રેચન કર્યું છે તથા ૬ વાળેલા આસનને જેણે શિથિલ કર્યું છે એવા શ્રી હેમચન્દ્રે જ્યાં “ રાજા ' એમ સંખેાધન કર્યું ત્યાં તે ઇષ્ટદેવતના સંકેતથી જેણે રાજ્યનું અભિમાન તજી દીધું છે. એવા રાજાએ ‘ હું જીવ ! (ગુરૂના) પગ પકડી લે ' એમ કહેતાં કહેતાં
t
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org