________________
૧૮૮
પ્રબંધ ચિંતામણી વખાણ કર્યા ત્યારે મારે તે બેવ નીચા જોણું થયું. રાજા વગરનું-અંધાધુંધીવાળું જગત સારું પણ મૂર્ખ રાજા સારે નહિ, એ રીતે વિરોધી રાજાનાં મંડળમાં આપણી અપકીતિ ફેલાય છે. હવે આ બાબતમાં ઉપમેય, ઔપમ્પ, ઉપમા વગેરે શબ્દો શુદ્ધ છે.” તેણે આ શબ્દો કહ્યા પછી રાજાએ પિતાને પચાસ વર્ષ થયાં હોવા છતાં એક ઉપાધ્યાય પાસે બારાખડીથી શાસ્ત્ર ભણવાનું શરૂ કરી એક વર્ષમાં ત્રણ વૃત્તિપ અને ત્રણ કાવ્યો ભણી લીધા અને વિચાર ચતુર્મુખનું બિરૂદ મેળવ્યું. આ પ્રમાણે વિચારચતુર્મુખ શ્રીકુમારપાલ પ્રબંધ પુરો થયે.
૨૧ એક વખત વિશ્વેશ્વર નામના કવિ કાશીથી શ્રી પાટણ આવ્યા. અને શ્રીહરિની સભામાં આવ્યા, ત્યારે ત્યાં શ્રી કુમારપાલ રાજા પણ બેઠા હતા. અને તેણે નીચેનું વચન કહ્યું –
(૧૮) ધાબળા અને દંડ લઈને ફરતા હેમગોવાળ તમારું રક્ષણ કરે
આ પ્રમાણે અધું બોલીને જરા અટક્યા ત્યાં રાજાએ ક્રોધ કરીને તેના સામું જોયું પણ તેણે
જેન ગોચર (ધર્મ)માં છ દર્શનોનાં પશુઓના સમૂહને ચરાવતા (હેમચંદ્ર)
એ રીતે ઉત્તરાર્ધ કહી સભાજનોને ખુશ કરી દીધા. પછી તેણે શ્રી રામચંદ્ર વગેરે કવિઓને “દૂર રાખેલી ” એ રીતે સમસ્યા આપી અને મહામાત્ય શ્રીકપદમંત્રીએ નીચે પ્રમાણે એની પૂર્તિ કરી
(૧૯) એક વખત કેટલીક કન્યાઓ સંતાકુકડીની રમત રમતી હતી તેમાં એક દીર્ધ નેત્રવાળી કન્યાનાં સરલ નેત્રા બે હાથથી પણ ઢાંકી શકાય એમ નથી અને તે મુખચંદ્રની ચાંદની ફેલાતાં આ કન્યા બધે પકડાઈ જાય છે એમ કહીને સખીઓએ રમતમાંથી દૂર રાખેલી એક કન્યા પિતાનાં નિશ્વિત નયનને અને મેઢાને રૂએ છે.
આ પ્રમાણે શ્રીકપર્દી મહામાત્ય સમસ્યાપૂર્તિ કરતાં એ (વિશ્વેશ્વર) કવિએ પચાસ હજારની કિંમતને પિતાના ગળાનો હાર આ સરસ્વતીની પદ રચના છે એમ કહીને તેના ગળામાં નાખ્યો. પછી તેની વિદ્વત્તાથી
૩૫ વૃત્ત એમ મૂળમાં શબ્દ છે. એ વ્યાકરણના કોઈ ગ્રંથના વિભાગને સૂચક હોવા જોઈએ. સારસ્વત વ્યાકરણમાં ત્રણ વૃત્તિ છે પણ એ ગ્રંથ કુમારપાલના વખતમાં રચાયો ન હતો. - ૩૬ આ વૃત્તાન્ત જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધમાં પણ છે.
૩૭ આ વિશ્વેશ્વર કવિ કાશીથી કેવી રીતે પાટણ આવ્યા એનું સવિસ્તર વર્ણન જિ, મં. ગણિના કુમારપાલ પ્રબંધમાં મળે છે. વળી આ વિશ્વર કવિના પ્રસંગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org